71મા ગણતંત્ર દિવસ પર PM મોદીએ શરૂ કરી નવી પરંપરા, પહેલીવાર કંઇક આવું થયું
ઘણીવાર નવી પરંપરા સ્થાપિત કરી ચૂકેલા પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) આ ગણતંત્ર દિવસ (Republic Day) પર પણ એક નવી પરંપરાનો પાયો નાખી દીધો છે. પીએમ મોદી આ વખતે ઇન્ડીયા ગેટ (India Gate) ન ગયા જ્યારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) પહોંચ્યા.
Trending Photos
નવી દિલ્હી: ઘણીવાર નવી પરંપરા સ્થાપિત કરી ચૂકેલા પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) આ ગણતંત્ર દિવસ (Republic Day) પર પણ એક નવી પરંપરાનો પાયો નાખી દીધો છે. પીએમ મોદી આ વખતે ઇન્ડીયા ગેટ (India Gate) ન ગયા જ્યારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) પહોંચ્યા.
પીએમ મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તમને જણાવી દઇએ કે દરેક વડાપ્રધાન ઇન્ડીયા ગેટ જાય છે અને ત્યાંથી અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બાદ પીએમ મોદી રાજપથ પહોંચ્યા જ્યાં તેમણે ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લીધો.
આ પહેલાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ દેશવાસીઓને શુભકામનાઓ આપી. પીએમ મોદીએ રવિવારે સવારે ટ્વિટ કર્યું, 'તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિંદ!
તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. અમિત શાહે ટ્વિટ કરી કહ્યું, 'તમામ દેશવાસીઓને 71મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ.'
ઘણા ખાસ અવસરો પર પોતાના ડ્રેસના કારણે ચર્ચામાં રહેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ વખતે ગણતંત્ર દિવસ પર ફરી ચર્ચામાં છે. મોદી કુર્તા પહેલાં ઘણા લોકોને આકર્ષિત કરી ચૂક્યા છે. આ વખતે પીએમનો સાફો ખુબ ચર્ચામાં છે. તમને જણાવી દઇએ કે પીએમ મોદીએ 2015માં પહેલીવાર સાફો પહેરીને રાજપથ પર 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) પરેડની સલામી લીધી હતી. ગણતંત્ર દિવસના અવસર પર સુંદર સાફો પહેરવાનો અંદાજ યથાવત રાખતાં પીએમ મોદી રવિવાર (26 જાન્યુઆરી 2020)એ કેસરી રંગના સાફામાં જોવા મળ્યા.
71મા ગણતંત્ર દિવસના અવસરે તેમણે સફેદ કુર્તા લેંઘાની સાથે જેકેટ અને ભગવા રંગનો સાફો પહેર્યો છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાફો ગત વખતની સાથે હળતો મળતો હતો. આ ગાઢ કેસરી રંગનો છે જેમાં ટપકાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે