ભોપાલ લોકસભા બેઠક પરથી હવે પ્રજ્ઞા ઠાકુર નહીં લડે ચૂંટણી, જાણો કેમ પાછી ખેંચી ઉમેદવારી

મધ્ય પ્રદેશની હાઈપ્રોફાઈલ લોકસભા બેઠક ભોપાલથી પ્રજ્ઞા ઠાકુરે ઉમેદવારી પાછી ખેંચીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. પરંતુ આ ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર નહીં પરંતુ સેમ ટુ સેમ નામવાળા અપક્ષ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર છે.

ભોપાલ લોકસભા બેઠક પરથી હવે પ્રજ્ઞા ઠાકુર નહીં લડે ચૂંટણી, જાણો કેમ પાછી ખેંચી ઉમેદવારી

નવી દિલ્હી: મધ્ય પ્રદેશની હાઈપ્રોફાઈલ લોકસભા બેઠક ભોપાલથી પ્રજ્ઞા ઠાકુરે ઉમેદવારી પાછી ખેંચીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. પરંતુ આ ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર નહીં પરંતુ સેમ ટુ સેમ નામવાળા અપક્ષ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર છે. જેમણે ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના કહેવા પર ઉમેદવારી પાછી ખેંચી છે. જેના કારણે ભાજપને મોટી રાહત મળી છે. વાત જાણે એમ છે કે ભોપાલ લોકસભા બેઠખ માટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના સેમ ટુ સેમ નામવાળા ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર ચૂંટણી મેદાનમાં હતાં. જેના કારણે ભાજપ સહિત ખુદ પ્રજ્ઞા ઠાકુરને પણ મુશ્કેલીઓ નડી રહી હતી. કારણ કે એક જેવું નામ હોવાના કારણે ક્યાંક જનતા ભ્રમિત ન થાય તેવો ડર હતો. ત્યારબાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આ બીજા પ્રજ્ઞા ઠાકુરને મળવા માટે ઘરે બોલાવ્યાં અને ત્યાં તેમને ચૂંટણી ન લડવાની અપીલ કરી. 

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મનાવતા આખરે આ બીજા પ્રજ્ઞા ઠાકુર માની ગયા અને તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી. ત્યારબાદ હવે ભાજપે રાહતના શ્વાસ લીધા છે. પ્રજ્ઞા ઠાકુરની ચૂંટણી ન લડવાની જાહેરાત બાદ સાધ્વી પ્રજ્ઞાએ પ્રજ્ઞા ઠાકુરને ભગવા કપડાં પહેરાવીને તથા તિલક લગાવીને તેમનું સન્માન કર્યું. આ દરમિયાન ભાજપના અનેક મોટા નેતાઓ સાધ્વી પ્રજ્ઞાના ઘરે હાજર હતાં. જેમાં ભાજપ પ્રદેશાધ્યક્ષ પ્રભાત ઝા તથા અનેક સ્થાનિક નેતાઓ સામેલ હતાં. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ભોપાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની જેમ જ એક બીજા પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારી દાખલ થવાથી ભાજપને એ વાતની આશંકા હતી કે મતદારો ક્યાંક ગેરસમજનો ભોગ બનીને સાધ્વી પ્રજ્ઞાની જગ્યાએ પ્રજ્ઞા ઠાકુરને મત ન આપી દે. જેના કારણે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતે આ બીજા પ્રજ્ઞા ઠાકુરને પોતાના ઘરે  બોલાવીને ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચવાની વાત કરી. જેના પર પ્રજ્ઞા ઠાકુરે હા પાડી અને ભાજપને રાહત મળી. 

જો કે ભલે પ્રજ્ઞા ઠાકુરે ભોપાલથી ઉમેદવારી પાછી ખેંચી હોય પરંતુ શહીદ હેમંત કરકરે પરના નિવેદનને લઈને જનતામાં હજુ પણ તેમના પ્રત્યે નારાજગી છે, જેને પગલે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news