Exclusive: યુદ્ધ સમસ્યાનું સમાધાન નહી પરંતુ માયકાંગલાઓને શાંતિ નથી મળતી: PM મોદી

લોકસભા ચૂંટણી 2019 (Loksabha election 2019)નું પરિણામ આવ્યાનાં બરોબર બે અઠવાડીયા પહેલા વડાપ્રધાન મોદીએ (Zee News)ને ખાસ ઇંટરવ્યું આપ્યો હતો. આ ઇંટરવ્યું દરમિયાન વડાપ્રધાન મોદીએ ચૂંટણી મુદ્દાઓ અને 23 મેનાં દિવસે આવનારા પરિણામ સંબંધિત સવાલોનાં નિસંકોચ જવાપ આપ્યા. તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, 23 મે બાદ શું થશે, તો તેમણે કહ્યું કે તે તો દેશની જનતા અને ઇવીએમ પણ કહેશે.

Exclusive: યુદ્ધ સમસ્યાનું સમાધાન નહી પરંતુ માયકાંગલાઓને શાંતિ નથી મળતી: PM મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના 2 અઠવાડીયા પહેલા જ Zee Newsને આપેલા ઇન્ટરવ્યુમાં તમામ સવાલોનાં મુક્તમને જવાબો આપ્યા હતા. તેમણે પૂર્વ વવડાપ્રધાન રાજીવ ગાંધીના ઉલ્લેખ મુદ્દે વિપક્ષ દ્વારા તેમના માટે ઉપયોગમાં લેવાઇ રહેલા અપશબ્દો અંગે પણ પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું. 

— Zee News (@ZeeNews) May 9, 2019

Zee Newsનાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાધેના શુદ્ધ રાજનીતિક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે 23 મેનાં રોજ દેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપને 2014થી વધારે સીટો મળશે. આ સમગ્ર ઇન્ટરવ્યુને તમે ઝી ન્યુઝ પર જોઇ શકો છો. 

2019માં શું ભાજપ 201 જેવું જ પ્રદર્શન કરી શકશે?
તમામે 2014માં કહ્યું હતું કે કોઇ જ લહેર નથી, પરંતુ શું થયું. હવે ફરી એવું જ થશે. ઇવીએમ પર સવાલનાં જવાબમાં વડાપ્રધાને કહ્યું કે, વિરોધી અત્યારથી તેની તૈયારીઓ કરી રહ્યા છે. તેમણે આની શરૂઆત કરી પણ દીધી છે. આપણા દેશમાં ચૂંટણીનું આયોજન કરવું એક મોટી વાત છે. 

વિપક્ષ એક થઇ ગયું છે ભાજપ માટે ખતરો નથી
વડાપ્રધાનને વિપક્ષ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, મને આનંદ થાત કે વિપક્ષ એક હોત, પરંતુ તેઓ કનફ્યૂઝ છે. પરંતુ તેઓ એકબીજાના વિરોધી છે, પરંતુ મોદી વેવ સામે ઉડી ન જાય તે માટે એક બીજાનો હાથ પકડીને બેઠા છે. ચૂંટણી બાદ તેઓ ફરી એકવાર વિખેરાઇ જશે. 

વિપક્ષ દાવો કરી રહ્યું છે કે 23 મે બાદ વડાપ્રધાન બિસ્તરા પોટલા બાંધવા લાગશે 
જ્યારે વડાપ્રધાનને પુછવામાં આવ્યું કે, તમારો વિરોધ કરી રહેલા લકો કહી રહ્યા છે કે 23 મે બાદ પેકિંગ કરવા લાગશે. તે અંગે વડાપ્રધાને કહ્યું કે, વિરોધીઓ શું વિચારી રહ્યા છે તે અંગે હું ક્યારે પણ ધ્યાન નથી આપતો. હું પાક્કા વિશ્વાસ સાથે કહી શકું છું કે 2019માં ચૂંટણીમાં જનતાએ ભાજપ અને એન્ડીએને વધારે સીટો આપવાની તૈયારી કરી લીધી છે. હું તે જ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છું. વાત જ્યાં બોરિસા બિસ્તરા બાંધવાની છે તો હું તો દરેક કામ માટે તૈયાર છું. જ્યાં સુધી સપના જોવાની વાત છે તો વિરોધીઓને જોવા દો. તેમનાં સપના તોડવા ન જોઇએ. 

લોકસભા ચૂંટણી 2019 (Loksabha election 2019)નું પરિણામ આવ્યાનાં બરોબર બે અઠવાડીયા પહેલા વડાપ્રધાન મોદીએ (Zee News)ને ખાસ ઇંટરવ્યું આપ્યો હતો. આ ઇંટરવ્યું દરમિયાન વડાપ્રધાન મોદીએ ચૂંટણી મુદ્દાઓ અને 23 મેનાં દિવસે આવનારા પરિણામ સંબંધિત સવાલોનાં નિસંકોચ જવાપ આપ્યા. તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, 23 મે બાદ શું થશે, તો તેમણે કહ્યું કે તે તો દેશની જનતા અને ઇવીએમ પણ કહેશે.

વડાપ્રધાન મોદીને પુછવામાં આવ્યું કે શું તમારી લહેર ચાલી રહી છે
વડાપ્રધાને જણાવ્યું કે, આ પ્રો ઇન્કમ્બન્સી વેવ છે. 2014ની ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ હતું. આ ચૂંટણી હું નથી લડી રહ્યો. દેશની જનતા લડી રહી છે. ગત્ત ચૂંટણીમાં ઘણા મત મળવા અંગે વડાપ્રધાને કહ્યું કે, આ વાત આપણે 23 બાદ કરીશું. જો કે અમારુ ટેલી વધશે. એનડીએની ટેલી પણ વધશે. 

મમતા બેનર્જી સાથે તમારી શું સમસ્યા છે ? 
વડાપ્રધાને કહ્યું કે, મારી છોડો તમે તે લોકો અંગે જણાવો, જે લોકો સાથે મમતા બેનર્જીએ કામ કર્યું છે. તેમનો હિસાબ લગાવો. મમતા બેનર્જીને પાકિસ્તાનનાં વડાપ્રધાન વડાપ્રધાન લાગે છે પરંતુ હું નથી લાગતો. તેઓ મારી રેલીને પરવાનગી નથી આપતા. સવાલ વડાપ્રધાન કે મમતા બેનર્જીનો નથી. બંગાળ બર્બાદી મોટો ખતરો છે. તેની વિચારસરણી દેશ માટે ખતરનાક છે. 

કોંગ્રેસને રાજીવ ગાંધીના કામોનો જવાબ આપવો પડશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધી અસત્યની મદદ લઇને મારી છબી ધુંધળી કરવાના પ્રયાસો કર્યા છે. રાજીવ ગાંધીને મીસ્ટર ક્લિનની છબી તેમના લોકોએ બનાવી હતી. હું 45 વર્ષ તપ કરીને નિકળ્યો છું. મારી સાથે એવું કામ નથી. રાજીવ ગાંધીનું મોત થયું. પરંતુ શું તેમના કામ પર કોઇ વાત ન કરવી જોઇએ. 

અમે તો અપમાન સહીને આવ્યા છીએ, નામદારનો વિચાર છે કે આ લોકો તુચ્છ છે
વડાપ્રધાન મોદીએ જ્યારે પુછવામાં આવ્યું કે, તમને કેવું લાગે છે જ્યારે વિપક્ષ ગાળો ભાંડે છે, ત્યારે તેમણે કહ્યું કે, મને દર્દ થાય છે. પરંતુ હુ મારા દર્દની પી જાઉ છું. અમે આમ પણ ડગલે પગલે અપમાન સહીને આવ્યા છીએ। જ્યારે ચા વેચતો હતો તો લોકો મને ટોકતા હતા. આ વિચાર આ નામદારોની છે જે વિચારે છે કે આ લોકો તુચ્છ છે. અમે જે ગરીબી, પછાતપણાથી નિકળીને ત્યાં અલગ અળગ સ્થળ પર અપમાન સહ્યા છે. મોટા મોટા લોકો અમને ખખડાવતા રહે છે, ગાળો આપતા રહ્યા છે. મને અત્યારે ગાળો અપાઇ રહી છે તેના મુળમાં પણ નામદારની માનસિકતા જ છે. 

યુદ્ધ સમાધાન નહી
યુદ્ધ કોઇ પણ સમસ્યાનું સમાધાન નથી. પરંતુ શાંતિ નિર્બળ લોકોને નથી મળી શકતી. સમર્થ લોકોને જ શાંતિ મળે છે. એટલા માટે શાંતિ માટે ભારત સામર્થ્યવાન હોવું જરૂરી છે. આ દેશ ગાંધીનો છે આપણે ગાંધી સાથે અન્યાય કર્યો છે. જે પ્રકારે વિશ્વમાં તેમને રજુ કરવા જોઇતા હતા તેમને હજી સુધી આપણે કરી શક્યા નથી. 

અનેક નિર્ણયો અચાનક લઇ લેવા અંગે મોદીનો જવાબ
મે એક પણ નિર્ણય સરપ્રાઇઝ નથી કર્યું. મે દર વખતે જણાવ્યું છે. પહેલી સર્જીકલ સ્ટ્રાઇક સમયે પણ મે જણાવ્યું હતું. પાર્લામેન્ટમાં જણાવ્યું હતું. જો કે તેમણે હળવાશમાં લીધું. હવે તમે કહી રહ્યા છો કે આ વ્યક્તિ રિઝલ્ટ ઓરિયેન્ટેડ છે. 

 

— Zee News (@ZeeNews) May 9, 2019

Zee News ના એડિટર સુધીર ચૌધરી સાથેના આ શુદ્ધ રાજનીતિક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે, 23 મેનાં રોજ દેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપ 2014ની તુલનાએ વધારે સીટો મેળવશે. આ સમગ્ર ઇન્ટરવ્યુંને ZEE News પર આજે રાતેર 8 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.

મોદી લહેરથી બચવા તમામ વિપક્ષ એક થઇ ગયું છે
વડાપ્રધાને કહ્યું કે, મોદી લહેરથી બચવા માટે જ વિપક્ષી દળ એક બીજાનો હાથ પકડી રહ્યું છે જેથી તેઓ ઉડી ન જાય. મમતા બેનર્જી દ્વારા મોદીને વડાપ્રધાન માનવાનો ઇન્કાર કરવા અંગે તેમણે કહ્યું કે આ સંવૈધાનિક ખતરો છે મમતા બેનર્જી પાકિસ્તાનનાં વડાપ્રધાનને વડાપ્રધાન માને છે પરંતુ ભારતનાં વડાપ્રધાનને માનવા તૈયાર નથી. આ તેમના સંવિધાન પર અવિશ્વાસની અભિવ્યક્તિ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news