Presidential Election 2022: મતદાન પહેલા સિન્હાની અપીલ, કહ્યું- તમારા અંતરાત્માનો અવાજ સાંભળો અને મને મત આપો
Presidential Election 2022: વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાએ સભ્યોને અપીલ કરી છે કે તમારા અંતરાત્માનો અવાજ સાંભળો અને મને મત આપો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સોમવાર 18 જુલાઈએ મતદાન થશે.
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સોમવાર એટલે કે 18 જુલાઈ 2022ના મતદાન થવાનું છે. આ પહેલા વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાએ બધા ધારાસભ્યો અને સાંસદોને બંધારણ અને તેના વિવેક અનુસાર મતદાન કરવાની અપીલ કરી છે. એક વીડિયો સંદેશમાં તેમણે ફરી કહ્યું કે આ વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી બે વ્યક્તિઓ વચ્ચે નહીં પરંતુ બે વિચારધારા વચ્ચે ચૂંટણી છે. તેથી તમારા અંતરાત્માનો અવાજ સાંભળો અને મને મત આપો. તેમણે એક વીડિયો સંદેશ જારી કરી અપીલ કરી છે.
તેમણે સાંસદોને કહ્યું કે બંધારણમાં તે જોગવાઈ છે કે મત ગુપ્ત હશે અને કોઈ પાર્ટી વ્હિપ હશે નહીં, જેનો અર્થ છે કે તે વ્યક્તિગત રૂપે નક્કી કરી શકે કે કોને મત આપવા ઈચ્છે છે.
યશવંત સિન્હાની અપીલ- બંધારણની રક્ષા કરવી છે
યશવંત સિન્હાએ કહ્યુ, 'ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આ વખતે અસાધારણ પરિસ્થિતિઓમાં થઈ રહી છે. દેશ વિવિધ મોર્ચે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ સમસ્યા જેનો આપણે સામનો કરી રહ્યાં છીએ, તે આપણા બંધારણની રક્ષા કરવાની સમસ્યા છે.' સિન્હાએ કહ્યુ કે આ દેશમાં કેટલાક લોકો દ્વારા બંધારણીય જોગવાઈઓ અને તેના મૂલ્યોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ચૂંટાયેલી સરકારને પાડવામાં આવી રહી છે, આ બધુ બંધારણમાં ઉલ્લેખીત લોકતંત્રની ભાવનાની વિરુદ્ધ છે.
इस साल राष्ट्रपति चुनाव दो व्यक्तियों के बीच नहीं, बल्कि दो विचारधाराओं के बीच का चुनाव है। केवल एक पक्ष हमारे संविधान में निहित प्रावधानों और मूल्यों की रक्षा करना चाहता है। मैं सभी सांसदों और विधायकों से इस बार संविधान और उनकी अंतरात्मा की आवाज़ पर वोट करने की अपील करता हूं। pic.twitter.com/0Zs1F5qJic
— Yashwant Sinha (@YashwantSinha) July 16, 2022
સિન્હાએ કહ્યુ- બે વિચારધારાઓની સ્પર્ધા છે
સિન્હાએ કહ્યુ- 'આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી ખરેખર બે વ્યક્તિઓ વચ્ચે નથી, આ બે વિચારધારાઓ વચ્ચે એક સ્પર્ધા છે. એક તરફ આપણી પાસે બંધારણના મૂલ્યો માટે કોઈ ઉપયોગ નથી, બીજીતરફ આપણી પાસે લોકોનો સમર્પિત સમૂહ છે જે બંધારણ અને તેના મૂલ્યોની રક્ષા કરવા ઈચ્છે છે.' તેથી હું તમને તમારા વિવેક અનુસાર, બંધારણના સંદર્ભમાં પોતાના મતનો પ્રયોગ કરવાની અપીલ કરૂ છું.
આ પણ વાંચોઃ Vice President Salary: ભારતના ઉપરાષ્ટ્રપતિને કેટલો મળે છે પગાર? કઈ સુવિધાઓના હોય છે હકદાર, જાણો
વિદેશ અને નાણામંત્રી જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળનાર સિન્હાએ મુશ્કેલ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ચૂંટણીમાં તેના વિરોધી એનડીએ ઉમેદવાર દ્રોપદી મુર્મૂ લગભગ મોટા અંતરે જીત મેળવે તેવી સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે