પાન મસાલા અને ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં સૈનિકોનો ઉપયોગ નહી થાય, લેવી પડશે સેનાની પરવાનગી
જાહેરાતોમાં સેનાને દેખાડવા સંબંધમાં ભારતીય સેનાએ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. હવે જાહેરાતોમાં સૈનિકોને દેખાડતા પહેલાં સેનાની પરવાનગી લેવી જરૂરી છે. પાન મસાલા અને ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં સૈનિકોનો ઉપયોગ કરવામાં નહી આવે. થોડા દિવસો પહેલાં પાન મસાલાની જાહેરાત આવી હતી
Trending Photos
નવી દિલ્હી: જાહેરાતોમાં સેનાને દેખાડવા સંબંધમાં ભારતીય સેનાએ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. હવે જાહેરાતોમાં સૈનિકોને દેખાડતા પહેલાં સેનાની પરવાનગી લેવી જરૂરી છે. પાન મસાલા અને ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં સૈનિકોનો ઉપયોગ કરવામાં નહી આવે. થોડા દિવસો પહેલાં પાન મસાલાની જાહેરાત આવી હતી જેમાં એક એક્ટરે સેનાની વર્દીમાં બતાવવામાં આવ્યો હતો. કંઇક આ પ્રકારની સ્થિતિ, ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં જોવા મળી હતી.
આ જાહેરાતોને ભારતીય સેનાએ ગંભીરતાથી લીધી છે. ભારતીય સેનાનું માનવું છે કે આ પ્રકારની જાહેરાતોથી તેમની છબિ ખરડાઇ રહી છે. તેના માટે આર્મીએ ગાઇડલાઇન જાહેર કરી છે કે જો આર્મી યૂનિફોર્મમાં કોઇપણ જાહેરાત કરવામાં આવશે તો સેના પાસેથી તેની પરવાનગી લેવી પડશે.
આ ગાઇડલાઇન ટેલીવિઝન અને સોશિયલ મીડિયા સાથે બેનર્સવાળી તમામ જાહેરાતો પર લાગૂ થશે. ગાઇડલાઇન જાહેર કરતાં પહેલાં, સેનાએ આ મામલે ભારતીય એડવર્ટાઇઝીંગ સ્ટાડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (ASCI)ની સામે ઉઠાવ્યો હતો. સેનાના સૂત્રોનું કહેવું છે કે તેને ગત કેટલાક મહિનાથી ફરિયાદો મળી હતી જેમાં એક્ટરોને સેનાની વર્દીમાં બતાવવામાં આવ્યા છે. ખાસ કરીને પાન મસાલા ને ફેરનેસ ક્રીમની જાહેરાત કરતાં બતાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે