દેશમાં મફતની રેવડી વહેંચીને મત ભેગા કરવાનું કલ્ચર લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે- PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 14,850 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બુંદેલખંડ એક્સપ્રેસ વેનો ઉદ્ધાટન કર્યું. આ વિશેષ આયોજનના અવસરે પીએમ મોદી જાલૌન પહોંચ્યા. આ દરમિયાન  પીએમ મોદી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત યુપી કેબિનેટના અનેક મંત્રીઓ મંચ પર હાજર રહ્યા. 

દેશમાં મફતની રેવડી વહેંચીને મત ભેગા કરવાનું કલ્ચર લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે- PM મોદી

Bundelkhand Expressway Inauguration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 14,850 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બુંદેલખંડ એક્સપ્રેસ વેનો ઉદ્ધાટન કર્યું. આ વિશેષ આયોજનના અવસરે પીએમ મોદી જાલૌન પહોંચ્યા. આ દરમિયાન  પીએમ મોદી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત યુપી કેબિનેટના અનેક મંત્રીઓ મંચ પર હાજર રહ્યા. 

બુલંદીનો એક્સપ્રેસ વે
28 મહિનામાં બનીને તૈયાર થયેલા આ એક્સપ્રેસ વેના ઉદ્ધાટન બાદ દિલ્હીથી યુપીના ચિત્રકૂટનું અંતર ઘટીને સાત કલાક થઈ જશે. 296 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ વેને બનાવવામાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. આ એક્સપ્રેસ વેમાં 24 કલાક એમ્બ્યુલન્સની સુવિધા રહેશે. 2020માં તેનો શિલાન્યાસ થયો હતો અને આજે 16 જુલાઈ 2022ના રોજ પીએમ મોદીના હસ્તે તેનું ઉદ્ધાટન થયું. 

એક્સપ્રેસ વે બુંદેલખંડની ગૌરવશાળી પરંપરાને સમર્પિત- પીએમ મોદી
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ એક્સપ્રેસ વે બુંદેલખંડની ગૌરવશાળી પરંપરાને સમર્પિત છે. જે ધરતીએ અગણિત શૂરવીર પેદા કર્યા જ્યાંના લોહીમાં ભારતભક્તિ વહે છે, જ્યાંના પુત્ર-પુત્રીઓના પરાક્રમ અને પરિશ્રમે હંમેશા દેશનું નામ રોશન કર્યું છે, તે બુંદેલખંડની ધરતીને આજે એક્સપ્રેસ વેની આ ભેટ આપતા મને વિશેષ ખુશી મળી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે બુંદેલખંડ એક્સપ્રેસ વેથી ચિત્રકૂટનું અંતર 3-4 કલાક તો ઓછું થયું જ છે પરંતુ તેનો લાભ તેનાથી પણ અનેકગણો વધુ છે. આ એક્સપ્રેસ વે અહીં વાહનોને ગતિ આપવા સાથે સમગ્ર બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને પણ ગતિ આપશે. 

— ANI_HindiNews (@AHindinews) July 16, 2022

પીએમ મોદીએ કહ્યું કે હું દાયકાઓથી ઉત્તર પ્રદેશ આવતો જતો રહ્યો છું. યુપીના આશીર્વાદથી છેલ્લા 8 વર્ષથી દેશના પ્રધાનસેવક તરીકે કામ કરવાની તમે બધાએ જવાબદારી આપી છે. પરંતુ મે હંમેશા જોયું છે કે જો યુપીમાં 2 મહત્વપૂર્ણ ચીજો જોડવામાં આવે, તો ઉત્તર પ્રદેશ પડકારોને પડકારવાની ખુબ મોટી તાકાત સાથે ઊભું થઈ જશે. પહેલો મુદ્દો હતો- અહીંની ખરાબ કાયદો વ્યવસ્થા, પહેલા શું હાલ હતાં તે તમે બધા જાણો છો. બીજો- દરેક પ્રકારથી ખરાબ કનેક્ટિવિટી. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે એક સમય હતો કે જ્યારે એવું મનાતું હતું કે હેરફેરના આધુનિક સાધનો પર પહેલો અધિકાર ફક્ત મોટા મોટા શહેરોનો છે. પરંતુ હવે સરકાર બદલાઈ છે, મિજાજ પણ બદલાયો છે. આ મોદી છે, યોગી છે, જૂની સોચ પાછળ છોડીને અમે એક નવી રીતે આગળ વધી રહ્યા છીએ. યુપી નવા સંકલ્પોને લઈને હવે તેજ ગતિથી દોડવા માટે તૈયાર થઈ ગયું છે. અહીં બધાનો સાથ છે, બધાનો વિકાસ છે. કોઈ પાછળ ન રહી જાય, બધા મળીને કામ કરે, આ દિશામાં ડબલ એન્જિન સરકાર સતત કામ કરી રહી છે. યુપીના નાના મોટા જિલ્લાઓ હવાઈ સેવા સાથે જોડાય તે માટે પણ ઝડપથી કામ થઈ રહ્યું છે. 

ये रेवड़ी कल्चर देश के विकास के लिए बहुत घातक है।

इस रेवड़ी कल्चर से देश के लोगों को बहुत सावधान रहना है।

— BJP (@BJP4India) July 16, 2022

રેવડી કલ્ચરથી રહો સાવધાન
પીએમ નરેન્દ્ર મોદીએ આ અવસરે વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે આજકાલ આપણા દેશમાં મફતની રેવડી વહેંચીને મત ભેગા કરવાનું કલ્ચર લાવવાની કોશિશ થઈ રહી છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ખુબ ઘાતક છે. આ રેવડી કલ્ચરથી દેશના લોકોએ ખુબ સાવધાન રહેવાનું છે. ડબલ એન્જિનની સરકાર મફતની રેવડી વહેંચવાનો શોર્ટકટ અપનાવતી નથી પણ મહેનત કરીને રાજ્યના ભવિષ્યને સારું બનાવવામાં લાગી છે. રેવડી કલ્ચરવાળા ક્યારેય તમારા માટે નવા એક્સપ્રેસ વે નહીં બનાવે. નવા એરપોર્ટ કે ડિફેન્સ કોરિડોર નહીં બનાવે. રેવડી કલ્ચરવાળાને લાગે છે કે જનતા જનાર્દન મફતની રેવડી વહેંચીને, તેમને ખરીદી લેશે. આપણે મળીને તેમની આ સોચને હરાવવાની છે. રેવડી કલ્ચરને દેશના રાજકારણમાંથી હટાવવાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news