Farmers Protest પર ખુબ નિવેદનબાજી કરનારા આ દેશના PM એ ભારત પાસે મદદ માટે લગાવી ગુહાર
આ છે મારું ભારત! ખેડૂત આંદોલન પર ખુબ નિવેદનબાજી કરનારા આ દેશના પ્રધાનમંત્રીએ જ્યારે મદદ માટે ગુહાર લગાવી તો પીએમ મોદીએ માનવતાના ધોરણે તેમને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખેડૂત આંદોલન પર ખુબ નિવેદનબાજી કરી હતી પરંતુ આમ છતાં ભારતે મુશ્કેલ સમયમાં તેમને દરેક શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે જસ્ટિન ટ્રુડોને આશ્વસ્ત કર્યા કે ભારત કોરોના વિરુદ્ધ જંગમાં તેમને પૂરેપૂરો સહયોગ આપશે. વાત જાણે એમ છે કે કેનેડાના પ્રધાનમંત્રીએ પીએમ મોદીને ફોન કરીને પોાતના દેશમાં કોવિડ-19 રસીની જરૂરિયાતો અંગે જણાવ્યું હતું. જેના જવાબમાં પીએમ મોદીએ તેમને દરેક શક્ય મદદ આપવાનો ભરોસો વ્યક્ત કર્યો.
દરેક પળે મદદ માટે તૈયાર
પ્રધાનમંત્રી કાર્યાલયથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ પીએમ મોદીએ જસ્ટિન ટ્રુડોને ખાતરી આપતા કહ્યું કે ભારતે જે રીતે અન્ય દેશો માટે કામ કર્યું, બરાબર તે જ રીતે કેનેડાના રસીકરણના પ્રયત્નોમાં પણ સહયોગ આપશે. નોંધનીય છે કે ભારતના વિરોધ છતાં કેનેડાના પ્રધાનમંત્રીએ ખેડૂત આંદોલન પર નિવેદનો આપ્યા હતા. આમ છતાં ભારત તેમની મદદ માટે આગળ આવ્યું જે દર્શાવે છે કે પીએમ મોદી મુશ્કેલ સમયમાં બધાની મદદ માટે તૈયાર રહે છે.
પીએમ મોદીએ કરી ટ્વીટ
પ્રધાનમંત્રી મોદીએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે મારા મિત્ર જસ્ટિન ટ્રુડો સાથે વાત કરીને સારું લાગ્યું. મેં તેમને આશ્વાસન આપ્યું છે કે અમે કેનેડાને કોરોના રસી આપવાના દરેક શક્ય પ્રયત્ન કરીશું. નિવેદનમાં એમ પણ કહ્યું કે ટ્રુડોએ આ અવસરે કહ્યું કે કોવિડ-19 વિરુદ્ધની લડતમાં ભારતની અભૂતપૂર્વ ઔષધીય ક્ષમતાનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.
Was happy to receive a call from my friend @JustinTrudeau. Assured him that India would do its best to facilitate supplies of COVID vaccines sought by Canada. We also agreed to continue collaborating on other important issues like Climate Change and the global economic recovery.
— Narendra Modi (@narendramodi) February 10, 2021
ટ્રુડોએ પીએમ મોદીના કર્યા વખાણ
કેનેડાના પ્રધાનમંત્રીએ ભારતની ઔષધીય ક્ષમતાને વિશ્વ સાથે શેર કરવાના નરેન્દ્ર મોદીના નેતૃત્વને બિરદાવ્યું. પીએમઓ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ બંને નેતાઓએ જલવાયુ પરિવર્તન અને કોરોના મહામારીના આર્થિક દુષ્પ્રભાવો સહિત અને મહત્વના મુદ્દાઓ પર ભાગીદારી ચાલુ રાખવા પર સહમતિ જતાવી છે.
શું કહ્યું ટ્રુડોએ?
કેનેડાના પ્રધાનમંત્રીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં નિવેદનબાજી કરતા કહ્યું હતું કે હાલાત ચિંતાજનક છે. કેનેડા દુનિયામાં ક્યાંય પણ ખેડૂતોના શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારોની રક્ષા માટે ઊભું રહેશે. ત્યારબાદ જ્યારે જસ્ટિન ટ્રુડોને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ એ વાતથી ચિંતિત છે કે તેમની નિવેદનબાજી ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. તો તેમણે કહ્યું હતું કે કેનેડા દુનિયાભરમાં ક્યાંય પણ શાંતિપૂર્ણ વિરોધના અધિકાર માટે અને માનવાધિકારો માટે હંમેશા ઊભું રહેશે. ભારતે તેના પર કડક પ્રતિક્રિયા આપતા તેને દેશનો આંતરિક મામલો ગણાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે