Rajya Sabha: રાજ્યસભાના 72 સાંસદ થઈ રહ્યા છે રિટાયર, PM મોદીએ કહ્યું- 'તમારી દરેક ચીજ નોટિસ કરું છું'
સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાંથી 72 સભ્ય રિટાયર થઈ રહ્યા છે. આજે રાજ્યસભા તેમના કાર્યો અને યોગદાનને યાદ કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાંથી 72 સભ્ય રિટાયર થઈ રહ્યા છે. આજે રાજ્યસભા તેમના કાર્યો અને યોગદાનને યાદ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદોને મળ્યા અને સંબોધન કરતા કહ્યું કે તમારી સારી વાતોને જરૂર નોટિસ કરુ છું. તેમણે કહ્યું કે તમને બધાને તમારી સારી સારી વાતો જણાવીશ. હંમેશા તમારી જે સારી વાતો છે તેને હું જરૂર નોટિસ કરું છું. પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે આજે જે પણ સાથીઓ અહીંથી વિદાય થનારા છે તેમની પાસેથી આપણે જે શીખ્યા છીએ તેને આગળ વધારવા માટે આપણે તેનો જરૂર ઉપયોગ કરીશું જેથી કરીને દેશની સમૃદ્ધિ થાય.
પીએમ મોદીએ કહ્યું કે આ આઝાદીનો અમૃત મહોત્સવ છે. આપણા મહાપુરુષોએ દેશ માટે ઘણું કર્યું. હવે આપવાની જવાબદારી આપણી છે. હવે તમે ખુલ્લા મનથી એક મોટા મંચ પર જઈને આઝાદીના અમૃત મહોત્સવના પર્વને માધ્યમ બનાવીને પ્રેરિત કરવામાં યોગદાન કરી શકો છો. પીએમ મોદીએ કહ્યું કે ક્યારેક આપણને લાગે છે કે આપણે આ સદનમાં ઘણું યોગદાન આપ્યું. પરંતુ આ ગૃહે પણ આપણા જીવનમા ઘણું બધુ યોગદાન આપ્યું છે. આપણે ગૃહને જેટલું આપીને જઈએ છીએ તેનાથી વધુ ગૃહથી લઈને જઈએ છીએ. આપણે ભલે અહીંથી જઈ રહ્યા હોઈએ પરંતુ આપણા અનુભવને ચારે દિશાઓમાં લઈને જાઓ. પ્રધાનમંત્રીએ કહ્યું કે સાથી જઈ રહ્યા છે પરંતુ બંગાળી કે ગુજરાતીમાં વિદાય આપવાની પણ એક રીત છે જેમાં બાય-બાયનો અર્થ થાય છે કમ અગેઈન (આવજો) એટલે કે ફરીથી આવજો.
कभी हमें लगता है कि हमने इस सदन में बहुत कुछ योगदान दिया। लेकिन इस सदन ने भी हमारे जीवन में बहुत कुछ योगदान दिया है। हम सदन को जितना देकर जाते हैं उससे ज़्यादा सदन से लेकर जाते हैं। हम भले यहां से निकल रहे हैं लेकिन अपने अनुभव को चारों दिशाओं में लेकर जाए: प्रधानमंत्री pic.twitter.com/0hweXOhihd
— ANI_HindiNews (@AHindinews) March 31, 2022
પીએમ મોદીએ કહ્યું કે તમે બધા ફરીથી પાછા આવજો. જેમની સાથે ચાર-પાંચ કાર્યકાળથી લાંબો અનુભવ જોડાયેલો છે. આપણા આ તમામ મહાનુભવો પાસે ખુબ અનુભવ છે. ક્યારેક ક્યારેક જ્ઞાન કરતા અનુભવની તાકાત વધુ હોય છે. એકેડેમિક જ્ઞાનની અનેક મર્યાદા હોય છે તે સેમિનારમાં કામ આવે છે પરંતુ અનુભવથી જે જ્ઞાન મળે છે તે સમસ્યાઓના સમાધાન માટે સરળ ઉપાય હોય છે. તેમાં નવીનતા માટે અનુભવનું મિશ્રણ હોવાના કારણે ભૂલો ઓછી થાય છે. આ અર્થમાં અનુભવનું ખુબ મહત્વ હોય છે. જ્યારે આવા અનુભવી સાથી ગૃહમાંથી જાય છે ત્યારે મોટી કમી ગૃહ અને રાષ્ટ્રને થાય છે.
ये आज़ादी का अमृत महोत्सव है। हमारे महापुरुषों ने देश के लिए बहुत कुछ दिया, अब देने की जिम्मेदारी हमारी है। अब आप खुले मन से एक बड़े मंच पर जाकर आज़ादी के अमृत महोत्सव के पर्व को माध्यम बनाकर प्रेरित करने में योगदान कर सकते हैं: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/8Tw2xztv5X
— ANI_HindiNews (@AHindinews) March 31, 2022
સભાપતિ એમ વેંકૈયા નાયડુએ અનેક સભ્યોનો ઉલ્લેખ કરતા તેમના કાર્યો અને ઉપસ્થિતિને બિરદાવ્યા. શરૂઆતમાં તેમણે આનંદ શર્માના વખાણ કરતા કહ્યું કે તેમના નેતૃત્વમાં બનેલી ગૃહ મામલાઓની સમિતિએ ખુબ ઊંડાણપૂર્વક કોવિડ19 મહામારીનો રિપોર્ટ તૈયાર કર્યો. તેમણે કહ્યું કે મે વિસ્તારથી આ રિપોર્ટ વાંચ્યો છે. કમિટીએ ખુબ વિસ્તૃત જાણકારી સામે રજૂ કરી છે. કમિટીએ ભવિષ્યમાં આવી સ્થિતિને પહોંચી વળવા માટે કેવી રીતે તૈયારી કરવામાં આવે તેનો રસ્તો પણ સૂચવ્યો છે.
આ સભ્યો થઈ રહ્યા છે રિટાયર
એપ્રિલમાં રિટાયર થનારા સભ્યોમાં કોંગ્રેસના ઉપનેતા આનંદ શર્મા, એ કે એન્ટોની, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી, એમ સી મેરી કોમ અને સ્વપ્ન દાસગુપ્તા સામેલ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, સુરેશ પ્રભુ, એમ જે અકબર, જયરામ રમેશ, વિવેક તન્ખા, વી વિજયસાઈ રેડ્ડીનો કાર્યકાળ જૂનમાં પૂરો થશે. જુલાઈમાં સેવા નિવૃત્ત થનારા સભ્યોમાં પિયુષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી, પી.ચિદમબરમ, અંબિકા સોની, કપિલ સિબ્બલ, સતીષચંદ્ર મિશ્રા, સંજય રાઉત, પ્રફૂલ્લ પટેલ અને કે.જે અલ્ફોન્સ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે