મહિને 2 રૂપિયામાં મોદી સરકાર આપે છે 2 લાખનો વીમો, ગેમચેન્જર બની છે આ યોજના

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલી સ્કીમ છે. તેમાં દુર્ઘટનાની સ્થિતિમાં બે લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવે છે. તેનો લાભ લેવા માટે 1 જૂન 2022થી 20 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ છે.

મહિને 2 રૂપિયામાં મોદી સરકાર આપે છે 2 લાખનો વીમો, ગેમચેન્જર બની છે આ યોજના

નવી દિલ્લીઃ આજના સમયમાં વીમો એ સામાન્ય પ્રજાની તાતિ જરૂરિયાત છે.  આમ તો જીવન વીમા પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક જીવન વીમા પોલિસી સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે. જેમાં ખુબ ઓછા ભાવે તમે ઈન્શ્યોરન્સ કવરનો લાભ લઈ શકો છો. ગરીબ લોકો માટે વધુ પ્રીમિયમ આપવું સંભવ નથી. તેવામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PM Suraksha Bima Yojana)ગેમ ચેન્જર બનીને ઉભરી છે.  કેન્દ્ર સરકારે થોડા વર્ષ પહેલા ખુબ સામાન્ય પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી PMSBY એક એવી સ્કીમ છે, જે હેઠળ માત્ર 20 રૂપિયામાં ખાતાધારકને 2 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવર મળે છે. આવો આ સ્કીમ વિશે જાણીએ...

જાણો શું છે PMSBYની શરતો?
18-70 વર્ષની વયના લોકો PMSBY યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર રૂ.20 છે. PMSBY પોલિસી માટેનું પ્રીમિયમ પણ સીધા બેંક ખાતામાંથી કાપવામાં આવે છે. પોલિસી ખરીદતી વખતે બેંક ખાતું PMSBY સાથે જોડાયેલ હોય છે. PMSBY પોલિસી અનુસાર, વીમો ખરીદનાર ગ્રાહકનું અકસ્માતમાં મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં, તેના આશ્રિતને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે.

12 રૂપિયાથી વધુ 20 રૂપિયા થયું વાર્ષિક પ્રીમિયમ-
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલી સ્કીમ છે. તેમાં દુર્ઘટનાની સ્થિતિમાં બે લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવે છે. તેનો લાભ લેવા માટે 1 જૂન 2022થી 20 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ છે. 1 જૂન 2022 પહેલા પ્રીમિયમ માત્ર 12 રૂપિયા હતું. PMSBY નો ઉદ્દેશ્ય ભારતની તે વસ્તીને સુરક્ષા પ્રદાન કરવાનું છે, જેની આવક ખુબ ઓછી છે. 

જાણો કઈ રીતે થશે રજીસ્ટ્રેશન?
બેન્કની કોઈપણ શાખામાં જઈને તમે આ પોલિસી માટે અરજી કરી શકો છે. બેન્ક મિત્ર પણ પીએમએસબીવાઈને ઘરે ઘરે પહોંચાડી રહ્યાં છે. વીમા એન્જટનો તે માટે સંપર્ક કરી શકાય છે. સરકારી વીમા કંપનીઓ અને ઘણી ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીઓ પણ આ પ્લાન વેચે છે. 

પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ કોને મળે છે?
18થી 70 વર્ષની વચ્ચેના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ યોજનામાં, રોકાણની રકમ લિંક કરેલા બેંક ખાતામાંથી આપમેળે કપાઈ જાય છે.
અકસ્માત, મૃત્યુ અથવા વીમાધારકની અપંગતાના કિસ્સામાં, 2 લાખ રૂપિયા સુધીનો વીમો ઉપલબ્ધ છે.
જો વીમા ધારક અકસ્માતમાં અક્ષમ થઈ જાય તો સરકાર દ્વારા 1 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે.
વીમાધારકના મૃત્યુ પછી, નોમિનીને વીમાની સંપૂર્ણ રકમ મળે છે.

કેવી રીતે અરજી કરવી-
આ યોજનાનો લાભ મેળવવા માટે, અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં કરી શકાય છે.
ઓનલાઈન અરજી માટે https://www.jansuraksha.gov.in/ પર જવું પડશે.
અહીં તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
ફોર્મ સબમિટ કરતા પહેલાં, તમારે તેની સાથે દસ્તાવેજો જોડવા પડશે.
ઑફલાઇન અરજી માટે, તમે તમારી નજીકની બેંક શાખાનો સંપર્ક કરી શકો છો.

આ દસ્તાવેજો જરૂરી છે:

આધાર કાર્ડ-
મતદાર આઈડી, રેશન કાર્ડ અથવા કોઈપણ આઈડી પ્રૂફ
બેંક ખાતાની વિગતો
ઉંમરના પુરાવા માટે જન્મ પ્રમાણપત્ર
પાસપોર્ટ સાઇઝનો ફોટો

યોજનાના નિયમો અને શરતો-
યોજના માટે અરજી કરવા માટે, અરજદાર પાસે સક્રિય બચત ખાતું હોવું આવશ્યક છે. જો એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે તો પોલિસી સમાપ્ત થઈ જશે.
1 વર્ષ પછી આ સ્કીમમાં ફરીથી રોકાણ કરવું પડશે.
પોલિસી પ્રીમિયમના ઓટો ડેબિટ માટે, અરજદારે કરાર પત્ર પર સહી કરવી પડશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news