આવાસ યોજનાના લાભાર્થીઓને પીએમની ભેટ, બેંક એકાઉન્ટમાં ટ્રાંસફર કર્યા 700 કરોડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે (રવિવારે) ત્રિપુરા (Tripura) ના 1 લાખ 47 હજારથી વધુ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા 700 કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યા.

આવાસ યોજનાના લાભાર્થીઓને પીએમની ભેટ, બેંક એકાઉન્ટમાં ટ્રાંસફર કર્યા 700 કરોડ

અગરતલા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે (રવિવારે) ત્રિપુરા (Tripura) ના 1 લાખ 47 હજારથી વધુ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા 700 કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યા. લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ-યોજના-ગ્રામીણ (PMAY-G) હેઠળ તેમના પાકા મકાનો માતે ગ્રાંટ આપવામાં આવશે. લાભાર્થીઓના ખાતામાં સીધા 700 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી. પીએમ મોદીએ આ કાર્યક્રમને વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા સંબોધિત કરી. 

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બેંક ખાતામાં પહેલો હપ્તો ટ્રાંસફર કર્યા બાદ પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વાત કરી. પ્રધાનમંત્રી આવાસ-યોજના-ગ્રામીણ હેઠળ બેંક એકાઉન્ટમાં પહેલો હપ્તો ટ્રાંસફર કર્યા બાદ પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે ગત 7 વર્ષથી અમારો પ્રયત્ન રહ્યો છે કે સરકારની યોજનાનો લાભ મળે. પહેલાં સરકારની યોજનાનો લાભ સિલેક્ટેડ લોકોને મળતો હતો. 

પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણની લાભાર્થી અનીતા સાથે વાત કરી. પીમએ મોદીએ કહ્યું કે હું તમને પાકું મકાન આપીશ પરંતુ તમારા બાળકને પાકુ ભવિષ્ય તમે આપી શકો છો એટલા માટે બાળકોને ભણાવશો. 

પ્રધાનમંત્રી મોદીએ એક અન્ય લાભાર્થીને પૂછ્યું કે શું તમને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં અરજી અથવા હપ્તો મેળવવા માટે કોઇને લાંચ આપવી પડી. જો આપી હોય તો કહેજો. તેના પર લાભાર્થીએ કહ્યું કે ના મારે કોઇ લાંચ આપવી પડી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news