હ્યુસ્ટનમાં નવી કેમિસ્ટ્રી, નવી હિસ્ટ્રીઃ આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાનનો થયો પર્દાફાશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'હાઉડી મોદી' કાર્યક્રમમાં પાકિસ્તાનને સીધે-સીધું સંભળાવી દીધું છે. મોદીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, આતંકવાદ સામે હવે નિર્ણાયક લડાઈ લડવી પડશે.
 

હ્યુસ્ટનમાં નવી કેમિસ્ટ્રી, નવી હિસ્ટ્રીઃ આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાનનો થયો પર્દાફાશ

ટેક્સાસઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) 'હાઉડી મોદી'(Howdy Modi) કાર્યક્રમમાં પાકિસ્તાનને સીધે-સીધું સંભળાવી દીધું છે. મોદીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, આતંકવાદ(Terrorism) સામે હવે નિર્ણાયક લડાઈ લડવી પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈસ્લામિક આતંકવાદ સામે લડાઈ લડવાની વાત જણાવી હતી. 

હ્યુસ્ટનમાં હાઉડી કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત જે કંઈ કરી રહ્યું છે તેનાથી કેટલાક લોકોને પેટમાં દુખી રહ્યું છે. જેઓ પોતાનો દેશ સંભાળી શક્તા નથી તે બીજા દેશને સલાહ આપવા નિકળ્યા છે. 

મોદી સાથે કાર્યક્રમમાં હાજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને કડક ભાષામાં સંભળાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, ભારત અને અમેરિકા ઈસ્લામિક આતંકવાદ સામે ભેગા મળીને લડાઈ લડશે. નિર્દોષ નાગરિકોને ઈસ્લામિક આતંકવાદથી બચાવવાની અમારી જવાબદારી છે. 

અમેરિકામાં બ્રાન્ડ ઈન્ડિયાની તાકાત 
અમેરિકામાં લગભગ 30 લાખ ભારતીયો વસે છે, જેમાંથી 15 લાખને મતદાનનો અધિકાર મળેલો છે અને 12.8 લાખ ગ્રીનકાર્ડ ધારક છે. અમેરિકામાં ભારતીય મૂળના 5 વ્યક્તિ સાંસદ તરીકે ચૂંટાયેલા છે. 

  • ભારતીય વૈજ્ઞાનિકઃ 12%
  • નાસામાં ભારતીય વૈજ્ઞાનિકઃ 36%
  • ભારતીય ડોક્ટરઃ 38%
  • માઈક્રોસોફ્ટમાં ભારતીયઃ 34%
  • XEROX કંપનીમાં ભારતીયઃ 13%
  • IBM કંપનીમાં ભારતીયઃ 28%
  • INTEL કંપનીમાં ભારતીયઃ 17%

Howdy Modi: જાણો કયા શબ્દો સાથે PM મોદીએ ભાષણની કરી શરૂઆત

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news