IIT બોમ્બેના દીક્ષાંત સમારોહમાં બોલ્યા PM મોદી, હવે આવશે અસલી પડકાર

આઈઆઈટીના દીક્ષાંત સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશ અહીંના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા લે છે અને દેશને આઈઆઈટીની સિદ્ધિઓ પર ગર્વ છે. 
 

IIT બોમ્બેના દીક્ષાંત સમારોહમાં બોલ્યા PM મોદી, હવે આવશે અસલી પડકાર

મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) બોમ્બેના 56માં દીક્ષાંત સમારોહમાં સામેલ થવા પહોંચ્યા. અહીં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા લે છે અને વિદેશમાં પણ અમારા વિદ્યાર્થીઓ સફળ છે. વિદ્યાર્થીઓને શુભકામના આપતા પીએમ મોદીએ કહ્યું કે, સાચો પડકાર બહાર તમારો ઇંતજાર કરી રહી છે. 

પીએમે કહ્યું, આજ આ અવસર પર સૌથી પહેલા હું ડિગ્રી મેળવનાર દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને શુભકામના આપી છું અને અભિનંદન કરૂ છું. છેલ્લા 6 દાયકાના સતત પ્રયત્નોનું આ પરિણામ છે અને આઈઆઈટી બોમ્બેએ દેશની પસંદગીની ઉત્કૃષ્ટ સંસ્થામાં પોતાનું સ્થાન મેળવ્યું છે. 

આગળ છે અસલી પડકાર
પાસઆઉટ થઈ રહેલા વિદ્યાર્થીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું, આજે જે ડિગ્રી તમને મળી છે, તે તમારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. યાદ રાખો આ માત્ર એક પડાવ છે, આગળનો પડકાર તમારી રાહ જોઈ રહ્યો છે. તમે અત્યાર સુધી જે કર્યું છે અને આગળ જે કરવા જઈ રહ્યાં છે, તેની સાથે તમારો પોતાનો, તમારા પરિવારજનો અને 125 કરોડ દેશવાસીઓની આશા જોડાયેલી છે. 

પીએમ મોદીએ સ્ટાર્ટ અપ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું સ્ટાર્ટ અપની જે ક્રાંતિ તરફ દેશ આગળ વધી રહ્યો છે, તેનું એક મોટુ માધ્યમ અમારી આઈઆઈટી છે. આજે દુનિયા આઈઆઈટીને યૂનીકોર્ન સ્ટાર્ટ અપ્સની નર્સરી સુધી માની રહી છે. આ એક પ્રકારની ટેકનિકનું દર્પણ છે, જેમાંથી દુનિયાને ભવિષ્ય નજર આવે છે. 

IITની નવી પરિભાષા
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આઈઆઈટીને એક નવી પરિભાષા આપી. તેમણે કહ્યું, આઈઆઈટીને દેશ અને દુનિયા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના રૂપમાં જાણે છે, પરંતુ આજે અમારા માટે તેની પરિભાષા છોડી બદલાઇ હઈ ચે. આ માત્ર ટેક્નોલોજીના અભ્યાસ સાથે જોડાયેલું સ્થાન રહ્યું નથી પરંતુ આઈઆઈટી આજે ઈન્ડિયાઝ ઈન્સ્ટ્રૂમેન્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન બની ગઈ છે. 

તેનાથી આગળ પીએમે કહ્યું, મારો તમને બધાને તે જ આગ્રહ છે કે, પોતાની અસફળતાના ગુંચવણને મનમાંથી કાઢો અને આકાંક્ષાઓ પર ધ્યાન આપો. ઉંચા લક્ષ્ય, ઉંચા વિચાર તમને વધુ પ્રેરિત કરશે, ગુંચવણ તમારી શક્તિને સરહદમાં બાંધી દેશે. પીએમે કહ્યું કે, માત્ર આકાંક્ષાઓ હોવી જરૂરી નથી, લક્ષ્ય પણ મહત્વનું છે. 

ગત વર્ષે આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓને કર્યા હતા સંબોધિત
પીએમ મોદી હંમેશા વિદ્યાર્થીઓને સંબોધિત કરતા રહે છે. પોતાના કાર્યક્રમ મનકી બાતમાં પણ તેઓ ઘણીવાર વિદ્યાર્થીઓને સંબોધિત કરી ચૂક્યા છે. આ પહેલા ગત વર્ષે તેમણે આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, હિન્દુસ્તાનમાં આઈઆઈટી એક બ્રાન્ડ બની ગઈ છે અને આવનારા સમયમાં આઈઆઈટીના કેમ્પસો પર ચર્ચા થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news