મુંબઇ: PM મોદીએ નવી મેટ્રો લાઈન અને સ્વદેશી મેટ્રો કોચનું ઉદ્ધાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગ્લુરુથી મુંબઈની મુલાકાતે ગયા છે. શનિવારે તેઓ વિમાનથી મુંબઇ એરપોર્ટ પહોંચ્યાં. જ્યાં તેમનું સ્વાગત રાજ્યપાલ ભગત કોશ્યારી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું.

મુંબઇ: PM મોદીએ નવી મેટ્રો લાઈન અને સ્વદેશી મેટ્રો કોચનું ઉદ્ધાટન કર્યું

મુંબઇ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઇ પ્રવાસે છે. શનિવારે તેઓ વિમાનથી મુંબઇ એરપોર્ટ પહોંચ્યાં. જ્યાં તેમનું સ્વાગત રાજ્યપાલ ભગતકોશ્યારી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું. ત્યારબાદ તેઓ સીધા વિલે પાર્લે સ્થિત લોકમાન્ય સેવા સંઘ તિલક મંદિર પહોંચ્યાં. અહીં તેમણે પંડાલમાં જઈનેભગવાન ગણેશની પૂજા અર્ચના કરી. પૂજા બાદ તેમણે મુંબઇની નવી મેટ્રો લાઈનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ હાજર રહ્યાં. પીએમ મોદીએ સ્વદેશી મેટ્રો કોચ અને નવા મેટ્રો પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કર્યું. આ સ્વદેશી મેટ્રો કોચ મેક ઈન ઈન્ડિયા હેઠળ બનાવવામાં આવ્યાં છે. પીએમ મોદીએ મેટ્રો રેલનું વિઝન ડોક્યુમેન્ટ પણ બહાર પાડ્યું.

— ANI (@ANI) September 7, 2019

ગણેશ પંડાલમાં પૂજા કરી
શનિવારે તેઓ વિમાનથી મુંબઇ એરપોર્ટ પહોંચ્યાં. જ્યાં તેમનું સ્વાગત રાજ્યપાલ ભગત કોશ્યારી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું. ત્યારબાદ તેઓ સીધા વિલે પાર્લે સ્થિત લોકમાન્ય સેવા સંઘ તિલક મંદિર પહોંચ્યાં. અહીં તેમણે પંડાલમાં જઈને ભગવાન ગણેશની પૂજા અર્ચના કરી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પીએમ મોદીએ આરે કોલોની વિસ્તારમાં મેટ્રો ભવન માટે ભૂમિપૂજન કર્યું. આ ઉપરાંત જે ત્રણ મેટ્રો પ્રોજેક્ટ્સનું તેમણે ઉદ્ધાટન કર્યું તેમાં 9.2 કિમી ગૈમુખ-શિવાજી ચોક (મીરા રોડ) મેટ્રો-10 કોરિડોર, 12.8 કિલોમીટરવાળો વડાલા-સીએસટી મેટ્રો -11 કોરિડોર અને 20.7 કિમી કલ્યાણ-તલોજા મેટ્રો-12 કોરિડોર સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news