અમારા માટે ભાજપ પહેલા ભારત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Trending Photos
ધાર : ગુજરાતના બે દિવસીય પ્રવાસ બાદ મધ્યપ્રદેશના ધાર ખાતે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વિના કોંગી નેતાઓને આડે હાથ લઇ આકરા પ્રહાર કર્યા હતા. મહામિલાવટી મંડળી તરીકે ઓળખાવી વિપક્ષ અને ગઠબંધન સામે નિશાન તાક્યું હતું. અમારા માટે ભાજપ પહેલા ભારત છે એવું કહેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભક્તિની મિસાલ જણાવી આતંકવાદ સામેની લડાઇ નિર્ણયાક હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પુલવામા હુમલા અંગે કોંગી નેતા દિગ્ગવિજય સિંહ દ્વારા કરાયેલ ટિપ્પણી અંગે નિશાન તાકતાં કહ્યું કે આવા મહામિલાવટી લોકો જ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. કોંગ્રેસ અને વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, એમના નિવેદનોથી અખબાર ભર્યા પડ્યા છે. એક પ્રકારથી જોવો તો મબામિલાવટી લોકો પાકિસ્તાનના પોસ્ટર બોય બની ગયા છે. તમે જોયું હશે કે એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની બોલતી બંધ થઇ અને એકલું પડી ગયું ત્યારે એને બચાવવા માટે આ મહામિલાવટી લોકો આગળ આવી ગયા. કોઇ પુરાવા માંગવા લાગ્યા તો પાકિસ્તાનને જ શાંતિના દૂત ગણાવવા લાગ્યા છે.
વધુમાં એમણે કહ્યું કે, તમે જોયું હશે કે આ આંતરરાષ્ટ્રીય મહા મિલાવટ એક સુરમાં રાગ આલાપી રહી છે. એક બાજુ દેશમાં દેશભક્તિના લોકો એક થઇ રહ્યા છે તો બીજી તરફ મહા મિલાવટી લોકો એક થઇ રહ્યા છે. આજે આતંકવાદ વિરૂધ્ધ નિર્ણાયક લડાઇ દેશ એક થઇ રહ્યો છે ત્યારે આ લોકો દેશને ભ્રમિત કરી આ લડાઇને કમજોર કરવા ઇચ્છે છે. આજે સેનાનું પરાક્રમ વિશ્વમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે આ લોકો સેનાનું મનોબળ તોડી પુરાવા માંગી રહ્યા છે. ભારતની સ્થિતિને કમજોર કરવાનો હિન પ્રયાસ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે