રાજ્યસભામાં બિલ પાસ, જો હવે ટ્રાફિક નિયમ તોડ્યા તો ભારે ભરખમ દંડ માટે રહો તૈયાર 

રાજ્યસભામાં બુધવારે મોટર વાહન (સંશોધન) વિધેયક 2019 પસાર થઈ ગયું. રાજ્યસભાએ આ બિલને ચર્ચા બાદ 13 વિરુદ્ધ 108 મતથી પાસ કર્યું. આ બિલને લોકસભાએ 23 જુલાઈના રોજ પસાર કર્યું હતું. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ખરડો કાયદો બની જશે.

રાજ્યસભામાં બિલ પાસ, જો હવે ટ્રાફિક નિયમ તોડ્યા તો ભારે ભરખમ દંડ માટે રહો તૈયાર 

નવી દિલ્હી: રાજ્યસભામાં બુધવારે મોટર વાહન (સંશોધન) વિધેયક 2019 પસાર થઈ ગયું. રાજ્યસભાએ આ બિલને ચર્ચા બાદ 13 વિરુદ્ધ 108 મતથી પાસ કર્યું. આ બિલને લોકસભાએ 23 જુલાઈના રોજ પસાર કર્યું હતું. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ખરડો કાયદો બની જશે. બિલનો હેતુ રોડ અકસ્માતની દુર્ઘટનાઓમાં ઘટાડો લાવવાનો છે. આ માટે નિયમોને વધુ કડક  બનાવવામાં આવ્યાં છે અને દંડની રકમમાં પણ ખુબ વધારો કરાયો છે. 

હવે જો કે આ બિલને ફરીથી લોકસભામાં લાવવામાં આવશે. નોંધનીય છે કે ગત 16મી લોકસભામાં આ બિલ પાસ થયું હતું. પરંતુ લોકસભા ભંગ થવાના કારણે નવી સરકારે તેને કેટલાક અન્ય સંશોધન સાથે જૂના સ્વરૂપે જ 17મી લોકસભામાં રજુ કરવાનો નિર્ણય લીધો હતો. 

બિલમાં કડક જોગવાઈઓ
બિલમાં રોડ અકસ્માતની દુર્ઘટનાઓમાં ઘટાડો લાવવાના હેતુથી કડક જોગવાઈઓ રખાઈ છે. સગીરો, તરુણો દ્વારા વાહન ચલાવવા, વગર લાઈસન્સ, ખતરનાક ઢબે વાહન ચલાવવું, દારૂ પીને ગાડી ચલાવવી, નિર્ધારીત સ્પીડથી વધારે ઝડપથી ગાડી ચલાવવી અને નિર્ધારીત માપદંડોથી વધુ લોકોને બેસાડીને અથવા માલ લાદીને ગાડી ચલાવવાના નિયમોના ભંગ પર ભારે ભરખમ દંડની જોગવાઈ છે. જેમાં એમ્બ્લુન્સ જેવા ઈમરજન્સી વાહનોને રસ્તો ન આપવા ઉપર પણ દંડ સામેલ છે. 

જુઓ LIVE TV

ચાર વર્ષથી મોટા બાળકો માટે કારમાં સીટ બેલ્ટ જરૂરી
નવા એક્ટની સેક્શન 194-બી મુજબ ચાર વર્ષથી મોટા બાળક માટે કારમાં સીટ બેલ્ટ જરૂરી છે. જો આમ ન થાય તો વાહન માલિક પર એક હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. જો ચાર વર્ષથી મોટું બાળક દ્વિચક્કી વાહન ઉપર બેઠું હોય તો તેણે હેલમેટ પહેરવી જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news