અયોધ્યામાં પીએમ મોદીનો કાર્યક્રમ નક્કી, 5 ઓગસ્ટે સવારે 11.30 કલાકે પહોંચશે, ભાષણ પણ આપશે PM


પીએમ નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે સવારે 11.30 કલાકે અયોધ્યા પહોંચશે. તેઓ સાકેત વિશ્વવિદ્યાલયથી રામજન્મભૂમિ તરફ આવશે. આ દરમિયાન પ્રધાનમંત્રી હનુમાનગઢી પણ જશે. પ્રાપ્ત જાણકારી અનુસાર કાર્યક્રમમાં 200 ગેસ્ટ સામેલ થશે. 
 

 અયોધ્યામાં પીએમ મોદીનો કાર્યક્રમ નક્કી, 5 ઓગસ્ટે સવારે 11.30 કલાકે પહોંચશે, ભાષણ પણ આપશે PM

અયોધ્યાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર (PM Modi Ayodhya Visit Program)નું ભૂમિ પૂજન કરવાની સાથે તેમના નિર્માણનો શુભારંભ કરશે. પીએમ મોદીનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. તેઓ સવારે 11.30 કલાકે ત્યાં પહોંચશે અને લોકોને સંબોધિત પણ કરશે. 

એક રિપોર્ટ અનુસાર, પીએમ મોદી 5 ઓગસ્ટે સવારે 11.30 કલાકે પહોંચી જશે. તેઓ સાકેત વિશ્વવિદ્યાલયથી રામજન્મભૂમિ તરફ આવશે. આ દરમિયાન પ્રધાનમંત્રી હનુમાનગઢી પણ જશે. પ્રાપ્ત જાણકારી અનુસાર કાર્યક્રમમાં 200 ગેસ્ટ સામેલ થશે. તેમાં વિશિષ્ટ અતિથિઓની સાથે સાધુ-સંત અને અધિકારીઓના સામેલ થવાની જાણકારી છે. 

રિપોર્ટસ પ્રમાણે પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં રામ મંદિર પ્રવાસ દરમિયાન ભાષણ પણ આવશે. તેમનો કાર્યક્રમ બે કલાકનો રહેશે. ભૂમિ પૂજનનો સમય બપોરે 12 કલાક 15 મિનિટ  32 સેકેન્ડનો રહેશે. આ દરમિયાન પીએમ રામ મંદિરની આધારશિલા રાખશે. 

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યુ કે, ભૂમિ પૂજનના દિવસે, 5 ઓગસ્ટે વિશ્વભરમાં ફેલાયેલા બધા રામ ભક્ત અને ભારતના સંત-મહાત્મા જ્યાં છે, ત્યાં ભૂમિ પૂજન કરે. તેમણે કહ્યું. બધા શ્રદ્ધાળુ સંભવ હોય તો પરિવારની સાથે અથવા નજીકના કોઈ મંદિરમાં 5 ઓગસ્ટે સવારે 11.30 કલાકથી બપોરે 12.30 કલાક સુધી ભૂમિ પૂજન કરે. તેમણે મોટા ઓડિટિરિયમમાં ભૂમિ પૂજનનું લાઇવ ટેલીકાસ્ટ દેખાડવાની પણ અપીલ કરી છે. 

5 ઓગસ્ટથી બનવાનું શરૂ થઈ જશે રામ મંદિર
જાણકારી પ્રમાણે હવે જે મંદિર બનાવાશે, તેમાં એક 'ટાઇમ કેપ્સૂલ' બનાવીને 2000 ફૂટ નીચે નાખવામાં આવશે. જેથી ભવિષ્યમાં જ્યારે કોઈ પણ ઈતિહાસ જોવા ઈચ્છશે તો રામજન્મભૂમિ સંઘર્ષના ઈતિહાસની સાથે તથ્ય પણ નિકળી આવશે જેથી કોઈ વિવાદ ઊભો ન થાય. 

ફ્રાંસથી ભારત માટે રાફેલે ભરી ઉડાન, જાણો અંબાલામાં જ કેમ કરવામાં આવશે તૈનાત

પ્રધાનમંત્રી મોદી જ્યારે 5 ઓગસ્ટે રામ મંદિરની આદારશિલા રાખશે ત્યારબાદથી મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે. એલ એન્ડ ટીમ કંપની પાયાનું ખોદકામ શરૂ કરી દેશે. 200 મીટરના ખોદકામમાં માટીના સેમ્પલનનો રિપોર્ટ હજુ આવ્યો નથી. તે પ્રમાણે પાયા કેટલો ઊંડો ખોદવામાં આવશે તે નક્કી થશે. 

અયોધ્યાના સુંદરીકરણ, વિકાસની તૈયારીઓ પર ભાર
રામ મંદિરના નિર્માણની સાથે ધર્મનગરી અયોધ્યાના ઐતિહાસિક સ્વરૂપને પુનર્જિવિત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 5 ઓગસ્ટે પ્રસ્તાવિત રામ મંદિરના ભૂમિ પૂજન સમારોહ પહેલા સરકારે અયોધ્યાના સુંદરીકરણ અને વિકાસનું માળખુ તૈયાર કર્યું છે. આ ક્રમમાં અયોધ્યા બાઇપાસથી લઈને શહેર સુધી તમામ મોટા કામ થવાના છે. આ પ્લાનમાં બાયપાસની પાસે ભગવાન હનુમાનની પ્રતિમા લગાવવા, નાના ફ્લાવર ગાર્ડન બનાવા અને ફુવારા લગાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news