સાધ્વી પ્રજ્ઞા સાથે મારી તુલના ન કરો, તેઓ એક મહાન સંત અને હું સાધારણ મૂર્ખ પ્રાણી: ઉમા ભારતી
Trending Photos
નવી દિલ્હી: ખજુરાહો લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વિષ્ણુદત્ત શર્માનો પ્રચાર કરવા માટે કટની પહોંચેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીને જ્યારે પૂછવામાં આવ્યું કે મધ્ય પ્રદેશના રાજકારણમાં સાધ્વી પ્રજ્ઞા તેમની જગ્યા લઈ શકે છે તો તેમણે કહ્યું કે મારી સરખામણી સાધ્વી પ્રજ્ઞા સાથે ન કરો. હું તેમની સરખામણીમાં ખુબ સાધારણ અને મૂર્ખ પ્રાણી છું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા એક મહાન સંત છે. મારી સરખામણી ન તેમની સાથે ન કરો.
આવામાં ઉભા ભારતીના આ નિવેદનના અનેક અર્થો તારવવામાં આવી રહ્યાં છે. જ્યાં અનેક લોકોએ તેને ઉમા ભારતીનો સાધ્વી પ્રજ્ઞા પરનો કટાક્ષ ગણાવ્યો તો અનેક લોકોએ તેને ફક્ત તેમના વિચાર ગણાવ્યાં. અત્રે જણાવવાનું કે બુંદેલખંડમાં ઉમા ભારતી ખુબ લોકપ્રિય છે. વર્તમાનમાં તેઓ ઝાંસીથી સાંસદ છે. આવામાં ખજુરાહોમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય છે. જેના કારણે ભાજપના ઉમેદવારના પ્રચારમાં તેઓ ત્યાં પહોંચ્યા હતાં. અત્રે જણાવવાનું કે ખજુરાહો લોકસભા બેઠક માટે બહારના ઉમેદવારને ટિકિટ આપવા પર ભાજપના કાર્યકર્તાઓ ખુબ વિરોધ કરી રહ્યાં છે. જેના કારણે ભાજપે ઉમા ભારતીને ખજુરાહોના ભાજપના કાર્યકર્તાઓને સમજાવવાની જવાબદારી સોંપેલી છે.
Union Minister and BJP leader Uma Bharti on being asked if Pragya Singh Thakur will take her place in Madhya Pradesh politics: She is a great saint, don't compare me with her, I'm just an ordinary and foolish creature. (27.4.19) pic.twitter.com/rxfgDoRTFf
— ANI (@ANI) April 28, 2019
આ અગાઉ મધ્ય પ્રદેશના દમોહ લોકસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા ઉમા ભારતીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમણે આગામી દોઢ વર્ષ સુધી ચૂંટણી રાજકારણથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. જેના કારણે તેઓ આ વખતે ચૂંટણી લડી રહ્યાં નથી. પરંતુ ત્યારબાદ પાર્ટી તેમને જ્યાંથી પણ ચૂંટણીના મેદાનમાં ઉતારશે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર હશે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે ભાજપે મધ્ય પ્રદેશની લોકસભા બેઠક માટે માલેગાંવ બ્લાસ્ટમાં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. અહીં તેમનો મુકાબલો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સામે છે. આવામાં દરેક જણ જોવા માટે આતુર છે કે આ બેઠકનું શું પરિણામ આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે