NDHM: હવે બધાનો હશે યૂનિક હેલ્થ ID, PM મોદી કરશે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત
એક ઐતિહાસિક પહેલ અંતર્ગત આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન (પીએમ-ડીએચએમ)નો શુભારંભ કરશે.
Trending Photos
નવી દિલ્હી: એક ઐતિહાસિક પહેલ અંતર્ગત આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન (પીએમ-ડીએચએમ)નો શુભારંભ કરશે. તેના પછી પ્રધાનમંત્રી આ પ્રસંગે સંબોધન પણ કરશે. પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન (National Digital Health Mission) ની પાયલટ પરિયોજનાની ઘોષણા કરી હતી. વર્તમાનમાં, પીએમ-ડીએચએમ 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રારંભિક તબક્કામાં લાગુ કરવામાં આવી રહ્યું છે.
પીએમ-ડીએચએમ (PM DHM) નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ એનએચએની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી પીએમ-જેએવાય)ની ત્રીજી વર્ષગાંઠ સાથે જ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
હાલ 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગત વર્ષે લાલ કિલાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનના પાયલોટની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર હાલમાં આ યોજનાને છ કેંદ્ર શાસિત પ્રદેશોમાં પારંભિક તબક્કામાં લાગૂ કરવામાં જઇ રહી છે. એનડીએચએમ (NDHM) ની રાષ્ટ્રવ્યાપી શરોઅઓઆત આયુષ્માન ભારત વડાપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠ સાથે જ કરવામાં આવી રહી છે. આ અવસર પર કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે.
મોટું ઓનલાઇન પ્લેટફોર્મ તૈયાર થશે
જન, ધન, આધાર અને મોબાઈલ (જેએએમ) ટ્રિનિટી અને સરકારની અન્ય ડિજિટલ પહેલો તરીકે તૈયાર બુનિયાદી માળખાના આધારે, પીએમ-ડીએચએમ સ્વાસ્થ્ય સંબંધિત વ્યક્તિગત જાણકારીની સુરક્ષા, ગોપનીયતા અને ગુપ્તતાને સુનિશ્ચિત કરીને એક વિસ્તૃત શ્રૃંખલાની જોગવાઈના માધ્યમથી ડેટા, માહિતી અને જાણકારીનું એક સહજ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરશે. જેનાથી બુનિયાદી માળખાકીય સેવાઓની સાથે-સાથે અંતર-પ્રચાલનીય અને માપદંડ આધારિત ડિજિટલ પ્રણાલીનો વિધિવત લાભ ઉઠાવી શકાશે. આ અભિયાન અંતર્ગત નાગરિકોની સહમતિથી સ્વાસ્થ્ય રેકોર્ડ સુધી પહોંચ અને આદાન-પ્રદાનને સક્ષમ બનાવી શકાશે.
પ્રધાનમંત્રી઼-ડીએચએમ (PM DHM) ના પ્રમુખ ઘટકોમાં પ્રત્યેક નાગરિક માટે એક સ્વાસ્થ્ય આઈડી સામેલ છે, જે તેમના આરોગ્ય ખાતા તરીકે પણ કાર્ય કરશે, જેનાથી વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડને મોબાઈલ એપ્લિકેશનની મદદથી જોડી અને જોઈ શકાશે. આ અંતર્ગત, હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી (એચપીઆર) અને હેલ્થકેર ફેસિલિટીઝ રજિસ્ટ્રિયા(એચએફઆર), આધુનિક અને પારંપરિક ચિકિત્સા પ્રણાલીઓ બંને મામલાઓમાં તમામ આરોગ્ય સેવા પ્રદાતાઓ માટે એક સંગ્રહ તરીકે કાર્ય કરશે. આ તબીબો/હોસ્પિટલો અને આરોગ્ય સેવા પ્રદાતાઓ માટે વ્યવસાયમાં પણ સરળતા સુનિશ્ચિત કરશે.
અભિયાનના એક હિસ્સા તરીકે તૈયાર કરાયેલ પીએમ-ડીએચએમ (PM DHM) સેન્ડ બોક્સ, ટેકનોલોજી અને ઉત્પાદન તપાસ માટે એક માળખા તરીકે કાર્ય કરશે અને એવા ખાનગી સંગઠનોને પણ મદદ પૂરી પાડશે જેઓ રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય પરિતંત્રનો હિસ્સો બનીને સ્વાસ્થ્ય માહિતી પ્રદાતા કે સ્વાસ્થ્ય માહિતી ઉપયોગકર્તા અથવા પીએમ-ડીએચએમના તૈયાર બ્લોક્સની સાથે કુશળતાથી સ્વયંને જોડવાની ઈચ્છા ધરાવે છે.
ચૂકવણીના મામલાઓમાં ક્રાંતિકારી પરિવર્તન તરીકે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ દ્વારા નિભાવાયેલી ભૂમિકાની જેમ જ આ અભિયાન ડિજિટલ સ્વાસ્થ્ય પરિતંત્રની અંદર પણ અંતર-પ્રચાલન ક્રિયાશીલતા લાવશે અને તેના માધ્યમથી નાગરિક માત્ર એક ક્લિકના માધ્યમથી આરોગ્ય સુવિધાઓ સુધી પહોંચી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે