IPL: જીત બાદ પણ ખુશ નહી RCB ના કેપ્ટન ડુ પ્લેસિસ, ટીમની જાહેરમાં ઝાટકણી કાઢી

આ જીત છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ખુશ નથી અને ખુલ્લેઆમ પોતાની જ ટીમની ટીકા કરી છે. પ્રથમ બેટિંગ કરવા આવેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બોલરોએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમને 128 રનમાં રોકી દીધી હતી.

IPL: જીત બાદ પણ ખુશ નહી RCB ના કેપ્ટન ડુ પ્લેસિસ, ટીમની જાહેરમાં ઝાટકણી કાઢી

નવી દિલ્હી: IPL 2022 માં બુધવારે કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર (RCB) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. મેચનો ફેંસલો અંતિમ ઓવરમાં થયો, જ્યાં RCB ના બેટ્સમેન દિનેશ કાર્તિકે સતત બે બોલ પર સિક્સર અને ચોગ્ગો ફટકારી મેચ ફિનિશ કરી દીધી. રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ટીમે બુધવારે રમાયેલી આઇપીએલ મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સને અંતિમ ઓવરમાં 3 વિકેટથી હરાવી દીધું. 

આરસીબીનો કેપ્ટન ડુ પ્લેસિસ જીત બાદ પણ ખુશ નથી
આ જીત છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ખુશ નથી અને ખુલ્લેઆમ પોતાની જ ટીમની ટીકા કરી છે. પ્રથમ બેટિંગ કરવા આવેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બોલરોએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમને 128 રનમાં રોકી દીધી હતી. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બોલરોએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેનો માટે 129 રનના ટાર્ગેટને ખૂબ જ મુશ્કેલ બનાવી દીધો હતો.

આરસીબી ટીમને ખુલ્લેઆમ ભૂલ માટે ઝાટકણી કાઢી
રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે જોકે 19.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવી ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો, પરંતુ જે પ્રકારે આરસીબી ટીમે જીત નોંધાવી પરંતુ તેના કેપ્ટન ફાફ દુ પ્લેસિસ બિલકુલ ખુશ ન હતા. ફાફ ડુ  પ્લેસિસે કહ્યું કે આ પ્રકારને મેચ તો અમારે વધુ સારી જીતવી જોઇતી હતી. આ મેચને તો અંતિમ ઓવર સુધી જવી જોઇતી ન હતી, પરંતુ જીત તો જીત છે. 

હારેલી મેચને આરસીબીએ આ રીતે જીતી
રોયલ ચેલેંજર્સ બેંગ્લોરને અંતિમ ઓવરમાં જીત માટે 7 રનની જરૂર હતી, પરંતુ વિકેટકીપર બેટ્સમેન દિનેશન કાર્તિકે આંદ્રે રસેલના પહેલાં બોલ પર સિક્સર અને બીજા બોલ પર ચોગ્ગો ફટકારી રોયલ ચેલેંજર્સ બેંગ્લોરને જીત અપાવી. મેકહ બાદ રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે દિનેશ કાર્તિકની તુલના ચેન્નઇ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી. ફાફ ડુ પ્લેસિસે આ દરમિયાન દિનેશ કાર્તિકને અંતિમ ઓવરમાં ધોનીની કૂલ પણ ગણાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news