દશાશ્વમેઘ ઘાટ પર PM મોદીએ કરી ગંગાપુજા, અઢી કલાક ચાલ્યો રોડશો

વડાપ્રધાન મોદીએ વરાણસી પહોંચીને BHUની બહાર મદન મોહન માલવીયની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પીત કરી હતી. વડાપ્રધાને અહીં જનતાનું અભિવાદન કર્યું હતું અને પછી ગાડીમાં બેસીને રોડ શો ચાલુ કર્યો હતો. 

દશાશ્વમેઘ ઘાટ પર PM મોદીએ કરી ગંગાપુજા, અઢી કલાક ચાલ્યો રોડશો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે વારાણસીમાં રોડ શો કર્યો. રોડ શો પહેલા તેમણે કાશી હિન્દુ યુનિવર્સિટીની બહાર મદન મોહન માલવીયની પ્રતિમા પર માળાઅર્પ કરી. રોડ શો પહેલા જ કાશીના રસ્તાઓ ભગવામય થઇ ગયા. 26 એપ્રીલે ઉમેદવારી પત્ર પહેલા ભારતીય જનતા પાર્ટી વારાણસીમાં પોતાનું શક્તિપ્રદર્શન કરવા માંગે છે. 

લોકસભા ચૂંટણી 2019  (lok sabha elections 2019) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રીલે પોતાનાં સંસદીય વિસ્તાર વારાણસીમાં ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા આજે (25 એપ્રીલ) ના રોજ મેગા રોડશો કર્યો હતો. રોડશો અગાઉ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, કાશીના ભાઇઓ અને બહેનોને મળવાની એક તક મળી. હર હર મહાદેવ. 7 કિલોમીટર લાંબા આ મેગા રોડશો માટે વારાણસી સંપુર્ણ તૈયાર દેખાઇ રહ્યું છે. કરોડો લોકો વારાણસીના માર્ગ પર ઉમટી પડ્યા છે. વડાપ્રધાન મોદીએ વરાણસી પહોંચીને BHUની બહાર મદન મોહન માલવીયની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પીત કરી હતી. વડાપ્રધાને અહીં જનતાનું અભિવાદન કર્યું હતું અને પછી ગાડીમાં બેસીને રોડ શો ચાલુ કર્યો હતો. 

2 કલાક 20 મિનિટનાં રોડ શો બાદ વડાપ્રધાન મોદી ગંગા આરતી માટે દશાશ્વમેઘ ઘાટ પર પહોંચ્યા. તેમનું અહીં પહોંચવાનાં કાર્યક્રમ આશરે 7 વાગ્યે હતો, પરંતુ રોડશોનાં કારણે તેઓ ગંગા આરતીમાં 07.40 મિનિટ પર પહોંચી શક્યા. આ અગાઉ ગંગા ઘાટ પર આરતી શરૂ થઇ ચુકી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી યોગી અને મહેન્દ્રનાથ પાંડેયે આરતીમાં ભાગ લીધો હતો. ગંગા આરતી બાદ વડાપ્રધાન મોદી સાથે ગંગા પુજા પણ કરી હતી. 

ગંગા આરતી બાદ વડાપ્રધાન મોદી દશાશ્વમેઘ ઘાટથી રવાના
દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી કર્યા બાદ વડાપ્રધાન મોદી ત્યાંથી રવાના થઇ ચુક્યા છે. આ દરમિયાન તેમણે ત્યાં હાજર સેંકડો લોકોનું હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું. કેટલાક લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. હવે કાલણે વડાપ્રધાન વારાણસી સંસદીય સીટથી ઉમેદવારી પત્ર દાખલ કરશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દશાશ્વમેઘ ઘાટ પર પહોંચ્યા અને ગંગાજીની પુજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દશાશ્વમેઘ ઘાટ પર પહોંચ્યા અને ગંગા આરતીમાં જોડાઇ ગયા. વડાપ્રધાન મોદીએ ગંગાજીનું આચમન કર્યું અને ગંગાજીનું પુજન કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી અને અમિત શાહ તેમની સાથે હાજર રહ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા
ગંગા આરતીમાં જોડામા માટે વડાપ્રધાન મોદી દશાશ્વમેઘ ઘાટ ખાતે પહોંચી ચુક્યા છે. ઘાટ પર આવતાની સાથે જ આરતી કરી રહેલા પુરોહિતે તેમને ચાંદલો કર્યો હતો. 

દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી શરૂ
દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી ચાલુ થઇ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો રોડ શો પુર્ણ કરીને થોડી જ કલાકોમાં ગંગા આરતીમાં જોડાયા હતા. અમિત શાહ, કેશવ પ્રસાદ મોર્ય અને સિદ્ધાર્થનાથ સિંહ સહિત અનેક નેતા ગંગા આરતી માટે પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન મોદીનો કાફલો ગોદૈલિયાથી આગળ પહોંચી ચુક્યો છે. 

વડાપ્રધાન મોદીનો કાફલો નાગવા પહોંચી ચુક્યો છે
બનારસ હિંદુ યુનિવર્સિટીના લંકા ગેટ પર આવેલ પંડિત મદન મોહન માલવીયની પ્રતિમા પર માલ્યાર્પણ બાદ શરૂ થયેલ વડાપ્રધાન મોદીનો રોડ શો હવે નાગવા પહોંચી ચુક્યો છે. વડાપ્રધાન મોદી આ રોડ શો દરમિયાન 10 કિલોમીટર લાંબો રોડ શો કરશે. દશાશ્વમેઘ ઘાટ પર તેઓ ગંગાઆરતીમાં પણ જોડાશે. 

10 કિલોમીટરનુ અંતર કાપશે વડાપ્રધાન મોદી
બનારસ હિંદુ યુનિવર્સિટીના લંકા ગેટ પર આવેલ પંડિત મદન મોહન માલવીયની પ્રતિમા પર માલ્યાર્પણ બાદ શરૂ થયેલ વડાપ્રધાન મોદીનો રોડ શો હવે નાગવા પહોંચી ચુક્યો છે. વડાપ્રધાન મોદી આ રોડ શો દરમિયાન 10 કિલોમીટર લાંબો રોડ શો કરશે. દશાશ્વમેઘ ઘાટ પર તેઓ ગંગાઆરતીમાં પણ જોડાશે. 

લંકા પાર પહોંચ્યો વડાપ્રધાન મોદીનો કાફલો
બીએચયુ ગેટથી ચાલુ થયેલ રોડ શોનો કાફલો લંકાને પાર કરી ચુક્યો છે. મોદીના રોડશોના કારણે રસ્તા પર લાખો લોકો ઉમટી પડ્યા છે. માર્ગ પર જ્યાં જ્યાં વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો છે. ત્યાં માત્ર અને માત્ર ભગવા લહેરાઇ રહ્યા છે. ભાજપના સમર્થકો વડાપ્રધાન પર પુષ્પવર્ષા કરી રહ્યા છે. 

વડાપ્રધાનનાં રોડ શોમાં માનવ મહેરામણ ઉમટ્યો
વડાપ્રધાન મોદીએ રોડ શોમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા છે. વડાપ્રધાન મોદીને જાણે વધાવી લેવા માટે કરોડો લોકો પોતાના ઘરથી માંડીને રોડ પર ઉમટી પડ્યા છે. સ્પષ્ટ રીતે આ ભાજપનું શક્તિપ્રદર્શન છે. અને જે પ્રકારે લોકો ઉમટી પડ્યા છે તે જોતા વિરોધીઓના હાજા ગગડી ગયા છે

કાશીના માર્ગો પર કરોડો લોકો ઉમટી પડ્યા
વડાપ્રધાન મોદીનો રોડ શો ચાલી રહ્યો છે. કાશીના માર્ગો પર આ સમયે જનતાનું ટોળા ઉમટી રહ્યા છે. વડાપ્રધાન મોદી એક ગાડી પર બેઠેલા છે. તેમની પાછળ એક ટ્રકમાં યોગી આદિત્યનાથ ઉપરાંત ભાજપનાં તમામ મોટા નેતાઓ પણ હાજર છે

વડાપ્રધાન મોદીએ વરાણસી પહોંચીને BHUની બહાર મદન મોહન માલવીયની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પીત કરી હતી. વડાપ્રધાને અહીં જનતાનું અભિવાદન કર્યું હતું અને પછી ગાડીમાં બેસીને રોડ શો ચાલુ કર્યો હતો. 

યોગી પણ પહોંચ્યા
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કાશી હિંદુ યુનિવર્સિટી પહોંચી ચુક્યા છે. રોડ શો દરમિયાન તેઓ વડાપ્રધાન મોદીની સાથે રહેશે. તેમની સાથે જેપી નડ્ડા અને મહેંદ્ર પાંડેય પણ છે. 

After bumper rallies in Darbhanga and Banda, I am heading to beloved Kashi.

There are a series of programmes lined up, which would give me another excellent opportunity to interact with my sisters and brothers of Kashi.

Har Har Mahadev!

લોકસભા ચૂંટણી 2019 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રિલના રોજ પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં નામાંકન ભરતા પહેલા આજે ત્યાં મેગા રોડ શો કરવા જઈ રહ્યાં છે. 7 કિમી લાંબા આ મેગા રોડ શો માટે વારાણસી સંપૂર્ણ રીતે સજ્જ છે. આ રોડ શો માટે પીએમ મોદી વારાણસી પહોચી રહ્યાં છે. લગભગ 3 વાગે રોડ શો શરૂ થવાનો છે. ભાજપ તરફથી આ રોડ શોમાં 6થી 7 લાખ લોકો સામેલ થવાના હોવાનો દાવો કરાયો છે. 

પીએમ મોદીનો આ રોડ શો પંડિત મદન મોહન માલવીયની પ્રતિમા સ્થળથી શરૂ થશે અને દશાશ્વમેઘ ઘાટ પર ખતમ થશે. આ દરમિયાન તેમની સાથે 52 વીવીઆઈપીઓ પણ હાજર રહેશે. પીએમ મોદી આ રોડ શો બાદ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લેશે. 

જુઓ LIVE TV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા બેઠકથી પોતાની ઉમેદવારી આવતી કાલે એટલે કે 26મી એપ્રિલે નોંધાવવાના છે. આ અવસરે તેમની સાથે જેડીયુ અધ્યક્ષ નીતિશકુમાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. ભાજપના જણાવ્યાં અનુસાર શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ તથા લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામ વિલાસ પાસવાન પણ વડાપ્રધાનના નામાંકન દરમિયાન હાજર રહેશે. નામાંકનની પ્રક્રિયા આવતી કાલે શુક્રવારે 26મી એપ્રિલના રોજ સવારે 11.30 કલાકે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news