બંગાળ: Lockdown ઉલ્લંઘન અટકાવવા ગઈ પોલીસ પર ટાળાનો હુમલો, બોટલ ફેંકી; ગાડીમાં તોડફોડ
Trending Photos
હાવડા: કોરોનાના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. પોલીસ કર્મી લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી તેમની ડ્યુટી કરી રહ્યાં છે પરંતુ તેમ છતાં કોરોના વોરિયર્સ પર હુમલા થઈ રહ્યાં છે. હવે હાવડામાં લોકડાઉન ઉલ્લંઘન રોકવા ગયેલી પોલીસ પર મંગળવારના ભીડે હુમલો કર્યો હતો. પથ્થરમારો કરવાની સાથે બોટલ પણ ફેંકી હતી. પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી.
હાવડાના ટિકિયાપાડામાં લોકડાઉન તોડી મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું. ટોળાને નિયંત્રિત કરવા ગયેલી પોલીસ અને RAFના કર્મચારીઓ પર ટોળાએ હુમલો કર્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટાળાનો પોલીસ કર્માચીરીઓ પર પથ્થરમારો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે બંગાળમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2451 કેસ નોંધાયા છે અને પ્રદેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 385 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે