ઉત્તરાખંડમાં PM મોદીએ કહ્યું- 'આજે પણ આપણે અગાઉની સરકારોમાં થયેલા કૌભાંડોની ભરપાઈ કરી રહ્યા છીએ'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શનિવારે) ઉત્તરાખંડના પ્રવાસે છે. પીએમ મોદીએ ઉત્તરાખંડમાં 18 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓની શરૂઆત કરી.
Trending Photos
દેહરાદૂન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શનિવારે) ઉત્તરાખંડના પ્રવાસે છે. પીએમ મોદીએ ઉત્તરાખંડમાં 18 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓની શરૂઆત કરી. પીએમ મોદીએ આ અવસર પર એક જનસભાને પણ સંબોધિત કરી. પીએમ મોદીએ કહ્યું કે આ વિસ્તારનો વિકાસ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ પ્રોજેક્ટ્સ આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે.
ઉત્તરાખંડ બીજેપી અધ્યક્ષ મદન કૌશિકે પીએમનો આભાર માન્યો
પીએમના સંબોધન પહેલા ઉત્તરાખંડ બીજેપી અધ્યક્ષ મદન કૌશિકે જનસભાને સંબોધી હતી. તેમણે કલમ 370 હટાવવા અને વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન, મફત રાશન અને ગરીબો માટે આવાસ યોજનાઓ માટે પીએમ મોદીનો આભાર માન્યો.
Dehradun | PM Modi inspects the model of the Delhi-Dehradun Economic Corridor. The corridor will be built at a cost of around Rs 8300 crores
He will inaugurate & lay the foundation stone of multiple projects worth around Rs 18,000 crores in Uttarakhand today
(Source: DD) pic.twitter.com/joWqfWqsB2
— ANI (@ANI) December 4, 2021
જનસભાને સંબોધતા ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ આપણું સૌભાગ્ય છે કે આજે આપણો દેશ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનને હું ખાતરી આપું છું કે તમારા મહાયજ્ઞ માટે જે પણ બલિદાનની જરૂર પડશે તે માટે ઉત્તરાખંડના લોકો તૈયાર રહેશે. કોરોનાના સમયગાળા દરમિયાન એક તરફ પીએમ એ ગરીબ લોકોને બે ટાઈમનું ભોજન આપ્યું તો બીજી તરફ આયુષ્માન યોજનામાં તેમને મફત સારવાર મળશે તેવી ખાતરી આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરના મોડલનું નિરીક્ષણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા સાડા ચાર વર્ષમાં ઉત્તરાખંડના વિકાસ માટે 1 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આજે પણ 18 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-દહેરાદૂન ઇકોનોમિક કોરિડોરનો સમાવેશ થાય છે. આ કોરિડોર લગભગ 8,300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.
આજે પણ આપણે અગાઉની સરકારોના કૌભાંડોની ભરપાઈ કરી રહ્યા છીએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો પૂછે છે કે ડબલ એન્જિન સરકારનો ફાયદો શું છે, તેઓ આજે જોઈ શકે છે કે ઝડપી વિકાસ થયો છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતમાં કનેક્ટિવિટી વધારવા માટે અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ તેમના પછી દસ વર્ષ સુધી એવી સરકાર રહી જેણે દેશનો સમય વેડફ્યો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર કૌભાંડો અને ગફતા થયા. અમે તેના નુકસાનની ભરપાઈ કરવા માટે બમણી ઝડપે કામ કર્યું.
જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, પાછલા વર્ષોની મહેનત પછી, ઘણી જરૂરી પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી, આખરે આજે આ દિવસ આવ્યો છે. આજે ભારત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. 100 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાના ઈરાદા સાથે આગળ વધી રહ્યું છે. આજે ભારતની નીતિ ગતિશીલતાની છે, બમણી કે ત્રણ ગણી ઝડપથી કામ કરવાની છે. આજે દેશ નવીનીકરણમાં વ્યસ્ત છે. કેદારનાથનું પુનઃનિર્માણ થયું. આપણા પર્વતો આસ્થા અને સંસ્કૃતિના ગઢ છે. પર્વતોના રક્ષણ માટે કિલ્લાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે