WI vs IRE: ટી20 વર્લ્ડ કપમાં થયો જબરદસ્ત મોટો ઉલટફેર, આ મજબૂત ટીમ ટુર્નામેન્ટમાંથી ફેંકાઈ ગઈ

T20 World Cup 2022: ફેન્સ હજુ તો ટી20 વર્લ્ડ કપનો રોમાંચ માણવા માટે તૈયાર થાય તે પહેલા જ દિગ્ગજ ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જતા ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. આયરલેન્ડે આ દિગ્ગજ ટીમને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો. 

WI vs IRE: ટી20 વર્લ્ડ કપમાં થયો જબરદસ્ત મોટો ઉલટફેર, આ મજબૂત ટીમ ટુર્નામેન્ટમાંથી ફેંકાઈ ગઈ

T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપ 2022માં સુપર 12 મુકાબલા પહેલા જ એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ક્વોલિફાઈંગ મેચોમાં જ 2 વાર ચેમ્પિયન રહી ચૂકેલી ટીમ વેસ્ટ ઈન્ડિઝ ટી20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝને આયરલેન્ડ સામે રમાયેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. 

વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી20 વર્લ્ડ કપ 2022ની ક્વોલિફાઈંગ મેચોમાં આયરલન્ડ સામે હારી ગઈ. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલીવાર સુપર 12 મુકાબલા પહેલા જ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ. વેસ્ટ ઈન્ડિઝની ટીમે વર્ષ 2012 અને 2016માં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનું  આ ટુર્નામેન્ટમાંથી બહાર થવું એ ક્રિકેટ ફેન્સ માટે મોટો ઝટકો છે. 

આયરલેન્ડની શાનદાર જીત
આયરલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ માટે કરો યા મરો જેવી સ્થિતિ હતી. આ મેચમાં ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે ભારે પડ્યો. 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 146 રન જ કરી શકી. આયરલેન્ડની ટીમે આ ટાર્ગેટને 17.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને મેળવી લીધો અને વેસ્ટ ઈન્ડિઝને ટુર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો. 

બ્રેન્ડનર કિંગની ઈનિંગ એળે ગઈ
વેસ્ટ ઈન્ડિઝના બેટર બ્રેન્ડન કિંગે આ મેચમાં 48 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 62 રન કર્યા હતા. પરંતુ આ ઈનિંગ ટીમ માટે કામે ન આવી. આયરલેન્ડ તરફથી ગેરેથ ડેલાનીએ શાનદાર બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં ફક્ત 16 રન આપીને 3 વિકેટ લીધી. તેણે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરન, રોવમેન પોવેલ અને એવિન લુઈસને પોતાનો શિકાર બનાવ્યા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news