પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અંતિમ પુસ્તક પર પુત્ર-પુત્રી વચ્ચે સંગ્રામ, અભિજીતે રોકવાની કરી વિનંતી, શર્મિષ્ઠાએ કર્યો વિરોધ

Controversy on The Presidential Years : પૂર્વ સાંસદ અભિજીતે તે પણ કહ્યુ કે, તેમણે પુસ્તક 'ધ 'પ્રેસિડેન્શિયલ યર'નું પ્રકાશન રોકવા માટે રૂપા પ્રકાશનને પત્ર લખ્યો છે, જે તેનું પ્રકાશન કરી રહી છે. તો પુત્રી શર્મિષ્ઠાએ ટ્વીટ કરી વિવાદ ન ઉભો કરવાનું કહ્યું છે. 

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અંતિમ પુસ્તક પર પુત્ર-પુત્રી વચ્ચે સંગ્રામ, અભિજીતે રોકવાની કરી વિનંતી, શર્મિષ્ઠાએ કર્યો વિરોધ

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ પોતાના પિતાના સંસ્મરણનો હવાલો આપી મીડિયામાં આવેલી કેટલીક વાતોને 'પ્રેરિત' ગણાવતા પ્રકાશકને વિનંતી કરી છે કે તે તેમની લેખિત સહમતિ સુધી પ્રકાશન રોકી રાખે. પરંતુ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ પોતાના ભાઈના નિવેદનનો વિરોધ કરતા કહ્યું કે, 'સસ્તા પ્રચાર' માટે પુસ્તકના પ્રકાશનને રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. 

પુત્ર અભિજીતે કરી પ્રકાશન રોકવાની અપીલ
પૂર્વ સાંસદ અભિજીતે તે પણ કહ્યુ કે, તેમણે પુસ્તક 'ધ 'પ્રેસિડેન્શિયલ યર'નું પ્રકાશન રોકવા માટે રૂપા પ્રકાશનને પત્ર લખ્યો છે, જે તેનું પ્રકાશન કરી રહી છે. અભિજીતે રૂપા પ્રકાશન અને તેના મેનેજિંગ ડાયરેક્ટર કપિશ મેહરાને ટેગ કરતા ટ્વીટ કર્યુ, 'સંસ્મરણના લેખકનો પુત્ર હોવાને કારણે હું તમને લોકોને આગ્રહ કરુ છું આ પુસ્તક અને મારી સહમતિ વગર મીડિયાના કેટલાક ભાગમાં આવેલા પુસ્તકના પ્રેરિત અંશોનું પ્રકાશન બંધ કરવુ જોઈએ.'

abijeet tweet

પ્રકાશન પહેલા વ્યક્ત કરી વાંચવાની ઈચ્છા
તેમણે કહ્યું, 'મારા પિતા આ દુનિયામાં નથી. તેવામાં તેમના પુત્ર હોવાને કારણે હું આ પુસ્કરની સામગ્રીનો અભ્યાસ કરવા ઈચ્છુ છું, કારણ કે મારૂ માનવુ છે કે જો મારા પિતા જીવીત હોત તો તે પણ આમ કરત.' પૂર્વ કોંગ્રેસ સાંસદે કહ્યુ, તેવામાં હું તમને લોકોને આગ્રહ કરુ છું કે જ્યાં સુધી હું તેનો અભ્યાસ ન કરી લઉં ત્યાં સુધી તમે લોકો મારી લેખિત સહમતિ વગર આ પુસ્તકનું પ્રકાશન તત્કાલ રોકો. હું આ વિશે તમને લોકોને પહેલા જ વિસ્તૃત પત્ર મોકલી ચુક્યો છું. 

પુત્રી શર્મિષ્ઠાએ ભાઈને કહ્યુ- બિનજરૂરી અવરોધ ઉભો ન કરે
અભિજીતના આ ટ્વીટ પર મેહરા અને તેમના પ્રકાશન તરફથી હાલ કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ પોતાના ભાઈના ટ્વીટનો જવાબ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યુ, 'હું સંસ્મરણના લેખતની પુત્રી તરીકે પોતાના ભાઈ અભિજીત મુખર્જીને આગ્રહ કરુ છું કે તે પિતા દ્વારા લખવામાં આવેલ અંતિમ પુસ્તકના પ્રકાશનમાં બિનજરૂરી અવરોધ ઉભો ન કરે. તે (મુખર્જી) બીમાર થતાં પહેલા તેને લખી ચુક્યા છે.' તેણે તે પણ કહ્યું, પુસ્તકની સાથે મારા પિતાના હાથે લખાયેલા નોટ અને ટિપ્પણીઓ છે જેનું કડકથી અનુસરણ કરવામાં આવ્યું છે. તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચાર તેમના પોતાના છે અને કોઈએ સસ્તા પ્રમાર માટે તેના પ્રકાશનને રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આ અમારા દિવંગત પિતા માટે સૌથી મોટો અન્યાય હશે.

sharmistha tweet

પુસ્તકના કેટલાક અંશો લીક
હકીકતમાં પ્રકાશન તરફથી મીડિયામાં જારી પુસ્તકના અંશો પ્રમાણે, તેમાં મુખર્જીએ રાષ્ટ્રપતિ તરીકે પોતાના અનુભવો અને કોંગ્રેસના નેતૃત્વના સંદર્ભમાં ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો છે. જાહેર થયેલા અંશો અનુસાર, તેમાં મુખર્જીએ લખ્યુ છે કે તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસ રાજનીતિક દિશાથી ભટકી ગઈ અને કેટલાક પાર્ટી સભ્યોનું માનવુ હતું કે, જો 2004મા તે પ્રધાનમંત્રી બનત તો 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કારમો પરાજય સહન કરવાનો વારો ન આવત. મુખર્જીએ પોતાના નિધન પહેલા સંસ્મરણ 'ધ પ્રેસિડેન્શિયલ યર'ને લખી ચુક્યા છે. રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક જાન્યુઆરી 2021મા વાચકો માટે ઉપલબ્ધ થશે. મુખર્જીનું કોરોના વાયરસ સંક્રમણ બાદ ઘણી સ્વાસ્થ્ય સંબંધી બીમારીને કારણે ગત 31 જુલાઈના 84 વર્ષની ઉંમરે નિધન થયું હતું. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news