સુશીલ મોદીએ રાહુલ ગાંધીને ચોખ્ખા શબ્દોમાં કહ્યું, હિંમત હોય તો વાસ્તવિક નામથી ચૂંટણી લડીને બતાવો...
Trending Photos
નવી દિલ્હી :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર બિહારમાં રાજકીય માહોલ ગરમાયો છે. બિહાર બીજેપીના તમામ મોટા નેતાઓએ રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલો કર્યો હતો. બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ ટ્વિટ કરીને રાહુલ પર મોટો હુમલો કર્યો. સુશીલ મોદીએ કહ્યું કે, જે પરિવારે પોતાના પિતામહ ફિરોઝ ખાનના વાસ્તવિક ઉપનામને મટાડીને ગાંધી સરનેમ મટાડીને ગાંધી સરનેમનો ઉપયોગ કર્યો અને જનતાને ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરીને દેશ પર રાજ કર્યું.
VIDEO : અક્ષયે અનુભવ્યો એ દુખાવો, જે આખી દુનિયાની મહિલાઓને થાય છે...
તેમણે કહ્યું કે, ગાંધી પરિવારના કોઈ શખ્સને કોઈ કૃપાથી મળેલા નામ પર ગર્વ ન લેવો જોઈએ. રાહુલ ગાંધીને પોતાના પર ભરોસો છે, તો તેઓ પોતાના વાસ્તવિક નામથી ઈલેક્શન લડીને બતાવે. જોકે, જો તેઓનું નામ રાહુલ સાવરકર હોય તો તેઓ જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 અને નાગરિકતા સંશોધન બિલ પર ઈમરાનની ભાષા ન બોલતા.
जिस परिवार ने अपने पितामह फिरोज खान के वास्तविक उपनाम को मिटाकर "गांधी" सरनेम का इस्तेमाल किया और जनता की इमोशनल ब्लैकमेलिंग करते हुए देश पर राज किया, उसके किसी शख्स को किसी की कृपा से मिले नाम पर इतराना नहीं चाहिए।
राहुल खान गांधी को खुद पर यदि भरोसा है, तो वे अपने वास्तविक.. pic.twitter.com/ysvsxEWMYF
— Sushil Kumar Modi (@SushilModi) December 14, 2019
તો આરજેડીના ધારાસભ્ય રાહુલ તિવારીએ નિવેદનને રાજનીતિક દરિદ્રતાનો પરિચય બતાવ્યો છે. સુશીલ મોદી ગિરીરાજ સિંહ જેવા નેતા જુગ્ગી ઝૂંપડીમાં રહેનારાઓની ભાષા બોલે છે.
તો બીજેપી પ્રવક્તા નિખીલ આનંદે કહ્યું કે, રાજકીય લાભ માટે ફિરોઝ ગાંધીની વિરાસત છોડીને રાહુલ ગાંધીના પરિવારે નહેરુની વિરાસતને વધારી છે. રાહુલ ગાંધીને તો પોતાના દાદાની પુણ્યતિથિ પણ યાદ નહિ હોય. ગાંધી પરિવારે આજ સુધી ફિરોઝ ગાંધી પર ફૂલ પણ ચઢાવ્યું નહિ હોય.
binsachivalay examમાં FSLનો મોટો ખુલાસો, પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા પેપર વોટ્સએપમાં ફરતુ થયું હતું
તો, રાહુલ ગાંધી પર સુશીલ મોદી અને ગિરીરાજ સિંહની ટિપ્પણી પર જેડીયુ નેતા ગુલામ ગૌસે આપત્તિ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, સુશીલ મોદી પાસેથી આવા નિવેદનની અપેક્ષા રાખી શકાતી નથી. શું ખાન સરનેમ લગાવનારા ઈલેક્શન નથી જીતી શક્તા. ગિરીરાજ સિંહના આવા નિવેદન પર માફઈ છે, પરંતુ સુશીલ મોદીએ આવું નિવેદન ન આપવું જોઈએ.
સાથે જ સુશીલ મોદી અને ગિરીરાજ સિંહના નિવેદન પર કોંગ્રેસ નેતા પ્રેમચંદ મિશ્રાએ કહ્યું કે, ગિરીરાજ સિંહ અને સુશીલ મોદી રાજકીય એપિડક્સ છે. તેમની રાજનીતિમાં કોઈ જરૂર નથી. રાહુલ ગાંધી તો જન્મજાત ગાંધી છે. નામ અને સરનેમ તો બીજેપીના નેતા બદલી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે