UP Investors Summit: ક્યારેક સમય કાઢીને મારી કાશી જોઈ આવો, ખુબ બદલાઈ ગઈ છે- PM મોદી

પીએમ મોદીએ આજે લખનૌમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની 3નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે  80,224 કરોડ રૂપિયાની 1406 પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યું. તેમણે ઈન્વેસ્ટર્સ સમિટને સંબોધન પણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં 80 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત કરાર થયા છે.

UP Investors Summit: ક્યારેક સમય કાઢીને મારી કાશી જોઈ આવો, ખુબ બદલાઈ ગઈ છે- PM મોદી

લખનૌ: પીએમ મોદીએ આજે લખનૌમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની 3નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે  80,224 કરોડ રૂપિયાની 1406 પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યું. તેમણે ઈન્વેસ્ટર્સ સમિટને સંબોધન પણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં 80 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત કરાર થયા છે. આ રેકોર્ડ રોકાણ ઉત્તર પ્રદેશમાં રોજગારીની હજારો તકો ઊભી કરશે. જે ભારત ઉપરાંત યુપીની ગ્રોત સ્ટોરી પણ બતાવે છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોના બાદ જે રીતે વૈશ્વિક પરિસ્થિતિઓ ઊભી થઈ તે આપણા માટે નવી તકો લઈને આવી છે. આપણે આગળ વધીને કામ કરવાનું છે. તેમણે યુવાઓને આગળ આવીને કામ કરવાની પણ અપીલ કરી. 

રોકાણકારોને કર્યું સંબોધન
પીએમ મોદીએ કહ્યું કે યુપીની યુવા શક્તિમાં તે સામર્થ્ય છે કે તે તમારા સપના અને સંકલ્પોને નવી ઉડાણ, નવી ઊંચાઈ આપશે. યુપીના યુવાઓો પરિશ્રમ, સામર્થ્ય, સમજ, સમર્પણ, તમારા બધા સપના સંકલ્પોને સિદ્ધ કરશે. હું કાશીનો સાંસદ છું આથી એટલું ઈચ્છીશ કે ક્યારેક સમય કાઢીને મારી કાશી આવીને જુઓ, કાશી ખુબ બદલાઈ ગઈ છે. વિશ્વની એવી નગરી કે જે પોતાના પુરાતન સામર્થ્ય સાથે નવા રંગરૂપમાં સજી શકે છે. તે યુપીની તાકાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. 

विश्व की ऐसी नगरी, अपनी पुरातन सामर्थ्य के साथ नए रंग-रूप में सज सकती है, ये उत्तर प्रदेश की ताकत का जीता-जागता उदाहरण है।

- पीएम श्री @narendramodi pic.twitter.com/OA2I4Whvbh

— BJP (@BJP4India) June 3, 2022

યુપીમાં 80 હજારકરોડથી વધુ રોકાણ માટેની કરાર થયા
પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં 80 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત કરાર થયા. આ  રેકોર્ડ રોકાણ યુપીમાં રોજગારીની નવી તકો ઊભી કરશે. જે ભારતની સાથે જ યુપીની ગ્રોથ સ્ટોરીને વધતી દેખાડે છે. દુનિયા આજે જે ભરોસાપાત્ર સાથીની શોધ કરે છે તેના પર ખરા ઉતરવાનું સામર્થ્ય ફક્ત ભારત પાસે છે. દુનિયા આજે ભારતના પોટેન્શિયલને પણ જુએ છે અને ભારતના પરફોર્મન્સને પણ બિરદાવે છે. 

ये रिकॉर्ड निवेश यूपी में रोजगार के हजारों नए अवसर बनाएगा।

ये भारत के साथ ही उत्तर प्रदेश की ग्रोथ स्टोरी को बढ़ते दिखाता है।

- पीएम श्री @narendramodi pic.twitter.com/qhP52UQg4O

— BJP (@BJP4India) June 3, 2022

જી20 અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વિકાસ
પીએમ મોદીએ કહ્યું કે આપણે જી20 અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. આજે ભારત ગ્લોબલ રિટેઈલ ઈન્ડેક્સમાં બીજા નંબરે છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો એનર્જી કન્ઝ્યૂમર દેશ છે. 

રેકોર્ડ FDI આવ્યું
ગત વર્ષે દુનિયાના 100થી વધુ દેશોમાંથી 84 બિલિયન ડોલરનું રેકોર્ડ FDI આવ્યું. ભારતે ગત નાણાકીય વર્ષમાં 417 બિલિયન ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાથી વધુનો મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો. હાલમાં જ કેન્દ્રની એનડીએ સરકારે પોતાના 8 વર્ષ પૂરા કર્યા. આ વર્ષોમાં અમે Reform-Perform-Transform ના મંત્ર સાથે આગળ વધ્યા. અમે પોલીસી સ્ટેબીલિટી પર ભાર મૂક્યો, કોઓર્ડિનેશન, Ease of Doing Business પર ભાર મૂક્યો. 

आज भारत, Global Retail Index में दूसरे नंबर पर है।

भारत, दुनिया का तीसरा सबसे बड़ा Energy Consumer देश है।

- पीएम श्री @narendramodi pic.twitter.com/fb6oh1ffF3

— BJP (@BJP4India) June 3, 2022

પીએમ મોદીએ કહ્યું કે અમે અમારા રિફોર્મથી એક રાષ્ટ્ર તરીકે ભારતને મજબૂતાઈ આપવાનું કામ કર્યું છે. One Nation-One Tax GST હોય કે પછી, વન નેશન- વન ગ્રિડ, વન નેશન- વન મોબિલિટી કાર્ડ હોય, વન નેશન- વન રાશન કાર્ડ હોય, અમારા પ્રયત્ન અમારી નક્કર અને સ્પષ્ટ નીતિઓનું પ્રતિબિંબ છે. 

યુપીમાં  ભારતની પાંચમા-છઠ્ઠા ભાગની વસ્તી રહે છે. એટલે કે યુપીના એક વ્યક્તિની સુખાકારી, ભારતના દર છઠ્ઠા વ્યક્તિની સુખાકારી થશે. મારો વિશ્વાસ છે કે યુપી જ 21મી સદીમાં ભારતની ગ્રોથ સ્ટોરીને મૂમેન્ટમ આપશે. આ વખતે બજેટમાં અમે ગંગાના બંને કિનારા પર 5-5 કિમીના દાયરામાં કેમિકલ ફ્રી પ્રાકૃતિક ખેતીનો કોરિડોર બનાવવાની જાહેરાત  કરી છે. યુપીમાં ગંગા 1100 કિમીથી વધુ લાંબી છે અને અહીંના 25-30 જિલ્લામાંથી પસાર થાય છે. પ્રાકૃતિક ખેતીની મોટી સંભાવના અહીં બની રહી છે. 

પીએમ મોદીએ કહ્યું કે ઝડપથી વિકાસ માટે અમારી ડબલ એન્જિનનની સરકાર Infrastructure, Investment અને Manufacturing એ ત્રણેય પર એક સાથે કામ કરી રહી છે. આ વર્ષના બજેટમાં સાડા સાત લાખ કરોડ રૂપિયાના અભૂતપૂર્વ capital expenditure નું allocation આ દિશામાં લેવાયેલું પગલું છે. પીએમ મોદીએ કહ્યું કે 2014માં દેશમાં 100થી પણ ઓછી ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઈબરથી જોડાયેલી હતી. આજે આ સંખ્યા પોણા બે લાખને પાર કરી ગઈ છે. 

તેમણે વધુમાં કહ્યું કે 2014માં આપણા દેશમાં ફક્ત સાડા છ કરોડ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઈબર્સ હતા. આજે તેની સંખ્યા 78 કરોડથી વધુ થઈ છે. 2014માં એક જીબી ડેટા લગભગ 200 રૂપિયાનો પડતો હતો. આજે કિંમત ઘટીને 11-12 રૂપિયા થઈ છે. ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં ડેટા આટલો સસ્તો મળે છે. 2014 પહેલા આપણા ત્યાં 100 જેટલા જ સ્ટાર્ટ અપ્સ હતા. પરંતુ આજે દેશમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ્સની સંખ્યા પણ 70 હજારને પાર પહોંચી રહી છે. હાલમાં જ ભારતે 100 યુનિકોર્નનો રેકોર્ડ પણ બનાવ્યો. આપણી નવી ઈકોનોમીની માંગણી પૂરી કરવા માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતાઈનો ઘણો બધો લાભ તમને મળવાનો છે. 

અદાણીની 70 હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત
અત્રે જણાવવાનું કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જાહેરાત કરી કે તેઓ યુપીમાં આવનારા સમયમાં 70,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી લગભગ 30,000 જેટલી નોકરીની તકો ઊભી થશે. 24 હજાર કરોડ રોડ અને ટ્રાન્સપોર્ટ, 30 હજાર કરોડ મલ્ટિલેવલ લોજિસ્ટિક અને ડિફેન્સ સેક્ટરમાં રોકી રહ્યા છીએ. કાનપુરમાં ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરાશે. આ અવસરે ગૌતમ અદાણીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આજે મને બે મહાન નેતાઓ (પીએમ મોદી, સીએમ યોગી)ને મળવાની તક મળી જેઓ ભારતને નવું ભારત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. 

બિરલા ગ્રુપ કરશે 40 હજાર કરોડનું રોકાણ
ગૌતમ અદાણી ઉપરાંત આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ પણ મોટી જાહેરાત કરતા કહ્યું કે પ્રદેશમાં 40 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેની કરીને 35 હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારીની તકો ઊભી થશે. તેમણે કહ્યું કે યુપી આજે રોકાણ માટે સૌથી મહત્વનું ડેસ્ટિનેશન બની ગયું છે. યુપીએ રોકાણ ક્ષેત્ર હરણફાળ ભરી છે. રોકાણ મિત્રના માધ્યમથી સિંગલ વિન્ડો સિસ્ટમ લાગૂ થવાથી રોકાણ માટે ખુબ મદદ મળી. સીએમ યોગીના નેતૃત્વમાં યુપી આગળ વધી રહ્યું છે અને પીએમ મોદીના નિર્દેશનમાં તે સશક્ત બની રહ્યું છે. અન્ય રાજ્યો માટે તે ઉદાહરણ બન્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news