આખરે કૃષિ બિલ અંગે ખેડૂતો કેમ આટલા ચિંતાતૂર છે? સાથે જાણો સરકારના તર્ક અને જવાબ
કૃષિ સંબંધિત મામલો એક નહીં પરંતુ ત્રણ બિલનો છે. તેમની સમગ્ર માહિતી સમજવા માટે થોડા મહિના પાછળ જવું પડશે. જ્યારે દેશમાં લૉકડાઉન હતું ત્યારે આ ત્રણેય બિલોને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યાં હતાં. તેના દ્વારા ખેડૂતોની આવક વધારવા, પાક કે ઉત્પાદનોના જોખમને ખતમ કરવા અને પાકને યોગ્ય મૂલ્ય મળવાની દિશામાં યોગ્ય પગલું લેવાની તૈયારી હતી.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં ખેતીમાં સુધાર લાવવા માટે લોકસભાએ ગુરુવારે બે મહત્વના બિલને મંજૂરી આપી. વિપક્ષી દળોના વિરોધ વચ્ચે Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020 અને Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020 બિલ લોકસભામાં પસાર થયા. જો કે આ દરમિયાન કેન્દ્ર સરકારની કેન્દ્રીય કેબિનેટમાથી મંત્રી હરસિમરત કૌર બાદલે રાજીનામું આપી દીધુ. તેઓ સરકારમાં ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રી હતાં. તેમના રાજીનામાથી હવે ક્યાંક આ બળવો આગળ વધીને NDA સાથે સંબંધ તોડવા પર ન આવી જાય. આ બિલને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતો રસ્તાઓ પર ઉતર્યા છે. ત્યારે એ જાણવું જરૂરી બને છે કે આખરે આ બિલમાં એવું તે શું છે અને શું તે ખરેખર ખેડૂતો માટે નુકસાનકારક છે?
વટહુકમ તરીકે બહાર પડ્યા હતા બિલ
હકીકતમાં કૃષિ સંબંધિત મામલો એક નહીં પરંતુ ત્રણ બિલનો છે. તેમની સમગ્ર માહિતી સમજવા માટે થોડા મહિના પાછળ જવું પડશે. જ્યારે દેશમાં લૉકડાઉન હતું ત્યારે આ ત્રણેય બિલોને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યાં હતાં. તેના દ્વારા ખેડૂતોની આવક વધારવા, પાક કે ઉત્પાદનોના જોખમને ખતમ કરવા અને પાકને યોગ્ય મૂલ્ય મળવાની દિશામાં યોગ્ય પગલું લેવાની તૈયારી હતી. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ વટહુકમ બહાર પાડતી વખતે આમ જ કહ્યું હતું.
એક નહીં, ત્રણ કૃષિ બિલ છે વિરોધનું કારણ
જે ત્રણ બિલો દ્વારા કૃષિ સુધારના દાવા કરવામાં આવી રહ્યાં છે તે છે ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ 2020 Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020, ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિઝ બિલ 2020 Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020, અને ધ એસેન્શિયલ કોમોડિટિઝ (એમેડમેન્ટ) બિલ 2020 (Essential Commodities (Amendment) Bill, 2020.
વિરોધનું અસલ કારણ છે MSP
હવે તેને વિસ્તારથી સમજીએ. પહેલુ બિલ છે જરૂરી વસ્તુ (સંશોધન બિલ), બીજુ બિલ છે ખેડૂત ઉપજ ધંધો અને વ્યવસાય (સંવર્ધન અને સરલીકરણ) બિલ અને ત્રીજુ બિલ છે ખેડૂત (સશસ્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ. અલગ અલગ સમસ્યા છે પરંતુ એક કોમન સમસ્યા છે જે આ બિલ સામે થયેલા વિરોધનો આધાર છે તે છે ટેકાનો ભાવ એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP).
ખેડૂતોના મનમાં છે આ આશંકાઓ
વિશ્લેષકો અને ચિંતકોનું કહેવું છે કે ત્રણ બિલોમાં ટેકાના ભાવ (MSP)નો એકવાર પણ ઉલ્લેખ નથી અને આ કારણે તેમને ડર છે કે સરકાર ક્યાંક તેના દ્વારા MSP વ્યવસ્થા ખતમ તો કરવા નથી ઈચ્છતી ને. જો કે સરકારે કહ્યું છે કે MSPને ખતમ કરવાની કોઈ યોજના નથી. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ વિષયમાં તેમને ભરોસામાં લેવામાં આવ્યા નથી.
હરસિમરત કોરે આ કારણે આપ્યું રાજીનામું
કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું અને કહ્યું કે કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગના મુદ્દે ખેડૂતોની આશંકાઓ દૂર કર્યા વગર ભારત સરકારે બિલને આગળ વધારવાનો નિર્ણય લીધો છે. વિરોધનું એક કારણ આ પણ છે.
આ બિલમાં છે શું?
કેન્દ્ર સરકાર કાયદા તરીકે જે વ્યવસ્થા લાગુ કરી રહી છે તેને જોઈએ તો તેમાં કેટલાક મૂળભૂત ફેરફાર કરીને નવી જોગવાઈ મૂકવામાં આવી છે. નિયમાનુસાર, હવે વેપારી મંડી બહાર પણ ખેડૂતોનો પાક ખરીદી શકશે. હાલની વ્યવસ્થામાં ખેડૂતો પોતાનો પાક ફક્ત મંડીમાં જ વેચી શકે એટલે કે ખેડૂતોનો પાક ફક્ત મંડીથી જ ખરીદી શકાતો હતો.
દાળ, બટાકા-ડુંગળી જરૂરી વસ્તુની યાદીમાંથી બહાર
કેન્દ્ર સરકારે દાળ, બટાકા, ડુંગળી,અનાજ, ખાદ્ય તેલ વગેરે વસ્તુઓને જરૂરી વસ્તુઓના નિયમમાંથી બહાર કરીને તેની સ્ટોક સીમા ખતમ કરી દીધી છે. આ બંને ઉપરાંત કેન્દ્ર સરકાર કોન્ટ્રાક્ટ ફોર્મિંગને પ્રોત્સાહન આપવાની નીતિ ઉપર પણ કામ શરૂ કરી રહી છે. જેના પ્રત્યે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
શું છે જરૂરી વસ્તુ અધિનિયમ
આવશ્યક વસ્તુના નિયમને સમજવા માટે આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 પર નજર ફેરવવી જોઈએ. આ અધિનિયમને 1955માં ભારતની સંસદે પાસ કર્યો હતો. ત્યારે સરકારે આ કાયદાના મદદથી 'જરૂરી વસ્તુઓ'નું ઉત્પાદન, આપૂર્તિ અને વિતરણનું નિયંત્રણ કરે છે જેથી કરીને ગ્રાહકોને યોગ્ય ભાવે આ વસ્તુઓ મળી શકે.
સરકાર જો કોઈ વસ્તુને જરૂરી વસ્તુ જાહેર કરી દે છે તો સરકાર પાસે તેનો અધિકાર આવી જાય છે કે સરકાર પેકેજ્ડ પ્રોડક્ટનું મેક્સિમમ રિટેલ પ્રાઈસ (MRP) નક્કી કરી નાખે. તે મૂલ્યથી વધુ કિંમત પર વસ્તુ વેચવાથી સજા થઈ શકે છે.
એસેન્શિયલ કોમોડિટી (અમેડમેન્ટ) ઓર્ડિનન્સથી આ વાતનો ડર
જરૂરી વસ્તુની સૂચિમાં વસ્તુકે ઉત્પાદનનું નામ આવ્યા બાદ કાળાબજારી કે જમાખોરીથી તે વસ્તુની સુરક્ષા પણ થઈ જાય છે. જમાખોરીના કારણે આ વસ્તુઓની આપૂર્તિ પ્રભાવિત થાય છે જેનાથી જનજીવન પ્રભાવિત થશે. આવામાં જો દાળ, બટાકા, ડુંગળી, અનાજ, ખાદ્ય તેલ, જરૂરી વસ્તુઓની યાદીઓમાંથી બહાર થઈ ગયા તો તેમના જમાખોરીની આશંકા વધી જશે. આલોચકો અને વિશ્લેષકોનું કહેવું છે કે ફૂડ સિક્યુરિટી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.
આ બિલ અંગે સરકારના તર્ક વિતર્ક
1. ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ 2020 Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020
હવે ત્રણેય બિલને વિસ્તારથી જાણીએ અને સરકારનો તર્ક અને વિરોધનું કારણ સમજીએ. આ બિલ હેઠળ સરકારની યોજના છે કે પાક ઉત્પાદનને લઈને એવું એક તંત્ર વિક્સિત થાય જ્યાં ખેડૂતો ઈચ્છે તે જગ્યાએ પોતાનો પાક વેચી શકે. જેના દ્વારા ખેડૂતો પોતાના પાકનો સોદો ફક્ત પોતાના રાજ્યમાં જ નહીં પરંતુ બીજા રાજ્યના લાઈસન્સ વેપારીઓ સાથે પણ કરી શકે છે.
સરકારનો દાવો
સરકારનો દાવો છે કે આ નીતિ દ્વારા જે વિસ્તારોમાં ખેડૂતોની પાસે વધારાનો પાક છે તે રાજ્યોમાં તેમને સારા કિંમત મળશે. આ જ રીતે જે રાજ્યોમાં ઉણપ છે ત્યાં પણ તેમને ઓછા ભાવે વસ્તુઓ મળશે.
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે એટલે કે જે સવાલને લઈને સંસદથી રસ્તાઓ સુધી વિરોધ જોવા મળી રહ્યો છે તેના માટે જવાબદાર મંત્રાલયના મંત્રી તેનો જવાબ લઈને હાજર છે.
અત્યારના નિયમથી આ મુશ્કેલી
કૃષિ મંત્રાલયના જણાવ્યાં મુજબ હાલની વ્યવસ્થાથી ખેડૂતોની પાસે પોતાનો પાક વેચવા માટે વધુ વિકલ્પો નથી. ખેડૂતો રજિસ્ટર્ડ લાઈસન્સધારક કે રાજ્ય સરકારને જ પોતાનો પાક વેચી શકે છે. બીજા રાજ્યમાં કે ઈ ટ્રેડિંગ દ્વારા પાક વેચી શકે નહીં. વેચવાની તકો ઓછી થવાથી લાભની તકો પણ સીધી રીતે ઓછી થઈ જાય છે.
વિરોધીઓને ચિંતા MSP ખતમ થઈ જશે
વિરોધીઓને ડર છે કે આ વ્યવસ્થા લાગુ થવાથી મંડી વ્યવસ્થા ખતમ થઈ જશે. આ વ્યવસ્થા ખતમ થઈ તો રાજ્યોને મંડી ટેક્સ નહીં મળે. બજારો ખતમ થઈ ગયા તો ખેડૂતોને એમએસપી એટલે કે ટેકાનો ભાવ નહીં મળે. બજારો ખતમ થવાથી માર્કેટ રેગ્યુલરેટ થશે નહીં. આ પ્રકારે ખેડૂતો અને રાજ્યોને જ સંપૂર્ણ નુકસાન થશે.
किसानों को भ्रमित करने में बहुत सारी शक्तियां लगी हुई हैं। मैं अपने किसान भाइयों और बहनों को आश्वस्त करता हूं कि MSP और सरकारी खरीद की व्यवस्था बनी रहेगी। ये विधेयक वास्तव में किसानों को कई और विकल्प प्रदान कर उन्हें सही मायने में सशक्त करने वाले हैं। #JaiKisan
— Narendra Modi (@narendramodi) September 17, 2020
સરકારનો જવાબ
આ સવાલ પર પીએમ મોદી અને કૃષિમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે મંડી વ્યવસ્થા જળવાઈ રહેશે. તેના પર કોઈ અસર પડવા દેવાશે નહીં. આ સાથે જ ન્યૂનતમ સમર્થન મૂલ્યને પણ આ કાયદાથી કોઈ જોખમ નથી. સરકાર તેમા કોઈ ફેરફાર કરવાની નથી. પરંતુ આમ છતાં વિરોધ થઈ રહ્યો છે.
2. ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિઝ બિલ 2020 Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020
સરકારનું જે બીજુ બિલ છે તેમાં સરકારનો દાવો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને નેશનલ ફ્રેમવર્ક મળશે. તેનાથી ખેતી સંબંધિત તમામ રિસ્ક ખેડૂતોના નહીં પરંતુ તેમને કરાર આપનારાઓના માથે રહેશે. બીજો મોટો લાભ એ રહેશે કે ખેડૂતોને પોતાના ઉત્પાદનોના માર્કેટિંગ પર ખર્ચ નહીં થાય અને દલાલ ખતમ થશે.
मौसम के जोखिम और बाजार के उतार-चढ़ाव से सुरक्षा के कारण इस अध्यादेश ने किसानों के लिए नई संभावनाओं और नई आशाओं के द्वार खोल दिए हैं एवं किसानों की समृद्धि का मार्ग प्रशस्त किया है।#AatmaNirbharKrishi #JaiKisan @AgriGoI
— Narendra Singh Tomar (@nstomar) September 17, 2020
બોનસ પ્રિમિયમની જોગવાઈ
સરકારની કોશિશ છે કે જે પણ એગ્રી બિઝનેસ કંપનીઓ છે, કે હોલસેલર્સ, એક્સપોર્ટર્સ અને રિટેલર્સ છે ખેડૂતો તેમની સાથે પોતે એગ્રીમેન્ટ કરીને પરસ્પર કિંમતો નક્કી કરશે અને પાક વેચશે. ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળશે. વિવાદ થશે તો સમય મર્યાદામાં તેના ઉકેલની પ્રભાવી વ્યવસ્થા હશે. બોનસ કે પ્રીમીયમની જોગવાઈ હશે.
કૃષિ આજે પણ અનિશ્ચિત પ્રક્રિયા
હાલના સમયમાં એવું હોય છે કે કૃષિ આજે પણ એક અનિશ્ચિત પ્રોસેસ છે. જેમાં ચોમાસુ, બજારની અનુકૂળથા વગેરેનો પ્રભાવ પડે છે. જે ખેતીને રિસ્કી બનાવી દે છે. ખેડૂતોએ ભરપૂર મહેનત કરી. પરંતુ તેનું રિટર્ન મળતું નથી. આથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગને મોટા પાયે પ્રોત્સાહન મળે તે જરૂરી છે. ખેડૂતો રિસ્ક મેનેજમેન્ટ માટે શેરડી અને પોલ્ટ્રી સેક્ટર કરાર કરે છે.
इन कृषि सुधारों से किसानों को अपनी उपज देशभर में किसी को भी सही कीमत पर बेचने का विकल्प खुलेगा, जिससे उनका मुनाफा बढ़ेगा। इससे हमारी कृषि आधुनिक होगी, प्रतिस्पर्धा बढ़ेगी और हमारे अन्नदाता आत्मनिर्भर और सशक्त होंगे। #JaiKisan #AtmaNirbharKrishi@narendramodi @nstomar
— Ram Vilas Paswan (@irvpaswan) September 17, 2020
સરકારનો જવાબ
વિરોધીઓએ જે સવાલ ઉઠાવ્યા છે તે મુજબ જો વિવાદની સ્થિતિ થાય તો ખેડૂતો કોર્પોરેટ સાથે કેવી રીતે લડશે. તેમની પાસે સંસાધન ઓછા પડશે. તેમનો એ પણ સવાલ છે કે ભાવ કેવી રીતે નક્કી થશે. જેના જવાબમાં સરકાર કહે છે કે એગ્રીમેન્ટ સપ્લાય, ક્વોલિટી ગ્રેડ, સ્ટાન્ડર્ડ તથા કિંમતથી સંબંધિત શરતો પર થશે. વિવાદની સ્થિતિમાં તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે.
3. ધ એસેન્શિયલ કોમોડિટિઝ (એમેડમેન્ટ) બિલ 2020 (Essential Commodities (Amendment) Bill, 2020
જરૂરી વસ્તુ (સંશોધન) બિલ 1955માં બનાવવામાં આવેલા જરૂરી વસ્તુ બિલની જોગવાઈઓની વ્યાખ્યા કરે છે. સરકારે તેની જોગવાઈઓમાંથી અનાજ, દાળો, ખાદ્યતેલો, ડુંગળી, બટાકાને જરૂરી વસ્તુની સૂચિમાંથી હટાવ્યા છે.
તેની પાછળ તર્ક એ છે કે સરકાર સામાન્ય અવસ્થામાં તેનો સંગ્રહ કરવા અને વિતરણ કરવા પર પોતાનું નિયંત્રણ રાખી શકશે નહીં. જેના દ્વારા ફૂડ સપ્લાય ચેનને આધુનિક બનાવવામાં આવશે અને સાથે સાથે કિંમતોમાં સ્થિરતા જાળવી રખાશે.
જ્યારે શાકભાજીઓના ભાવ બમણા થઈ જશે કે ખરાબ ન થનારા પાકની રિટેલ કિમત 50 ટકા વધી જશે તો સ્ટોક લિમિટ લાગુ થશે. પરંતુ યુદ્ધ અને આફત સમયની સ્થિતિઓમાં કેન્દ્ર સરકાર પુન:નિયંત્રણ તરીકે પોતાના હાથમાં લેશે.
સરકારનો તર્ક
સરકારનું કહેવું છે કે હાલની વ્યવસ્થામાં જરૂરી વસ્તુ અધિનિયમના કારણે કોલ્ડ સ્ટોરેજ, ગોદામો, પ્રોસેસિંગ અને એક્સપોર્ટમાં રોકાણ ઓછું થવાના કારણે ખેડૂતોને લાભ મળતો નથી. જો પાક જલદી સડે એવો હોય અને બમણું ઉત્પાદન થયું હોય તો ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવવું પડે છે.
આ અધિનિયમ કાયદો બને તેના પર એટલા માટે આપત્તિ વ્યક્ત કરાઈ રહી છે કારણ કે તેનાથી ભાવોમાં અસ્થિરતા આવશે. ફૂડ સિક્યુરિટી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. રાજ્યોને એ પણ ખબર નહીં પડે કે રાજ્યોમાં કઈ વસ્તુનો કેટલો સ્ટોક છે. આ સાથે જ જરૂરી વસ્તુઓના કાળાબજાર વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે