વડાપ્રધાને સંસદમાં ગણાવ્યા, આર્ટિકલ 370 હટાવવાથી જમ્મૂ-કાશ્મીરને થયેલા ફાયદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાજ્યસભામાં એક-એક કરીને ગણાવ્યા આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મૂ-કાશ્મીરને ક્યા-ક્યા ફાયદા થયા છે. તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં હતા. 
 

વડાપ્રધાને સંસદમાં ગણાવ્યા, આર્ટિકલ 370 હટાવવાથી જમ્મૂ-કાશ્મીરને થયેલા ફાયદા

નવી દિલ્હીઃ સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મૂ-કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ રાજ્યસભમાં જણાવ્યું કે, આર્ટિકલ 370ના ખાતમા બાદ જમ્મૂ-કાશ્મીરમાં અનામત લાગૂ થયું, રિયલ એસ્ટેટ એક્સ લાગૂ થયો અને એન્ટી કરપ્શન બ્યૂરો પણ બનાવવામાં આવ્યો. તેમણે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને જવાબ આપતા કહ્યું કે, તે જૂઠ છે કે જમ્મૂ કાશ્મીર પર નિર્ણય પહેલા ચર્ચા ન થઈ. આ વિષય પર ચર્ચા થઈ, આખા દેશે જોઈ અને મોટા ભાગના સાંસદોએ તેના સમર્થનમાં મતદાન કર્યું હતું. 

રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ઈમાનદારીથી કહું તો મને કેટલાક લોકોના નિવેદને ખુદ નિરાશ કર્યો. કેટલાક લોકોએ થોભી જવાને જ પોતાની ખાસિયત બનાવી લીધી છે. તે જૂની રીતથી રોકાયેલા છે, તે જ જૂની વસ્તુ પર વાત કરી રહ્યાં હતા. ગુલામ નબી આઝાદ જીએ કહ્યું કે, જમ્મૂ કાશ્મીર પર કોઈપણ ચર્ચા વગર નિર્ણય લેવામાં આવ્યો. આ ખોટું છે. દેશે જોયું કે આ વિષય પર ચર્ચા થઈ. સાંસદોએ તેના પક્ષમાં મતદાન કર્યું.'

વિપક્ષને પીએમે કહ્યું- લોકો ભૂલ્યા નથી તેલંગણા બનાવવા સમયે શું થયું હતું
પીએમ મોદીએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું, 'લોકો વસ્તુને સરળતાથી ભૂલતા નથી. હું રાજ્યસભામાં વિપક્ષને નેતાને યાદ અપાવવા ઈચ્છું છું કે આ ગૃહમાં તેલંગણા બનાવવાની કાર્યવાહી દરમિયાન શું થયું હતું. દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને લાઇલ ટેલિકાસ્ટ રોકી દેવામાં આવ્યું હતું.'

જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરતા પીએમ મોદીએ આર્ટિકલ 370 હટાવવાના ફાયદા ગણાવ્યા, જે આ પ્રકારે છે.
1. પ્રથમવાર જમ્મૂ કાશ્મીરને અનામતનો લાભ મળ્યો.
2. ત્યાં બ્લોક ડિવલોપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી થઈ.
3. રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) કાયદો લાગૂ થયો.
4. જમ્મૂ-કાશ્મીરમાં એન્ટી કરપ્શન બ્યૂરોની રચના થઈ.
5. જમ્મૂ-કાશ્મીરમાં 18 મહિનામાં 3.30 લાખ ઘરોને વિજળીના કનેક્શન મળ્યા.
6. સાડા ત્રણ લાખથી વધુ લોકોને આયુષ્માન યોજના હેઠળ ગોલ્ડ કાર્ડ મળ્યા.
7. દોઢ લાખ વૃદ્ધો, દિવ્યાંગોને પેન્શન મળ્યું.
8. હવે જમ્મૂ-કાશ્મીરમાં પીએમ પેકેજ સહિત અનેક યોજનાઓ ઝડપથી આગળ વધી રહી છે. 
9. પ્રથમવાર જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ પોલીસ અને સેના મળીને નિર્ણાયક કાર્યવાહી કરી રહી છે.
10. પ્રથમવાર જમ્મૂ-કાશ્મીરના પોલીસકર્મી હવે કન્યાકુમારી કે અંડમાન નિકોબાર ફરવા જઈ શકે છે.
11. પ્રથમવાર મહિલાઓને તે અધિકાર મળ્યો કે જો તે જમ્મૂ-કાશ્મીરની બહાર લગ્ન કરે છે તો તેની સંપત્તિ લઈ લેવામાં આવશે નહીં. 
12. પ્રથમવાર જમ્મૂ-કાશ્મીરમાં અલગાવવાદને સરહદ પારથી મળતા ફન્ડિંગ પર નિયંત્રણ આવ્યું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news