લાલ કિલ્લા પરથી 5મીવાર દેશને સંબોધિત કરશે PM મોદી, આયુષ્માન ભારત યોજનાની કરી શકે છે શરૂઆત
મોદી બુધવારે સ્વતંત્રતા દિવસના અવસર પર કેટલાક રાજ્યો માટે આયુષ્માન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એબી-એનએચપીએસ)ના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: આખા દેશમાં આજે (બુધવારે) આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન તરીકે નરેંદ્ર મોદી પાંચમી વાર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરવાના છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 72મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે પોતાના ભાષણમાં ઘણી મોટી યોજનાઓની જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આજના સંબોધનમાં આયુષ્માન ભારત યોજનાની જાહેરાત કરી શકે છે.
રાજ્યો માટે આયુષ્માન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ
આ સાથે જ મોદી બુધવારે સ્વતંત્રતા દિવસના અવસર પર કેટલાક રાજ્યો માટે આયુષ્માન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એબી-એનએચપીએસ)ના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. આ પ્રોજેક્ટ પછી 25 સપ્ટેમબરના દેશભરમાં લાગૂ કરવાનું અનુમાન છે. તેના હેઠળ લગભગ 10 કરોડ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા વાર્ષિક સ્વાસ્થ્ય વિમા આપવામાં આવશે. ઓફિસરોના અનુસાર અત્યાર સુધી 22 રાજ્યોએ આ યોજનાને લાગૂ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.
દિલ્હી છાવણીમાં ફેરવાઇ
સ્વતંત્રતા દિવસના અવસર પર દિલ્હીમાં સુરક્ષાની અભેદ વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને હાલ છાવણીમાં ફેરવવામાં આવી છે. ધરતી હોય કે આકાશ ઠેર ઠેર આકરી નજર રાખવામાં આવી રહી છે. પોલીસે લાલ કિલાની આસપાસના વિસ્તારોમાં સ્વતંત્રતા સમારોહની સમાપ્તિ સુધી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
લાલકિલા પર સુરક્ષામાં 10 હજાર પોલીસકર્મી
દિલ્હીની રખેવાળીમાં લગભગ 70 હજાર પોલીસકર્મી ગોઠવવામાં આવ્યા ચે. 10 હજાર પોલીસકર્મી લાલકિલા પર સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ કર્મીઓને વિશેષ રીતે આકાશ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. જેથી આ સુનિશ્વિત થઇ શકે કે લાલકિલાની આસપાસના વિસ્તારોમાં કોઇ પતંગ જોવા ન મળે. ગત વર્ષે વડાપ્રધાન જ્યારે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક કાળો પતંગ મંચની સામે આવીને પડ્યો હતો.
4 વર્ષમાં લાલ કિલ્લા પરથી આ યોજનાઓનું કરી જાહેરાત
મોદીએ આ પહેલાં ચાર વખત પોતાના ભાષણમાં કોઇને કોઇ મોટી યોજનાની જાહેરાત કરી હતી. તે પોતાના ભાષણમાં સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડીયા, સ્ટાર્ટ અપ ઇન્ડીયા-સ્ટેન્ડ અપ ઇન્ડીયા, વન રેંક વન પેંશન, ગામડાઓમાં વિજળી અને ગરીબોને મફત સિલેંડર જેવી યોજનાઓનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે