ગાય કેટલાક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે માતા છે: પીએમ મોદી 

પીએમ મોદીના હસ્તે વારાણસીમાં બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. વારાણસીમાં 475 કરોડના ખર્ચે બનાસ ડેરીનો પ્લાન્ટ સ્થપાશે. જેનાથી યુપીના ખેડૂતો અને પશુપાલકોને સીધો લાભ થશે. 

ગાય કેટલાક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે માતા છે: પીએમ મોદી 

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Elections) અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં છે. 10 દિવસમાં આ બીજીવાર બન્યું છે કે પીએમ મોદી વારાણસી પહોંચ્યા છે. પીએમ મોદીએ યુપીમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે થનારા વિકાસ કાર્યોના પ્રોજેક્ટની સમીક્ષા કરી. આ સાથે જ પીએમ મોદીએ અનેક વિકાસ પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવી. 

પીએમ મોદી વારાણસીથી લગભગ 12 કિમી દૂર કરખિયાંવ સ્થિત સભાસ્થળ પર રોડ માર્ગે પહોંચ્યા. અહીં તેમણે 870.16 કરોડથી વધુ ખર્ચવાળા 22 વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું આ સાથે જ 1225.51 કરોડના પાંચ પ્રોજેક્ટની આધારશીલા રાખી જેમાંથી સૌથી મોટો પ્રોજેક્ટ 475 કરોડનો કરખિયાંવમાં બનાસ ડેરી સંકુલ છે. પીએમ મોદીના હસ્તે વારાણસીમાં બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. વારાણસીમાં 475 કરોડના ખર્ચે બનાસ ડેરીનો પ્લાન્ટ સ્થપાશે. જેનાથી યુપીના ખેડૂતો અને પશુપાલકોને સીધો લાભ થશે. આ ઉપરાંત ઓલ્ડ કાશીના છ વોર્ડનો પુર્નવિકાસ, બેનિયાબાગમાં પાર્કિંગ અને પાર્ક, નદેસર અને સોનભદ્ર તળાવોનું બ્યુટિફિકેશન, રમનામાં 50 એમએલડી સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને સ્માર્ટ સિટી મિશન હેઠળ 720 સ્થાનો પર લગભગ 1400 ઉન્નત નિગરાણી કેમેરા લગાવવાના કાર્યનો શુભારંભ કરાવ્યો. 

ગાય કેટલાક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે ગાય માતા છે- પીએમ
પીએમ મોદીએ ત્યારબાદ જનસભા સંબોધી જેમાં તેમણે કહ્યું કે આપણા ત્યાં ગાયની વાત કરવી, ગોબર ધનની વાત કરવી, કેટલાક લોકોએ એવા હાલાત પેદા કરી દીધા છે કે જાણે આપણે કોઈ ગુનો કરી રહ્યા છીએ. ગાય કેટલાક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે ગાય માતા છે. પૂજનીય છે. આ સાથે તેમણે કહ્યું કે બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાયા છે. રામનગરના દૂધ પ્લાન્ટને ચલાવવા માટે બાયોગેસ આધારિત પાવર પ્લાન્ટનો પણ શિલાન્યાસ થયો છે. પીએમ મોદીએ કહ્યું કે આજે યુપીના લાખો લોકોને પોતાના ઘરના કાયદાકીય દસ્તાવેજો પણ સોંપવામાં આવ્યા છે. 

 

गाय कुछ लोगों के लिए गुनाह हो सकती है, हमारे लिए गाय, माता है, पूजनीय है।

गाय-भैंस का मजाक उड़ाने वाले लोग ये भूल जाते हैं कि देश के 8 करोड़ परिवारों की आजीविका ऐसे ही पशुधन से चलती है।#यूपी_में_श्वेत_क्रांति

— BJP (@BJP4India) December 23, 2021

પીએમ મોદીએ કહ્યું કે એક જમાનો હતો કે જ્યારે આપણે ગામડાઓમાં ઘર-આંગણામાં ઢોર ઢાંખરના ઝૂંડ જ સંપન્નતાની ઓળખ હતા અને આપણા ત્યાં તો કહેવાતું પણ હતું કે દરેક જણ પશુધન કહે છે. કોઈના દરવાજે કેટલા ખૂંટા છે તેને લઈને સ્પર્ધા રહેતી હતી. આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગાયો મારી ચારેકોર રહે અને હું ગાયોની વચ્ચે નિવાસ કરું. આ સેક્ટર આપણા ત્યાં રોજગારીનું પણ હંમેશાથી ખુબ મોટું માધ્યમ રહ્યું છે. પરંતુ બહુ લાંબા સમય સુધી આ સેક્ટરને જે સમર્થન મળવું જોઈતું હતું તે પહેલાની સરકારોમાં મળ્યું નહીં. હવે અમારી સરકાર દેશભરમાં આ સ્થિતિને બદલી રહી છે. અમારી સરકાર ફક્ત કોરોના રસી મફતમાં નથી આપતી પરંતુ પશુધન બચાવવા માટે અનેક રસી મફત આપી રહી છે. આ જ પ્રયત્નોનું પરિણામ છે કે 6-7 વર્ષ પહેલાની સરખામણીમાં દેશમાં દૂધનું ઉત્પાદન 45 ટકા વધ્યું છે. આજે ભારત દુનિયાનું લગભગ 22 ટકા દૂધ ઉત્પાદન કરે છે. યુપી આજે દેશનું સૌથી વધુ દૂધ ઉત્પાદક રાજ્ય તો છે જ, ડેરી સેક્ટરના વિસ્તારમાં પણ ખુબ આગળ છે. 

તેમણે કહ્યું કે શ્વેત ક્રાંતિમાં નવી ઉર્જા ખેડૂતોની સ્થિતિ બદલવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ વિશ્વાસના અનેક કારણ પણ છે. પહેલું એ કે દેશના નાના ખેડૂતોની વધારાની આવકનું સાધન પશુપાલન છે. બીજું એ કે ભારતના ડેરી પ્રોડક્ટની પાસે વિદેશોનું ખુબ મોટું બજાર છે. જેમાં આગળ વધવાની સંભાવનાઓ છે. ત્રીજું એ કે પશુપાલન મહિલાઓના આર્થિક ઉત્થાનને આગળ વધારવાનો મોટો રસ્તો છે. ચોથું એ કે આપણું પશુધન બાયોગેસ, જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતીનો મોટો આધાર છે. જે પશુ દૂધ આપવા યોગ્ય નથી રહેતા તે પણ દરરોજ ખેડૂતોની આવક વધારી શકે છે. 

પીએમએ કહ્યું કે ડબલ એન્જિનની અમારી સરકાર પૂરી ઈમાનદારીથી પૂરી શક્તિથી ખેડૂતો અને પશુપાલકોનો સાથ આપી રહી છે. આજે અહીં બનાસ-કાશી સંકુલનો શિલાન્યાસ થયો. તે પણ સરકાર અને સહકારની ભાગીદારીનું પ્રમાણ છે. બનાસ-કાશી સંકુલના કારણે આસપાસના અનેક ગામડાઓમાં દૂધ સમિતિઓ બનશે. દૂધ ખરાબ થવાની ચિંતામાંથી મુક્તિ મળશે. એક પ્રકારે બનાસ-કાશી સંકુલ બનારસના રસને વધુ આગળ વધારશે. દૂથની ક્વોલિટીને લઈને આપણા ત્યાં ખુબ મથામણ રહી છે. પ્રમાણિકતા માટે અલગ અલગ વ્યવસ્થાઓના કારણે પશુપાલકો, દુધસંઘો, ડેરી સેક્ટરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે આ પડકારનું સમાધાન આવી ગયું છે. આજે ભારતીય માનક બ્યૂરોએ દેશભર માટે એકીકૃત વ્યવસ્થા જારી કરી છે. સર્ટિફિકેશન માટે કામધેનુ ગાયની વિશેષતાવાળો લોગો પણ લોન્ચ કરાયો છે. આ લોગો દેખાશે તો શુદ્ધતાની ઓળખ સરળ રહેશે. 

आज भारत दुनिया का लगभग 22% दूध उत्पादन करता है।

मुझे खुशी है कि यूपी आज देश का सबसे अधिक दूध उत्पादक राज्य तो है ही, डेयरी सेक्टर के विस्तार में भी बहुत आगे है।

— BJP (@BJP4India) December 23, 2021

પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકો
તેમણે કહ્યું કે એક સમય હતો કે જ્યારે ભારતમાં પ્રાકૃતિક ખેતી અપ્રાકૃતિક રીતે થતી હતી. પ્રાકૃતિક ખેતીમાં કોઈ બહારની ભેળસેળ નહીં. જે ખેતરમાં મળી રહ્યું છે, ખેતીના પશુઓથી મળી રહ્યું છે, તે તત્વ કામ કામમાં આવતા હતા. પરંતુ સમયની સાથે પ્રાકૃતિક ખેતીનો દાયરો સમેટાઈ ગયો. તેના પર કેમિકલવાળી ખેતી હાવી થતી ગઈ. આપણી માટીની સુરક્ષા માટે, આવનારી પેઢીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે એકવાર ફરીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. આ જ સમયની માગણી છે. આથી હવે સરકાર નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા વધારવા માટે અભિયાન ચલાવી રહી છે. ખેડૂત દિવસ પર હું આગ્રહ કરું છું કે તમે પ્રાકૃતિક ખેતી કરો. તે ખેતીની સૌથી સસ્તી અને સુરક્ષિત રીત છે. તે આપણા કૃષિ સેક્ટરને આત્મનિર્ભર બનાવવા તરફ મોટું પગલું છે. 

વારાણસીમાં બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત 
પીએમ મોદીએ વારાણસીના કારખિગાંવમાં યુપી રાજ્ય ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણ ફૂડ પાર્કમાં બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. 475 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ પ્લાન્ટ 30 એકર ભૂમિમાં ફેલાયેલો હશે અને  લગભગ દોઢથી બે વર્ષમાં બનીને તૈયાર થશે. પ્લાન્ટમાં પ્રતિદિન પાંચ લાખ લીટર દૂધ ઉત્પાદનનું લક્ષ્યાંક છે. તે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે લગભગ એક લાખ લોકોને રોજગાર આપશે. જેનાથી ખેડૂતોની હેલ્થ અને વેલ્થ બંનેમાં સુધારો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news