PM મોદીએ શરૂ કર્યું વધુ એક મહાઅભિયાન, કોરોનાની ત્રીજી લહેર સામે લડશે એક લાખ વોરિયર્સ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોથી કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલા તાલિમ કાર્યક્રમનો શુભારંભ કર્યો.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોથી કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલા તાલિમ કાર્યક્રમનો શુભારંભ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દરેક સાવચેતી સાથે, આવનારા પડકારોને પહોંચી વળવા માટે આપણે દેશની તૈયારીઓને વધુ આગળ ધપાવવી પડશે.
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં એક લાખ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં આપણે જોયું કે આ વાયરસનું વારંવાર બદલાતું સ્વરૂપ કઈ રીતે આપણી સામે પડકારો લાવી શકે છે. આ વાયરસ આપણા વચ્ચે હજુ પણ છે અને તેના મ્યૂટેડ થવાની સંભાવના પણ બનેલી છે.
પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારીએ સાયન્સ, સરકાર, સમાજ, સંસ્થા અને વ્યક્તિ તરીકે આપણને આપણી ક્ષમતાઓનો વિસ્તાર કરવા માટે પણ સતર્ક કર્યા છે. કોરોના સામે લડી રહેલી વર્તમાન ફોર્સને સપોર્ટ કરવા માટે દેશમાં લગભગ એક લાખ યુવાઓને તાલિમબદ્ધ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ કોર્સ 2-3 મહિનામાં જ પૂરો થઈ જશે.
प्रधानमंत्री श्री @narendramodi ने 26 राज्यों के 111 ट्रेनिंग सेंटरों से कोविड-19 हेल्थकेयर फ्रंटलाइन वर्कर्स के लिए विशेष रूप से तैयार प्रशिक्षण कार्यक्रम का शुभारंभ किया।#Skill4HealthyIndia pic.twitter.com/6JnltyWNwr
— BJP (@BJP4India) June 18, 2021
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે આ અભિયાનથી કોવિડ સામે લડી રહેલી આપણી હેલ્થ સેક્ટરની ફ્રન્ટ લાઈન ફોર્સને નવી ઉર્જા મળશે અને આપણા યુવાઓ માટે રોજગારીની નવી તકો પણ સર્જાશે. ગત 7 વર્ષમાં દેશમાં નવી એમ્સ, નવી મેડિકલ કોલેજ, નવી નર્સિંગ કોલેજના નિર્માણ પર ભાર મૂકાયો છે. જેમાંથી અનેકે કામ કરવાનું શરૂ પણ કરી દીધુ છે.
પીએમએ કહ્યું કે ફ્રન્ટલાઈન વર્કર્સના વિશેષ તાલિમ કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારોને વિનામૂલ્યે ટ્રેનિંગ, સ્કિલ ઈન્ડિયાનું સર્ટિફિકેટ, ભોજન અને આવાસની સુવિધા, કામ પર તાલિમની સાથે સ્ટાઈપેન્ડ તથા પ્રમાણિત ઉમેદવારોને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળશે.
फ्रंटलाइन वर्कर्स के विशेष प्रशिक्षण कार्यक्रम के अंतर्गत, उम्मीदवारों को निःशुल्क ट्रेनिंग, स्किल इंडिया का सर्टिफिकेट, भोजन व आवास सुविधा, काम पर प्रशिक्षण के साथ स्टाइपेंड एवं प्रमाणित उम्मीदवारों को 2 लाख रुपये का दुर्घटना बीमा प्राप्त होगा।#Skill4HealthyIndia pic.twitter.com/8EwUWFuLjS
— BJP (@BJP4India) June 18, 2021
તેમણે કહ્યું કે ગામડાઓમાં સંક્રમણને ફેલાતું રોકવામાં દૂર આંતરિયાળ વિસ્તારોમાં, પહાડી અને જનજાતિ વિસ્તારોમાં રસીકરણ અભિયાનને સફળતાપૂર્વક ચલાવવામાં આપણા આશા, એએનએમ, આંગણવાડી અને ગામડાઓમાં તૈનાત સ્વાસ્થ્યકર્મીઓએ ખુબ મોટી ભૂમિકા ભજવી છે.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સનો ખાસ તાલિમ કાર્યક્રમ પૂરો થયા બાદ ઉમેદવાર ડીએસસી/એસએસડીએમ ની વ્યવસ્થા હેઠળ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો, સામુદાયિક કેન્દ્રો, સ્વાસ્થ્ય સુવિધાઓ, અને હોસ્પિટલોમાં કામ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે