'બચાવ અભિયાનની સફળતા ભાવુક કરનારી', સુરંગમાંથી મજૂરો બહાર આવ્યા બાદ બોલ્યા પીએમ મોદી, બચાવ ટીમને પણ અભિનંદન આપ્યા

Uttarkashi Tunnel Rescue Successful: સિલક્યારા ટનલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા શ્રમિકોને લઈને પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની પ્રતિક્રિયા સામે આવી છે. 

'બચાવ અભિયાનની સફળતા ભાવુક કરનારી', સુરંગમાંથી મજૂરો બહાર આવ્યા બાદ બોલ્યા પીએમ મોદી, બચાવ ટીમને પણ અભિનંદન આપ્યા

નવી દિલ્હીઃ PM Modi On Uttarkashi Tunnel Rescue Success: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોને બચાવ અભિયાનના 17માં દિવસે સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. મજૂરો સુરક્ષિત બહાર આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ પોતાના સત્તાવાર X હેન્ડલ પર લખ્યું- ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓના રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરી દેનારી છે. 

પીએમ મોદીએ આગળ કહ્યું- ટનલમાં જે સાથી ફસાયા હતા, તેને હું કહેવા ઈચ્છુ છું કે તમારૂ સાહસ અને ધૈર્ય દરેકને પ્રેરિત કરી રહ્યું છે. હું તમારા બધાની કુશલતા અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરુ છું. આ અત્યંત સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા બાદ હવે આપણા આ સાથી પોતાના પ્રિયજનોને મળશે. 

પ્રધાનમંત્રીએ કહ્યું, "આ પડકારજનક સમયમાં આ તમામ પરિવારોએ જે સંયમ અને હિંમત બતાવી છે તેની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. હું આ બચાવ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોની ભાવનાને પણ સલામ કરું છું. તેમની બહાદુરી અને નિશ્ચયએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

દેશ માટે મોટા ખુશીના સમાચાર છે- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર લખ્યું- દેશ માટે આ મોટા ખુશીના સમાચાર છે કે ઉત્તરકાશીમાં એક સુરંગમાં ફસાયેલા આપણા તમામ 41 શ્રમિક ભાઈઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. રાષ્ટ્ર સુરંગમાં આટલા લાંબા સમય સુધી આવી પડકારજનક સ્થિતિનો સામનો કરવાના તેના સાહસને સલામ કરુ છું. તે બધા લોકો અને એજન્સીઓનો મારો હાર્દિક આભાર જેણે અમારા સાથી નાગરિકોનો જીવ બચાવવા માટે અથાગ પ્રયાસો કર્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news