PM મોદીની કાલે જયપુરમાં રેલી, લોકોને એકત્ર કરવા 7.22 કરોડનો ખર્ચ
Trending Photos
જયપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જયપુર મુલાકાતે જઇ રહ્યા છે જ્યાં તેઓ કેન્દ્ર અને રાજ્યની કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. વડાપ્રધાન મોદી રેલી માટે લોકોને એકત્ર કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજસ્થાનનાં વસુંધરા રાજે સરકારે 33 જિલ્લાઓનાં લાભાર્થીઓને જયપુરમાં વડાપ્રધાન સાથે સંવાદના સ્થળ સુધી લાવવા માટે 5579 બસ બુક કરી છે. જેના પર આશરે 7.22 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં આશરે 2.5 લાખ લાભાર્થીઓ એકત્ર થાય તેવુ અનુમાન છે. આ કાર્યક્રમ માટે જિલ્લાધિકારીઓને પણ નિર્દેશો અપાયા છે કે તેઓ પોત પોતાનાં જિલ્લામાં ઓછામાં ઓછા 10 હજાર લોકોને કાર્યક્રમ સ્થળ સુધી લઇ જવાની વ્યવસ્થા કરે. એટલે સુધી કે કાર્યક્રમમાં આવનારા લોકોને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે.જેથી તેઓ વડાપ્રધાન મોદી સાથે સંવાદ દરમિયાન સવાલોનાં સારા ઉત્તર આપી ચુક્યા છે.
આવવા-જવા અને ભોજન મફત
આદેશ અનુસાર લાભાર્થીઓને જયપુર લઇ જનારી બસોને 20 રૂપિયા પ્રતિ કિલોમીટરની ચુકવણી કરવામાં આવશે અને તેનાં કારણે રાજકીય કોષ પર આશરે 7.22 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મહત્તમ બસો અલવર, ઉદયપુર અને અઝમેરથી આવવાની સંભાવના છે. માત્ર જયપુરના લાભાર્થીઓને લાવવા માટે 532 બસો ચક્કર લગાવશે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઉજ્જવલા યોજના હેઠળ પારંપારીક ભોજનના બદલે એલપીજી સિલિન્ડરનો આંશિક ખર્ચો તેલ કંપનીઓની તરફથી વહન કરવામાં આવશે. જો કે એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર્સ ફેડરેશને આ આદેશનો વિરોધ કરતા કહ્યું કે, જિલ્લાની રસદ અધિકારી તેમના પર અયોગ્ય અને બિનકાયદેસર માંગણીઓનું દબાણ બનાવી રહ્યા છે.
ભીડ એકત્ર કરવાનું લક્ષ્યાંક મળ્યું છે
રેલીમાં ભાગ લેનારી જનતા માટે રોકાવા અને ખાવા પિવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેના પર ખુબ જ મોટો ખર્ચ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર દરેક જિલ્લાના ડીએમને ઓછામાં ઓછા 9300 લોકોને લાવવાનું લક્ષ્યાંક મળ્યું છે. તેમાં દરેક યોજનાના હિસાબે લાભ મેળવનાર લોકોની સંખ્યા પણ આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે