બિહાર: પુલવામા હુમલા પર બોલ્યા PM- 'જે આગ તમારા હ્રદયમાં, તે જ આગ મારા હ્રદયમાં પણ છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસના બિહાર પ્રવાસ અંતર્ગત આજે 11. 40 વાગે વિશેષ વિમાનથી પટણા એરપોર્ટ પહોંચ્યા હતાં. રાજ્યપાલ લાલજી ટંડન, મુખ્યમંત્રી નીતિશકુમાર, નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. 

બિહાર: પુલવામા હુમલા પર બોલ્યા PM- 'જે આગ તમારા હ્રદયમાં, તે જ આગ મારા હ્રદયમાં પણ છે'

બેગુસરાય: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસના બિહાર પ્રવાસ અંતર્ગત આજે 11. 40 વાગે વિશેષ વિમાનથી પટણા એરપોર્ટ પહોંચ્યા હતાં. રાજ્યપાલ લાલજી ટંડન, મુખ્યમંત્રી નીતિશકુમાર, નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. પટણા બાદ પીએમ મોદી વાયુસેનાના ખાસ ચોપરથી બરૌની પહોંચ્યાં જ્યાં તેમણે રાજ્યને 33 હજાર કરોડની પરિયોજનાઓની ભેટ આપી. અહીં તેમણે શહીદોમાં સામેલ બિહારના જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે જે આગ લોકોના હ્રદયમાં છે તે જ મારા હ્રદયમાં છે. નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયાં. જેમાં બિહારના બે જવાન, પટણાના મસૌઢી નિવાસી સંજયકુમાર સિન્હા, અને ભાગલપુરના રત્નકુમાર ઠાકુર સામેલ છે. 

જે આગ તમારા હ્રદયમાં એ જ મારા હ્રદયમાં
પીએમ મોદીએ પુલવામા હુમલાના શહીદોને નમન કરતા કહ્યું કે હું અનુભવ કરી રહ્યો છું કે તમારા અને દેશવાસીઓના હ્રદયમાં કેટલી આગ છે. હું તમને જણાવવા માંગુ છું કે જે આગ તમારા હ્રદયમાં છે તે જ મારા હ્રદયમાં પણ છે. આ સાથે જ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બિહાર સહિત પૂર્વ ભારતને આગળ લાવવા માટે એક પછી એક પગલું ભરી રહી છે. તેમણે નીતિશકુમાર અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં.  પીએમ મોદીએ રવિવારે 13,365 કરોડના ખર્ચે બનનારી પટણામાં મેટ્રો ટ્રેન પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત તેમણે એક ડઝન અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કર્યું. સમારોહમાં મુખ્યમંત્રી નીતિશકુમાર અને ડે.સીએમ સુશીલકુમાર મોદીએ પણ  ભાગ લીધો. 

સ્વાસ્થ્ય સેવાઓની દ્રષ્ટિએ ઐતિહાસિક દિવસ
બરોનીમાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે બિહારમાં સ્વાસ્થ્ય સેવાઓની દ્રષ્ટિએ આજે એક ઐતિહાસિક દિવસ છે. છપરા અને પુર્ણિયામાં હવે નવી મેડિકલ કોલેજો બનવાની છે. જ્યારે ભાગલપુર અને ગયાની મેડિકલ કોલેજોને અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બિહારમાં પટણા એમ્સ સિવાય વધુ એક એમ્સ બનવા પર કામ ચાલી રહ્યું છે. 

મેટ્રો પ્રોજેક્ટ માટે પટણાવાસીઓને અભિનંદન
મેટ્રો પ્રોજેક્ટ માટે વડાપ્રધાને પટણાવાસીઓને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું કે પાટલીપુત્ર હવે મેટ્રો રેલ સાથે જોડાશે. 13000 કરોડ રૂપિયાની આ પરિયોજનાને વર્તમાન સાથે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિક્સિત કરાઈ રહી છે. મેટ્રો પ્રોજેક્ટ ઝડપથી વિકસીત થઈ રહેલા પટણા શહેરને નવી ગતિ આપશે. 

પીએમએ  કર્યો યોજનાઓનો શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટણાના શહેરી વિસ્તારમાં 3200 વર્ગ કિમીમાં 9.75 લાખ ઘરોમાં પીએનજી અને વાહનો માટે સીએનજી આપૂર્તિ યોજનાનું ઉદ્ધાટન કર્યું. જ્યારે ત્યાં બાઢ, સુલ્તાનગંજ, અને નવગછિયામાં સીવરેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ યોજનાનું પણ ઉદ્ધાટન કર્યું. આ અવસરે વડાપ્રધાને વિભિન્ન સ્થાનો માટે 1427.14 કરોડ રૂપિયાના ખર્ચથી 22 અટલ નવીકરણ અને શહેરી પરિવર્તન મિશન (અમૃત) પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. 

પીએમએ  કર્યો યોજનાઓનો શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટણાના શહેરી વિસ્તારમાં 3200 વર્ગ કિમીમાં 9.75 લાખ ઘરોમાં પીએનજી અને વાહનો માટે સીએનજી આપૂર્તિ યોજનાનું ઉદ્ધાટન કર્યું. જ્યારે ત્યાં બાઢ, સુલ્તાનગંજ, અને નવગછિયામાં સીવરેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ યોજનાનું પણ ઉદ્ધાટન કર્યું. આ અવસરે વડાપ્રધાને વિભિન્ન સ્થાનો માટે 1427.14 કરોડ રૂપિયાના ખર્ચથી 22 અટલ નવીકરણ અને શહેરી પરિવર્તન મિશન (અમૃત) પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. 

પુલવામા હુમલાનો જબરદસ્ત રીતે બદલો લેવાશે-નીતિશકુમાર
બરૌનીમાં સભાને સંબોધતા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે અહીં આજે જે પણ વિકાસ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી છે તે માટે હું પીએમ મોદીને ધન્યવાદ પાઠવું છું. આ સાથે તેમણે કહ્યું કે પટણા રેલ મેટ્રો પ્રોજેક્ટમાં વડાપ્રધાનનું પૂરેપૂરું સમર્થન મળ્યું. જમીન માટે ખર્ચ રાજ્ય સરકાર કરશે. 

પુલવામા હુમલા પર બોલતા તેમણે કહ્યું કે પુલવામામાં જે ઘટના ઘટી છે તેનાથી સમગ્ર દેશ ગુસ્સામાં છે. દરેક હિન્દુસ્તાનીના મનમાં છે કે તેનો જબરદસ્ત બદલો લઈશું. સીએમએ કહ્યું કે વડાપ્રધાને કહ્યું છે કે તેનો જરૂર બદલો લેવાશે. આ કાયરતાપૂર્ણ હુમલો છે. અમને ભરોસો છે  કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બદલો લેશે. જબરદસ્ત રીતે બદલો લેશે. 

પીએમ મોદીએ કયા કયા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો...

- પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટ
- બરૌની રિફાઈનરીની ક્ષમતાનો વિસ્તાર
- પારાદીપ-હલ્દિયા-દુર્ગાપુર એલપીજી પાઈપલાઈનનો વિસ્તાર
- બરૌની રિફાઈનરીની ક્ષમતાનો વિસ્તાર
- એમોનિયા યુરિયા ઉર્વરક કોમ્પલેક્સ
- 96 કીમી સીવરેજ પરિયોજના
- 22 જિલ્લાઓમાં અમૃત પરિયોજના
- છપરામાં મેડિકલ કોલેજ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news