Corona Vaccine ને મંજૂરી મળ્યા બાદ PM મોદીની ટ્વીટ- 'વૈજ્ઞાનિકો દેશને બનાવી રહ્યા છે આત્મનિર્ભર'

ભારતમાં કોરોના વાયરસ રસીને મંજૂરી મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કોરોના વિરુદ્ધ લડતને મજબૂત કરવા માટે આ એક નિર્ણાયક વળાંક છે.

Corona Vaccine ને મંજૂરી મળ્યા બાદ PM મોદીની ટ્વીટ- 'વૈજ્ઞાનિકો દેશને બનાવી રહ્યા છે આત્મનિર્ભર'

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ DCGI દ્વારા ભારતમાં બે રસી (Corona Vaccine) ને મંજૂરી મળવા બદલ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. DCGIએ આજે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)  અને ભારત બાયોટેક(Bharat Biotech)ની કોરોના રસીને મંજૂરી આપી. ભારતમાં કોરોના રસીને મંજૂરી મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કોરોના વિરુદ્ધની લડતને મજબૂત કરવા માટે આ એક નિર્ણાયક વળાંક છે. 

વૈજ્ઞાનિકો દેશને બનાવી રહ્યા છે આત્મનિર્ભર
ભારતમાં કોરોના વાયરસ રસીને મંજૂરી મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'કોરોના વિરુદ્ધ લડતને મજબૂત કરવા માટે આ એક નિર્ણાયક વળાંક છે. DCGIએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની રસીને મંજૂરી આપીને એક સ્વસ્થ અને કોરોના મુક્ત રાષ્ટ્ર માટેનો માર્ગ મોકળો કર્યો છે.' 

DCGI granting approval to vaccines of @SerumInstIndia and @BharatBiotech accelerates the road to a healthier and COVID-free nation.

Congratulations India.

Congratulations to our hardworking scientists and innovators.

— Narendra Modi (@narendramodi) January 3, 2021

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે 'દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે જે બે રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી છે તે ભારતમાં બની છે. તે આપણા વૈજ્ઞાનિકોની ઉત્સુકતા દર્શાવે છે કે તેઓ આત્મનિર્ભર ભારતના સપનાને પૂરું કરવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે.' 

— Narendra Modi (@narendramodi) January 3, 2021

પીએમ મોદીએ વધુ એક ટ્વીટ કરીને કહ્યું કે 'આપણે ડોક્ટરો, મેડિકલ સ્ટાફ, વૈજ્ઞાનિકો, પોલીસકર્મીઓ, સફાઈકર્મીઓ અને તમામ કોરોના યોદ્ધાઓને વિપરિત સ્થિતિઓમાં તેમના અસાધારણ કામ માટે એકવાર ફરીથી આભાર માનીએ છીએ. અનેક લોકોના જીવ  બચાવવા બદલ આપણે હંમેશા તેમના આભારી રહીશું.' 

— Narendra Modi (@narendramodi) January 3, 2021

2 રસીને મળી ઉમરજન્સી ઉપયોગની મંજૂરી
કોરોના રસીને લઈને બનાવવામાં આવેલી એક્સપ્રટ કમિટીએ વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ કોવિશીલ્ડ અને બીજા દિવસે કોવેક્સીનને મંજૂરી આપી હતી. હવે આજે  DCGI એ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેકની 'કોવેક્સીન'ના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. DCGIએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોવિશીલ્ડ(Covishield) અને કોવેક્સીન (Covaxin)ના ઈમરજન્સી ઉપયોગની અધિકૃત જાહેરાત કરી. ઉપરાંત ઝાયડસ કેડિલાની રસી ઝાઈકોવ-ડીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ માટે પણ મંજૂરી મળી ગઈ છે. DCGIના જણાવ્યાં મુજબ રસીના અત્યાર સુધીના તમામ ટ્રાયલ સુરક્ષિત રહ્યા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આજનો દિવસ ભારતીયો માટે ગર્વનો દિવસ ગણાવ્યો. 

કોવેક્સીન છે સંપૂર્ણ દેશી રસી
અત્રે જણાવવાનું કે કોવેક્સીન સંપૂર્ણ રીતે સ્વદેશી રસી છે અને તેને ભારત બાયોટેકે બનાવેલી છે. આ રસી હૈદરાબાદની લેબમાં તૈયાર થઈ છે. જ્યારે કોવિશીલ્ડને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે અને ભારતમાં તેનું નિર્માણ કાર્ય સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા થઈ રહ્યું છે. 

— ANI (@ANI) January 3, 2021

રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત
DCGIએ કહ્યું કે બંને રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં થઈ શકશે. DCGIના જણાવ્યાં મુજબ આ બંને રસીના 2-2 ડોઝ ઈન્જેક્શન સ્વરૂપે આપવામાં આવશે. આ બંને રસીને 2થી 8 ડિગ્રીના તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે. તેમણે કહ્યું કે અમે એવી કોઈ ચીજને મંજૂરી નહીં આપીએ, જેમાં સુરક્ષા અંગે થોડી પણ ચિંતા હોય. બંને રસી 110 ટકા સુરક્ષિત છે. કોઈ પણ રસીની થોડી ઘણી આડઅસર હોય છે. જેમ કે દુખાવો, તાવ, એલર્જી થવી. અત્રે જણાવવાનું કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) જ્યારે કોઈ દવા, ડ્રગ, રસીને અંતિમ મંજૂરી આપે છે ત્યારે તે દવાઓ, રસીનો સાર્વજનિક રીતે ઉપયોગ થઈ શકે છે. આવી મંજૂરી આપતા પહેલા DCGI રસી અંગે કરાયેલા પરીક્ષણોના આંકડાનો કડકાઈથી અભ્યાસ કરે છે. જ્યારે DCGI આ રિપોર્ટથી સંતુષ્ટ થાય ત્યારે તે રસીના સાર્વજનિક ઉપયોગ માટે મંજૂરી આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news