PM મોદીનો વિરોધીઓને પડકાર, 'હિંમત હોય તો કલમ 370 પાછી લાવવાની વાત તમારા ઘોષણા પત્રમાં લાવો'

મહારાષ્ટ્રના જળગાંવમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 પાછી લાવવાનું વચન આપે.

PM મોદીનો વિરોધીઓને પડકાર, 'હિંમત હોય તો કલમ 370 પાછી લાવવાની વાત તમારા ઘોષણા પત્રમાં લાવો'

મુંબઈ: મહારાષ્ટ્રના જળગાંવમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 પાછી લાવવાનું વચન આપે. પીએમ મોદીએ આ સાથે કોંગ્રેસ અને એનસીપી ઉપર પણ નિશાન સાંધ્યું. પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પર વાત કરતા કહ્યું કે 5 ઓગસ્ટના રોજ તમારી ભાવના મુજબ ભાજપ-એનડીએ સરકારે એક અભૂતપૂર્વ નિર્ણય લીધો. જે અંગે વિચારવું પણ પહેલા અશક્ય લાગતું હતું. 

પીએમ મોદીએ કહ્યું કે એક એવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીરના ગરીબની, બહેન બેટીઓની, દલિતો અને શોષિતોના વિકાસની સંભાવના નહીવતં હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદાખ ફક્ત જમીનનો એક ટુકડો નથી પરંતુ માતા ભારતીનું મસ્તક છે, ત્યાંનું કણ કણ ભારતની શક્તિને મજબુત કરે છે. 

પીએમ મોદીએ સાધ્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે દુર્ભાગ્યથી કહેવું પડે છે કે આપણા દેશના કેટલાક રાજકીય પક્ષો, કેટલાક રાજનેતાઓ, રાષ્ટ્રહિતમાં લેવાયેલા આ નિર્ણય ઉપર રાજનીતિ કરવામાં લાગ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોંગ્રેસ-એનસીપીના નેતાઓના નિવેદન જોઈ લો. જમ્મુ-કાશ્મીરને લઈને આખો દેશ જે વિચારે છે, તેનાથી એકદમ ઊંધી તેમની સોચ જોવા મળે છે. તેમનો તાલમેળ પાડોશી દેશ સાથે મળતો આવે છે. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ કહ્યું કે આજે હું વિરોધીઓને પડકાર ફેંકુ છું કે તમારામા જો હિંમત હોય તો તેઓ આ ચૂંટણીમાં પણ અને આવનારી ચૂંટણીઓમાં પણ પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં એવી જાહેરાત કરે કે તેઓ કલમ 370 પાછી લાવશે. 5 ઓગસ્ટના નિર્ણયને અમે બદલીશું, નહીં તો પછી આ મગરમચ્છના આંસુ વહાવાના બંધ કરે. 

ભારતનો અવાજ દુનિયાના દરેક તાકાત સાંભળે છે
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતનો અવાજ દુનિયાની દરેક તાકાત મજબુતાઈથી સાંભળી રહી છે. તેમણે કહ્યું કે દુનિયાનો દરેક દેશ ભારત સાથે ઊભો છે, આપણી સાથે મળીને આગળ વધવા માટે ઉત્સાહિત છે. 

પીએમ મોદીએ કહ્યું કે હવે નવા ભારતનો નવો જુસ્સો દુનિયાને પણ દેખાઈ રહ્યો છે. આજે દુનિયામાં નવા ભારતનો જે જલવો છે, તેની પાછલ ફક્ત અને ફક્ત મારા 130 કરોડ દેશવાસીઓ છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ આ રેલી સાથે રવિવારથી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે. આજે તેઓ વધુ બે રેલીઓને પણ સંબોધિત કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news