20 રૂપિયામાં 2 લાખનો વીમો! સાવ સસ્તામાં, સાવ સરળ રીતે મેળવો સૌથી સસ્તો વીમો

PMSBY- કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ, તમારા ખાતામાંથી વાર્ષિક ફક્ત 20 રૂપિયા જ કપાશે અને તમને 2 લાખ રૂપિયાનો મોટો લાભ મળશે. એકવાર બેન્ક ખાતામાંથી રૂપિયા 20 કપાવી લો : 2 લાખની મળી જશે સરકારી વીમા યોજના, આ રીતે કરો પ્રોસેસ.

20 રૂપિયામાં 2 લાખનો વીમો! સાવ સસ્તામાં, સાવ સરળ રીતે મેળવો સૌથી સસ્તો વીમો

Pradhan Mantri Suraksha Bima Yojana/વીમા કંપનીઓમાં સૌથી સસ્તો વીમો! વર્તમાન સમયમાં જીવન વીમા યોજનાનું મહત્વ વધી રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં વીમો મેળવી રહ્યા છે. જો કે, આ સમય દરમિયાન કેટલાક લોકો એવા છે જેઓ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) યોજના ખૂબ જ ઓછા પ્રીમિયમ પર જીવન વીમો પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે PMSBY કેન્દ્ર સરકારની એક એવી યોજના છે, જેના હેઠળ ખાતાધારકને માત્ર 20 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે.

તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલાં કેન્દ્ર સરકારે ખૂબ જ નજીવા પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. PMSBYનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 20 રૂપિયા છે. તમારે આ પ્રીમિયમ મે મહિનાના અંતે ચૂકવવું પડશે. આ રકમ 31મી મેના રોજ તમારા બેંક ખાતામાંથી આપમેળે કપાઈ જશે. જો તમે PMSBY લીધું હોય તો તમારે બેંક ખાતામાં બેલેન્સ જાળવવું પડશે. ચાલો જાણીએ આ યોજના વિશે….

PMSBYની શરતો જાણો-
18-70 વર્ષની વય જૂથના લોકો PMSBY યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 20 રૂપિયા છે. PMSBY પોલિસી માટેનું પ્રીમિયમ પણ સીધા બેંક ખાતામાંથી કાપવામાં આવે છે. પોલિસી ખરીદતી વખતે બેંક ખાતું PMSBY સાથે જોડાયેલું હોય છે. PMSBY પોલિસી અનુસાર, વીમો ખરીદનાર ગ્રાહકનું અકસ્માતમાં મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં, તેના આશ્રિતને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે.

અગાઉ વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું-
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ ભારત સરકાર દ્વારા વર્ષ 2015 માં શરૂ કરવામાં આવેલ વીમા યોજના છે. જેમાં અકસ્માત થવા પર 2 લાખ સુધીનું કવર આપવામાં આવે છે. આનો લાભ લેવા માટે, 1 જૂન, 2022 થી, 20 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ છે. 1 જૂન 2022 પહેલા પ્રીમિયમ માત્ર 12 રૂપિયા હતું. PMSBY નો ઉદ્દેશ્ય ભારતની મોટી વસ્તીને સુરક્ષા પ્રદાન કરવાનો છે જેમની આવક ઘણી ઓછી છે.

નોંધણી કેવી રીતે કરવી તે જાણો-
તમે બેંકની કોઈપણ શાખામાં જઈને આ પોલિસી માટે અરજી કરી શકો છો. બેંક મિત્રો પણ PMSBY દરેક ઘરે પહોંચાડી રહ્યા છે. આ માટે વીમા એજન્ટોનો પણ સંપર્ક કરી શકાય છે. સરકારી વીમા કંપનીઓ અને ઘણી ખાનગી વીમા કંપનીઓ પણ આ યોજનાનું વેચાણ કરે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news