આખરે કેમ મંચ પરથી PM મોદીએ કહવું પડ્યું, દીદી મારા નામ પર FIR લખાવી દેશે, જાણો અહીં

પીએમ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધી રહ્યાં હતા, પરંતુ ત્યારે તેમણે મંચ પરથી કહેવું પડ્યું કે, દીદી મારા નામ પર એફઆઇઆર લખાવી દેશે.

આખરે કેમ મંચ પરથી PM મોદીએ કહવું પડ્યું, દીદી મારા નામ પર FIR લખાવી દેશે, જાણો અહીં

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ધુઆંધાર રેલી કરી રહ્યાં છે. આ રેલીઓમાં લોકોની મોટી ભીડ પણ જોવા મળી રહી છે. તેમના ચાહકો તેમને સાંભળવા અને જોવા માટે કોઇપણ કિંમત પર રેલીમાં પહોંચી જાય છે. આવો જ નજારો રવિવારે પશ્ચિમ બંગાળના કુચ બિહારમાં જોવા મળ્યો હતો.

અહીં ભાજપની ચૂંટણી રેલી કરવા પહોંચ્યા પીએમ મોદીને સંભાળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. લોકોથી રેલીનું મેદાન ઠસોઠસ ભરાઇ ગયું હતું. પીએ મોદીના સમર્થનમાં લોકો નારા લગાવી રહ્યાં હતા. પીએમ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધી રહ્યાં હતા, પરંતુ ત્યારે તેમણે મંચ પરથી કહેવું પડ્યું કે, દીદી મારા નામ પર એફઆઇઆર લખાવી દેશે.

પીએમ મોદીને સાંભળવા અને જોવા માટે લોકો મેદાન ઉપરાંત આસપાસના મકાનોની છત અને બાલકનીમાં પણ ઉભા રહ્યાં હતા. આ સાથે જ લોકો મેદાનની બાઉન્ડ્રી પર પણ ચઢી પીએમ મોદીને સાંભળી રહ્યાં હતા. એવામાં પીએમ મોદીને કોઇ અસ્વસ્થતાના ભય તરફ જોતા વારંવાર મંચ પરથી લોકોને આરામથી બેસવા માટે અપીલ કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, મારી તમને બધાને પ્રાર્થના છે કે તમે લોકો જ્યાં પણ છો, ત્યાં રોકાઇ જાઓ. આખુ મેદાન ભરાઇ ગયું છે. હું ક્ષમા માગુ છું કે ના હું તમને જોઇ શકું છું અને ના તમે મને જોઇ શકો છો.

તેમણે વધુમાં કહ્યું કે, હું તમને વિશ્વાસ અપાવું છું કે હું ક્યારેક ફરી અહીં આવીશ, આ ચૂંટણીમાં નહીં તો, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી પણ હું આવીશ. તમારા દર્શન ફરી કરીશ. પરંતુ અત્યારે તમે જ્યાં છો, ત્યાં રોકાઇ જાઓ. આગળ આવવાનો પ્રયત્ન ના કરો.

ત્યારબાદ જેવું પીએમ મોદીએ તેમનું ભાષણ આગળ વધાર્યું, તો લોકોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ પીએમ મોદીની નજર એક વ્યક્તિ પર પડી જે બાઉન્ડ્રિ પર ઉભો હતો. એવામાં પીએમ મોદીએ તાત્કાલી કહ્યું, ભાઇ તેમે નીચે ઉતરી જાઓ, ક્યાંક પડી જશો તો દીદી મારા નામ પર એફઆઇઆર લખાવી દેશે. ત્યારબાદ તેમણે વધુમાં એવું પણ કહ્યું કે, જો તમને નુકસાન થશે તો તેમાં મારુ પણ નુકસાન છે. અહીંના લોકો મોટા વીર પણ છે અને ક્રાંતિકારી પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news