PM Modi નો અમેરિકા પ્રવાસ, બાઇડેન સાથે આતંકવાદ સહિત આ મુદ્દે થશે ચર્ચા


UNGA Summit: પીએમ નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરશે. અમેરિકા અને ભારત દ્વિપક્ષીય વાર્તા કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પીએમ મોદી 25 સપ્ટેમ્બરે સંબોધિત કરશે. 

PM Modi નો અમેરિકા પ્રવાસ, બાઇડેન સાથે આતંકવાદ સહિત આ મુદ્દે થશે ચર્ચા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 22 સપ્ટેમ્બરે અમેરિકા (US) જઈ રહ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ  (Ajit Doval) પણ આ પ્રવાસ પર સાથે રહેશે. અમેરિકામાં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકામાં 3 મોટી સમિટમાં ભાગ લેશે. 

પીએમ મોદી અને બાઇડેન આ મુદ્દે કરશે ચર્ચા
મહત્વનું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) એ પીએમ મોદીને વ્હાઇટ હાઉસમાં આવવાનું ઔપચારિક આમંત્રણ આપ્યુ છે. 24 સપ્ટેમ્બરે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થશે. તેમાં વેપાર અને સુરક્ષા જેવા મુદ્દે ચર્ચા થઈ શકે છે. અફઘાનિસ્તાન અને આસપાસના ક્ષેત્રોમાં બનેલી સ્થિતિ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. ક્રોસ બોર્ડર આતંકવાદ અને કટ્ટરતા જેવા મુદ્દા પર પણ વ્યાપક ચર્ચા થશે. જો બાઇડેનના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રધાનમંત્રી મોદીની તેમની સાથે પ્રથમ બેઠક હશે. 

પીએમ મોદી ક્વાડ સમિટમાં પણ ભાગ લેશે
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની અમેરિકી યાત્રા પર ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ બેઠક થશે. આ સિવાય ક્વાડ સમિટ (Quad Summit) વ્હાઇટ હાઉસમાં થશે, જ્યાં ચાર દેશ (અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા) ના નેતા પ્રથમવાર ફિઝિકલ બેઠક કરશે. 

ભારતીય વિદેશ મંત્રીએ આ દેશોના વિદેશ મંત્રીઓ સાથે કરી મુલાકાત
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા શરૂ થતા પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા છે. તેમણે ત્યાં નોર્વે, ઇરાક અને બ્રિટનના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં બ્રિટનથી 2030ના રોડમેપ પર ચર્ચા થઈ છે.

તમને જણાવી દઈએ કે આજે (મંગળવાર) થી યૂએની 76મી મહાસભા શરૂ થઈ ગઈ છે. તેમાં અફઘાનિસ્તાન, ક્લાઇમેન્ટ ચેન્જ અને કોરોનાને લઈને ચર્ચા થઈ શકે છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. તો પીએમ મોદી 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news