પીએમ મોદી બોલ્યા- જ્યારે દેશ સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યો હોય તો સંસદે પોતાનું કામ કરવું જોઈએ


ભાજપની સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, સંસદે પોતાનું કામ કાર્યક્રમ પ્રમાણે કરવું જોઈએ અને તે લોકોની ટીકા કરી જે કોરોના વાયરસને કારણે સત્રને ટૂંકુ કરવા માટે ફોન કરી રહ્યાં છે અથવા પત્ર લખી રહ્યાં છે. 

 પીએમ મોદી બોલ્યા- જ્યારે દેશ સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યો હોય તો સંસદે પોતાનું કામ કરવું જોઈએ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદોને કહ્યું કે, કોરોના વાયરસ વિશે જાગરૂકતા ફેલાવો. તેમણે સ્પષ્ટ કર્યું કે, સંસદના બજેટ સત્રને ટૂંકાવવામાં આવશે નહીં કારણ કે દેશ જ્યારે સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યો હોય તો સાંસદોએ પોતાનું કામ કરતા રહેવું જોઈએ. સૂત્રોએ જણાવ્યું કે, ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા મોદીએ વકાલત કરી કે સંસદે પોતાનું કામ કાર્યક્રમ પ્રમાણે કરવું જોઈએ અને તે લોકોની આલોચના કરી જે કોરોના વાયરસને કારણે સત્રની ટૂંકાવવા માટે ફોન કરી રહ્યાં છે કે પત્ર લખી રહ્યાં છે. 

સંસદના બજેટ સત્રનો સમય ઓછો કરવામાં આવશે નહિઃ પીએમ
વડાપ્રધાને કહ્યું કે, જો ચિકિત્સા પ્રોફેશનલ, રેલવે અને એરલાઇનના કર્મચારી પણ સ્વાસ્થ્ય કારણોથી કામ ન કરવા વિશે કહેવા લાગશે તો શું થશે. તેમણે કહ્યું કે, સાસંદોએ એવા સમયમાં પોતાનું કામ કરતા રહેવું જોઈએ જ્યારે ભારતની 130 કરોડ જનતા સાવચેતી રાખવા માટે પોતાનું કામ કરી રહી છે. પરંતુ તેમણે કોઈનું નામ ન લીધું પરંતુ ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના ચેરમેનને પત્ર લખીને કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બંન્ને ગૃહને સ્થગિત કરવાની અપીલ કરી હતી કારણ કે સત્ર દરમિયાન સંસદમાં ઘણા લોકો ભેગા થાય છે. 

ત્રણ એપ્રિલ સુધી ચાલશે બજેટ સત્ર
સૂત્રોએ જણાવ્યું કે, ગોયલનો આ પત્ર મીડિયામાં પણ આવ્યો અને વડાપ્રધાનને આ સારૂ લાગ્યું નથી. બજેટ સત્ર ત્રણ એપ્રિલ સુધી ચાલશે. મોટી સંખ્યામાં લોકોના ભેગા થવા વિરુદ્ધ સ્વાસ્થ્ય ગાઇડલાઇનને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સત્રને ટૂંકુ કરી શકાય છે. સૂત્રો પ્રમાણે મોદીએ કહ્યું કે, જ્યારે દેશના 130 કરોડ લોકો સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે તો સાંસદોએ પોતાનું કામ કરવું જોઈએ અને સંસદનું કામકાજ જારી રહેવું જોઈએ. 

સ્વાસ્થ્ય કર્મીઓની આકરી મહેનતની પ્રશંસા
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ બેઠક બાદ સંવાદદાતાઓને કહ્યું કે, વડાપ્રધાને કોરોના વાયરસનો મુકાબલો કરવામાં ડોક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મીઓની આકરી મહેનત તથા યોગદાનની પ્રશંસા કરી છે. તેમણે એરલાઇનના ક્રૂ મેમ્બરોની પણ પ્રશંસા કરી છે. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના સંબંધમાં જાગરૂકતા ફેલાવવા અને સકારાત્મક યોગદાન માટે મીડિયાની પણ પ્રશંસા કરી છે. 

કોરોનાને લઈને પીએમ મોદીએ પાર્ટી સાંસદોને કહી આ ખાસ વાત
ભાજપના વરિષ્ઠ નેતા રાજીવ પ્રતાર રુડીએ જણાવ્યું કે, બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે, કોરોના વાયરસના નિવારણના સંદર્ભમાં કરવામાં આવેલા કાર્યોને સામે લાવવાથી ડોક્ટરો, નર્સો, નગરપાલિકા કર્મીઓ, એરપોર્ટ કર્મીઓ, સીઆઈએસએફ તથા મોરચા પર કામ કરી રહેલા લોકોનું મનોબળ વધે છે. રૂડી અનુસાર, મોદીએ કહ્યું કે, તેવામાં આપણે કોવિડ-19નો મુકાબલો કરવાના વિભિન્ન પાસાઓને ઉજાગર કરતા વિભિન્ન લોકોનું અભિવાદન કરવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, તમામ સ્તર પર વિભિન એજન્સીઓ એકસૂત્રતા સાથે કામ કરી રહી છે જેથી કોવિડ-19 વધુ ન ફેલાય. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news