X પર પીએમ મોદીએ બનાવ્યો રેકોર્ડ, 100 મિલિયન થયા ફોલોઅર્સ, બન્યા સૌથી વધુ ફોલો થનારા ગ્લોબલ નેતા
PM Modi Popularity: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં જ નહીં વિશ્વમાં પણ છે. આ વાતનો અંદાજ તેમના સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ જોયા બાદ લગાવી શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મોટી સિદ્ધિ હાસિલ કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 100 મિલિયન ફોલોવર્સનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે તે દુનિયામાં એક્સ પર સૌથી વધુ ફોલો કરાતા રાજનેતા બની ગયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પીએમ મોદીના એક્સ એકાઉન્ટ પર ઝડપથી ફોલોવર્સ વધ્યા છે. માત્ર ત્રણ વર્ષમાં 30 મિલિયન યુઝર્સ પ્રધાનમંત્રી મોદીના એકાઉન્ટથી જોડાયા છે. દેશ જ નહીં, પરંતુ દુનિયાભરના નેતાઓમાંથી એક્સ પર ફોલોવર્સના મામલામાં પીએમ મોદી ખુબ આગળ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન એક્સ પર 38.1 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.
તો ભારતની વાત કરીએ તો નેતા વિપક્ષ તથા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની તુલનામાં પણ પીએમ મોદીના ફોલોવર્સ ખુબ વધુ છે. એક્સ પર રાહુલ ગાંધીના ફોલોવર્સની સંખ્યા 26.4 મિલિયન છે, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 27.5, સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવને 19.9 મિલિયન યુઝર્સ એક્સ પર ફોલો કરે છે. આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, શરદ પવાર જેવા નેતાઓના ફોલોવર્સની સંખ્યા દસ મિલિયનથી પણ ઓછી છે. મમતા બેનર્જીના જ્યાં 7.4 મિલિયન યુઝર્સ એક્સ પર ફોલો કરે છે તો તેજસ્વીને 5.2 મિલિયન અને શરદ પવારને 2.9 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.
India’s beloved leader PM Shri @narendramodi has garnered over 100 million followers on X.
Here’s an interesting titbit…🌏🥇 pic.twitter.com/CotnErdtGA
— BJP (@BJP4India) July 14, 2024
પીએમ મોદીની લોકપ્રિયતામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધારો થયો છે. ત્યાં સુધી કે એક્સ પર તે ઘણા સેલિબ્રિટીઝથી પણ વધુ ફોલો કરવામાં આવે છે. ક્રિકેટર વિરાટ કોહલી, બ્રાઝીલિયન ફુટબોલર નેમાર, ટેલર સ્વિફ્ટ, લેડી ગાગા જેવા સેલિબ્રિટીઝના પણ એક્સ પર ફોલોવર્સ પીએમ નરેન્દ્ર મોદીથી ઓછા છે. પ્રધાનમંત્રી મોદીએ 2009 માં ટ્વિટર (હવે એક્સ) જોઈન કર્યું હતું અને ત્યારથી તે સતત ટ્વીટ અને રિ-ટ્વીટ્સ સતત કરતા આવે છે. માત્ર એક્સ જ નહીં અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદી ખુબ એક્ટિવ છે. ફેસબુક, યૂટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ જેવા પોપુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રધાનમંત્રી લોકો સાથે જોડાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે