PM મોદીનુ મિશન મહારાષ્ટ્ર, બે દિવસમાં 6 સભાઓ ગજવી, કહ્યું- કોંગ્રેસનો પંજો જનતાના પૈસા લૂંટતો હતો
દેશભરમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને પ્રધાનમંત્રી મોદીએ ભાજપ તરફથી કમાન સંભાળી છે. પીએમ મોદી દરેક રાજ્યોમાં ચૂંટણી સભાઓ સંબોધી રહ્યાં છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરતા બે દિવસમાં છ સભાઓ ગજવી છે.
Trending Photos
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના બે તબક્કાનુ મતદાન પૂરું થઈ ગયું છે... જેના પછી હવે તમામ રાજકીય પક્ષોના નેતાઓ ત્રીજા તબક્કાની ચૂંટણીના મતદાન પહેલાં મતદારોને આકર્ષિત કરવા પ્રચાર કરી રહ્યા છે... આ કડીમાં ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદીએ પ્રચારનો મોરચો સંભાળ્યો છે... જેમાં મંગળવારે તેમણે મહારાષ્ટ્રના માલશિરસ અને ધારાશિવમાં જંગી રેલીને સંબોધિત કરી... તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યું કે મોહબ્બતની દુકાનમાં ફેક વીડિયો વેચાવા લાગ્યા છે.... આ સિવાય પીએમ મોદીએ વિપક્ષ પર બીજા કયા પ્રહારો કર્યા?.. જોઈશું આ રિપોર્ટમાં...
છેલ્લા 2 દિવસમાં જન સભા અને જંગી રેલી પીએમ મોદીએ ગજવી... જે સાબિત કરે છે કે પીએમ મોદી અને ભાજપ માટે મહારાષ્ટ્રની 48 બેઠક કેટલી મહત્વની છે... પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસે 60 વર્ષ સુધી રાજ કર્યુ... પરંતુ લોકો માટે કંઈ કર્યુ નહોતું.... જ્યારે અમારી સરકારે માત્ર 10 વર્ષમાં તે કામ કરી દીધું...
પીએમ મોદીએ શરદ પવારનું નામ લીધા વિના કહ્યું કે જ્યારે તેઓ કૃષિ મંત્રી હતા ત્યારે ખેડૂતોના વિકાસની વાતો કરતા હતા... પરંતુ તેમણે કોઈ કામગીરી નહીં... જેના કારણે હવે તેમને તમારા મતથી ઘરનો દરવાજો બતાવવાનો સમય આવી ગયો છે...
કોંગ્રેસ પર નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે આજે દેશની સૌથી જૂની પાર્ટી અઢીસો સાંસદોને ચૂંટણી લડાવી શકતી નથી.... એટલે મત આપીને તમારો મત ખરાબ ના કરતા.. 400 સાંસદોવાળી પાર્ટી 250 સાંસદોને લડાવી શકતી નથી
PM મોદીએ ધારાશિવમાં રેલીને સંબોધિત કરતાં કહ્યું કે આજે કોંગ્રેસની મહોબ્બતની દુકાનમાં ફેક વીડિયો વેચાઈ રહ્યા છે.... કેમ કે તેઓ સીધી રીતે અમારો કે અમારી કોઈપણ સાથીદાર પાર્ટીનો મુકાબલો કરી શકે તેમ નથી....
મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો આવેલી છે... જેમાં આ વખતે NDAમાં... ભાજપ 28 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે...તો 14 બેઠક પર એકનાથ શિંદેની શિવસેના લડી રહ્યું છે... 5 બેઠક પર અજીત પવારની એનસીપી લડી રહી છે...
જ્યારે 1 બેઠક રાષ્ટ્રીય સમાજ પાર્ટીને આપી છે. ત્યારે એ જોવાનું રહેશે કે NDA આ ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવામાં સફળ રહેશે?...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે