મન કી બાત: પીએમ મોદીએ દેશવાસીઓને તહેવારોની શુભકામનાઓ પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધન કર્યું. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી. 

મન કી બાત: પીએમ મોદીએ દેશવાસીઓને તહેવારોની શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધન કર્યું. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી. પીએમ મોદીના આ  રેડિયો કાર્યક્રમની 49મી શ્રેણી હતી. પીએમ મોદીએ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યું. તેમણે દેશવાસીઓને 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર રન ફોર યુનિટીમાં સામેલ થવાની અપીલ કરી. 

મન કી બાતમાં પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશો

- પીએમ મોદીએ દેશવાસીઓને દીવાળી અને અન્ય તહેવારોની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તમે બધા પોતાનો ખ્યાલ રાખો અને સમાજનો પણ ખ્યાલ રાખો. 
- પૂર્વોત્તરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે પૂર્વોત્તરનો વિસ્તાર પ્રાકૃતિક રીતે તો સુંદર છે જ પરંતુ સાથે સાથે અહીંના લોકો ખુબ પ્રતિભાશાળી છે. 
- ભારતીય સેનાના પરાક્રમનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પણ યુદ્ધની સ્થિતિ આવી ત્યારે આપણા સૈનિકોએ દેખાડી દીધુ કે આપણે કોઈનાથી પણ ઉતરતા નથી.

— ANI (@ANI) October 28, 2018

- દુનિયામાં જ્યારે પણ શાંતિની વાત થશે ત્યારે ભારતનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાશે કારણ કે વિશ્વમાં શાંતિ આપણી મૂળ ભાવના છે.
- પરાલીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે પંજાબમાં મેં એવા લોકોને જોયા છે જે પરાલીને બાળવાની જગ્યાએ તેને જમીન સાથે જ જોડી દે છે. જેનાથી માટીની ગુણવત્તા પણ વધે છે. 
- આદિવાસી સમુદાય હંમેશા આપસી સૌહાર્દની સાથે રહેવામાં વિશ્વાસ કરે છે. પરંતુ જો કોઈ તેમના પ્રાકૃતિક સંસાધનોનું દોહન કરવાની કોશિશ કરે તો તેઓ તેમની સામે ઊભા થવામાં પણ પીછીહટ કરતા નથી.
- તેમણે આદિવાસી જનજાતિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની પરંપરાઓ અને પૂજા પદ્ધતિઓ પ્રકૃતિને મજબુતાઈ પ્રદાન કરે છે. 
- પીએમ મોદીએ ભારતીય વર્લ્ડ હોકી ટીમને વર્લ્ડ કપમાં જીતની શુભકામના પાઠવી. 
- Self4Societyનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તે સમાજ પ્રત્યે સમર્પણનું ઉદાહરણ છે. તે હું નહીં પરંતુ આપણેની ભાવનાને મજબુતાઈ પ્રદાન કરે છે. 
- ઓડિશામાં પુરુષોના હોકી વર્લ્ડ કપનું આયોજન ઓડિશા માટે ખુબ જ લાભકારક રહેશે. 
- આ વખતે ભારતને  પુરુષ હોકી વર્લ્ડ કપના આયોજનનું સૌભાગ્ય મળ્યું છે. હોકીના ઈતિહાસમાં ભારતની સ્વર્ણિમ મુસાફરી રહી છે. જ્યારે પણ હોકીનો ઉલ્લેખ થશે ત્યારે ભારતનું નામ જરૂર લેવામાં આવશે. 

— ANI (@ANI) October 28, 2018

- ફીફા અંડર 17 વર્લ્ડ  કપનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશના અલગ અલગ સ્ટેડિયમમાં 12 લાખ લોકોએ ફુટબોલનો આનંદ લીધો.
- દરેક ખેલાડી ન્યૂ ઈન્ડિયા અને તેના જુસ્સાનું પ્રમાણ છે-મોદી
- યુથ ઓલિમ્પિક 2018નો ઉલ્લેખ કરતા તેમણે ખેલાડીઓના વખાણ કર્યાં. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ભારતના ખેલાડીઓએ યુથ ઓલિમ્પિકમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
- તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ યાદ  કર્યાં અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
- પીએમ મોદીએ ઈન્ફ્રેન્ટ્રી દિવસ (પગપાળા સેના દિવસ)નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ દિવસે ભારતીય સેનાના જવાન કાશ્મીર ઘાટીમાં ઉતર્યા હતાં અને ઘૂસણખોરોથી કાશ્મીરની રક્ષા કરી હતી.
- આ 31 ઓક્ટોબરના રોજ આપણે સરદાર પટેલની યાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટી અમેરિકાની યુનિટી ઓફ લિબર્ટી કરતા પણ ઊંચું છે.- મોદી

— ANI (@ANI) October 28, 2018

- સરદાર પટેલે દેશને એક્તાના સૂત્રમાં પરોવવાનું અસંભવ કાર્ય કર્યું. તેમણે 562 રજવાડાને ભેગા કરવાનું કામ કર્યું.-મોદી
- પીએમ મોદીએ કહ્યું કે ટાઈમ મેગેઝિનની સ્ટોરીમાં સરદાર પટેલનો ઉલ્લેખ છે. ટાઈમ મેગેઝિને જણાવ્યું કે સરદાર પટેલે વિષમ પરિસ્થિતિઓમાં કેવી રીતે દેશને સંભાળ્યો. 
- પીએમ મોદીએ સરદાર પટેલને કર્યાં યાદ, લોકોને રન ફોર યુનિટીમાં ભાગ લેવાની અપીલ કરી. 

આ અગાઉ 30મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતાં. તેમના આ કાર્યક્રમની 48મી શ્રેણી હતી. પીએમ મોદીએ કાર્યક્રમની શરૂઆત કરતા કહ્યું હતું કે દરેક ભારતીયને આપણા સશસ્ત્ર દળો અને સેનાના જવાનો પર ગર્વ છે. પ્રત્યેક ભારતીય પછી ભલે તે કોઈ પણ ક્ષેત્ર, જાતિ, કે ધર્મનો કેમ ન હોય, આપણા સૈનિકો પ્રત્યે ખુશી અને સમર્થન વ્યક્ત કરવા માટે હંમેશા તત્પર રહે છે. 

Image result for स्टैच्यू ऑफ यूनिटी zee news

તેમણે કહ્યું હતું કે 31 ઓક્ટોબરના રોજ સરદારસાહેબની જયંતી છે. વડાપ્રધાને આ વર્ષે પણ દેશવાસીઓને 31 ઓક્ટોબરના રોજ રન ફોર યુનિટીના આયોજનને પ્રયત્નપૂર્વક કરવાની અપીલ કરી. તેમણે એક્તા માટે દોડ સરદાર સાહેબને યાદ કરવાનો ઉત્તમ માર્ગ છે તેમ કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે આ જ તેમના માટે સારી શ્રદ્ધાંજલિ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news