Live: મેટ્રો દ્વારા નોએડા પહોંચ્યા PM મોદી અને દ.કોરિયન રાષ્ટ્રપતિ
દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇન અને PM મોદી નોએડા ખાતે મોબાઇલ ફેક્ટ્રીનું ઉદ્ધાટન કરશે
Trending Photos
નવી દિલ્હી : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે ઇન પોતાની ચાર દિવસની યાત્રા પર રવિવારે સાંજે દિલ્હી પહોંચ્યા. સોમવારે પોતાની અધિકારીક યાત્રાનાં પહેલા દિવસે રાષ્ટ્રપતિ મૂને ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સૌથી પહેલા તેમણે બંન્ને દેશોનાં વ્યાપારિક પ્રતિનિધિઓ સાથે એક સમ્મેલનમાં ભાગ લીધો હતો. સમ્મેલનને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, દક્ષિણ કોરિયા ભારતની સાથે પોતાના મજબુત સંબંધો માટે પ્રતિબદ્ધ છે.
મુને કહ્યું કે, તેમની નવી દક્ષિણી નીતિ અને વડાપ્રધાન મોદીની એક્ટ ઇસ્ટ પોલિસી વચ્ચે એક પ્રકારનું ગઠબંધન છે. સમગ્ર એશિયામાં સમૃદ્ધિ આવવાથી બંન્ને જ પોલીસીઓ પોતે જ ખતમ થઇ જશે. ભારત અને કોરિયાની વચ્ચે આંતરિક સંબંધોનો એક લાંબો ઇતિહાસ છે. તેમણે કહ્યું કે, ભારત તેમનું એક એવું મિત્ર છે જેમાં સદૈવ જરૂરિયાતનાં સમયે પોતે જ આગળ વધીને મદદ કરી છે.
દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત સરકાર 100 નવા સ્માર્ટ સિટી અને મહત્વના શહેરોને જોડનારા એક ઔદ્યોગિક ગલિયારા બનાવવાની યોજના તૈયાર કરી રહી છે. આ પાયાના ઢાંચાની યોજનામાં દક્ષિણ કોરિયા પોતાનું યોગદાન આપવા માંગે છે. વ્યાપારિક પ્રતિનિધિઓને સંબોધિત કર્યા બાદ મૂન જે ઇન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 30 જાન્યુઆરી માર્ગ ખાતે રહેલા ગાંધી સ્મૃતિ ભવન ગયા.
અહીં બંન્ને નેતાઓએ ગાંધીજી સાથે જોડાયેલી વસ્તુઓનું અવલોકન કર્યું અને અહીં બંન્ને નેતાઓએ વર્લ્ડ પીસ ગોંગ વગાડીને વિશ્વ શાંતિનો સંદેશ આપ્યો. અહીં મુન જે ઇને કહ્યું કે, ગાંધીજીએ સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો અને વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે ગાંધીના સંદેશને પોતાનાં જીવનમાં અપનાવવું ખુબ જ જરૂરી છે. અહીં કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ બંન્ને નેતાઓને ગાંધીજીના ચરખાનું સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કરવમાં આવ્યા.
#WATCH Delhi: South Korean President Moon Jae-in and PM Narendra Modi in the Metro while on their way to the Samsung plant in Noida pic.twitter.com/8FSTOK5jyg
— ANI (@ANI) July 9, 2018
ગાંધી સ્મૃતિ મ્યૂઝિયમમાં બંન્ને નેતાઓએ આશરે અડધો કલાક રોકાયા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદી અને દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મેટ્રો ટ્રેન દ્વારા નોએડા પહોંચ્યા હતા. અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશથી આવતા તમામ મહેમાનોને મેટ્રોની મુસાફરી કરાવતા હોય છે. આ પરંપરા તેમણે નિભાવી હતી. જો કે અગાઉ ક્યાસ લગાવાઇ રહ્યો હતો કે બંન્ને નેતાઓ સડક માર્ગે નોએડા પહોંચી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે