અવિશ્વાસના પ્રસ્તાવથી ગભરાયો રૂપિયો, સૌથી મોટો કડાકો, થશે આ નુકસાન
ડોલરના મુકાબલે રૂપિયો શુક્રવારે પોતાના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. બિઝનેસ દરમિયાન રૂપિયો 7 પૈસા નીચે સરકીને 69.12 પ્રતિ ડોલરના ભાવે ખુલ્યો. જે રૂપિયાનું ઓલટાઇમ લો લેવલ છે.
Trending Photos
નવી દિલ્હી: ડોલરના મુકાબલે રૂપિયો શુક્રવારે પોતાના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. બિઝનેસ દરમિયાન રૂપિયો 7 પૈસા નીચે સરકીને 69.12 પ્રતિ ડોલરના ભાવે ખુલ્યો. જે રૂપિયાનું ઓલટાઇમ લો લેવલ છે. મળતી માહિતી અનુસાર યૂએસમાં ઇકોનોમિક ડેટા સારો રહેતા ડોલરમાં આવેલી મજબૂતી અને ઘરેલૂ સ્તર પર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ટેબલ થતાં રૂપિયામાં ઘટાડો નોંધાયો છે. એક્સપર્ટનું માનવું છે કે 69.30 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તર સુધી જઇ શકે છે. રૂપિયો નબળો પડવાથી આમ આદમી માટે પણ ખતરો છે.
એક દિવસમાં સૌથી મોટો ઘટાડો
આ પહેલાં ગુરૂવારે પણ રૂપિયો રેકોર્ડ નિચલા સ્તર પર બંધ થયો હતો. ગુરૂવારે રૂપિયો 43 પૈસા નબળો પડીને 69.05ના સ્તર પર બંધ થયો હતો. આ રૂપિયો ઓલટાઇમ લો ક્લોજિંગ હતી. તો બીજી તરફ 43 પૈસાની નબળાઇ રૂપિયામાં 29 મે બાદ એક દિવસનો સૌથી મોટો ઘટાડો થયો હતો.
અવિશ્વાસ પ્રસ્તાવની અસર
શુક્રવારે વિપક્ષ દ્વારા વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર વિરૂદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ ચર્ચા થવાની છે. તેનાથી પણ કરન્સી માર્કેટના સેંટીમેંટ ખરાબ થયા છે. એક્સપર્ટનું માનીએ તો ઘરેલુ કરન્સીને સપોર્ટ આપવા માટે આરબીઆઇ દ્વારા કોઇ દરમિયાનગિરી કરવામાં આવી નથી. જેના લીધે રૂપિયામાં રિકવરી જોવા મળી નથી.
યૂએસ ફેડના નિવેદનથી ડોલર મજબૂત
ફેડરલ રિઝર્વના ચેરમેનની અમેરિકી અર્થવ્યવસ્થા પર ઉત્સાહજનક ટિપ્પણીથી ડોલરના એક વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચવાની સાથે રૂપિયામાં ઘટાડો આવ્યો. યૂએસ ફેડે અમેરિકામાં ધીરે-ધીરે વ્યાજદરોમાં વધારા તરફ ઇશારો કર્યો છે. આ કારણે જ બીજી ગ્લોબલ કરન્સીના મુકાબલે ડોલરમાં મજબૂતી આવી છે.
આમ આદમી પર શું અસર થશે
- ભારત પોતાની જરૂરિયાતના લગભગ 80 ટકા પેટ્રોલિયમ પ્રોડક્ટ આયાત કરે છે.
- રૂપિયામાં ઘટાડાથી પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાત મોંઘી થઇ જશે.
- ઓઇલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની ઘરેલૂ કિંમતોમાં વધારો કરી શકે છે.
- આ ઉપરાંત ભારત મોટાપાયે ખાદ્ય તેલો અને દાળોની પણ આયાત કરે છે.
- રૂપિયો નબળો થતાં ઘરેલૂ બજારમાં ખાદ્ય તેલો અને દાળોના ભાવ વધી શકે છે.
આ વર્ષે 7%થી વધુ તૂટ્યો રૂપિયો
2018ની શરૂઆતથી જ રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી રૂપિયો લગભગ 7 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે. આ પહેલાં રૂપિયાએ 28 ઓગસ્ટ, 2013ના રોજ રૂપિયો 68.80ના ઓલ ટાઇમ લો પર પહોંચ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે