Congress માં જોડાઇ શકે છે ચૂંટણી રણનીતિકાર Prashant Kishor, પાર્ટીમાં મોટી 'સર્જરી'ની તૈયારી!

પ્રશાંત કિશોરની ગાંધી પરિવાર સાથે મુલાકાત સાથે જ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે પ્રશાંત કિશોર 2024 માં થનાર લોકોસભા ચૂંટણી (Lok Sabha Election 2024) માટે મોટી યોજના તૈયાર કરી રહી છે.

Congress માં જોડાઇ શકે છે ચૂંટણી રણનીતિકાર Prashant Kishor, પાર્ટીમાં મોટી 'સર્જરી'ની તૈયારી!

નવી દિલ્હી: સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ (Congress) માં મોટા ફેરફાર થઇ શકે છે. આ ક્રમમાં સૌથી મોટા સમાચાર એ છે કે ચૂંટણી રણૅનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. મંગળવારે જ ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kumar) એ દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) સાથે મુલાકાત કરી હતી. 

શું છે ગાંધી પરિવારની યોજના?
પ્રશાંત કિશોરની ગાંધી પરિવાર સાથે મુલાકાત સાથે જ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે પ્રશાંત કિશોર 2024 માં થનાર લોકોસભા ચૂંટણી (Lok Sabha Election 2024) માટે મોટી યોજના તૈયાર કરી રહી છે. પ્રશાંત કિશોર (Prashant Kumar) સાથે આ નેતાઓની બેઠક દિલ્હીમાં એક કોંગ્રેસ સાંસદના આવાસ પર થઇ, જ્યાં મીટિંગમાં સામેલ થવા મઍટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) વર્ચુઅલી બેઠક સામેલ થઇ હતી. 

મિશન 2024 ની તૈયારીમાં જોડાયા પ્રશાંત?
પ્રશાંત કિશોર (Prashant Kumar) ની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે તે 2024 માં યોજાનાર લોકસભા સભા ચૂંટણી (Lok Sabha Election 2024) માટે મોટી યોજના તૈયાર કરી રહ્યા છે. તેની સાથે જ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં પંજાબ કોંગ્રેસ બાદ પ્રમુખ નેતાઓ સીએમ અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે ચાલી રહેલા કલેહને લઇને પણ ચર્ચા થઇ. 

ફક્ત રણનીતિ નહી, કહાની કંઇક અલગ છે?
સૂત્રોના અનુસાર બેઠક પંજાબ અથવા ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીને લઇને ન હતી અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કોઇ મોટી યોજનાની તૈયારીનો ભાગ છે. આ સંકેત છે કે પ્રશાંત કિશોર (Prashant Kumar) 2024 ના લોકસભા ચૂંટણી  (Lok Sabha Election 2024) માટે કોંગ્રેસની લડાઇને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ વખતે પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે ફક્ત રણીતિ જ નહી બનાવશે પરંત્ગુ તે કોંગ્રેસનો ભાગ બની શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news