PM મોદીએ ટ્વિટર પર સાંભળી યૂઝરના 'મનની વાત', આ ઈચ્છા પૂરી કરી
આ રસપ્રદ કિસ્સો ચારેબાજુ ચર્ચાઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રી પોતાને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવે તેવું કોણ ન ઈચ્છતું હોય? ટ્વિટર પર આ જ રીતે એક યૂઝરે પોતાની મનની ઈચ્છા મિત્ર સમક્ષ રજુ કરી. આ બાજુ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ બધાને સરપ્રાઈઝ આપતા ડેક્સ્ટ્રો નામના એકાઉન્ટવાળા યૂઝરને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને તેના 'મનની વાત' સાંભળી પણ લીધી.
આ રસપ્રદ કિસ્સો ચારેબાજુ ચર્ચાઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે ડેક્સ્ટ્રો નામના ટ્વિટર એકાઉન્ટવાળા યૂઝરને એક અન્ય ટ્વિટર યૂઝર અજીત તરફથી જન્મદિવસની શુભેચ્છા મળી. આ યૂઝરે લખ્યું કે આભાર અજીત, પરંતુ ડેક્સ્ટ્રોદિવસ પર પ્લીઝ પીએમને કહો કે તેઓ જન્મદિવસની શુભેચ્છા પાઠવે.
Happy Birthday...or as you are describing it - Dextrodiwas... :)
Have a great year ahead. https://t.co/X0Z5DrdMQ1
— Narendra Modi (@narendramodi) July 6, 2021
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેક્સ્ટ્રોની ટ્વિટ પર રીટ્વીટ કર્યું અને તેમણે લખ્યું કે 'જન્મદિવસની ખુબ શુભેચ્છાઓ...કે પછી તમે જેમ કહો છો ડેકસ્ટ્રોદિવસની શુભેચ્છાઓ...આવનારું વર્ષ તમારા માટે શુભ રહે.'
Modi Cabinet Expansion: મોદી સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ, જાણો કયા આધાર પર સામેલ થશે નવા ચહેરા
પીએમ મોદીએ શુભેચ્છા પાઠવ્યા બાદ ડેકસ્ટ્રો નામનો આ યૂઝર તો આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે લખ્યું કે 'ઓહ માય ગોડ!!!! થેંક્યુ સો મચ સર'.
Oh my god!!! Thankyou so much sir 🙌🙌🙌
— Dextro (@Dextrocardiac1) July 6, 2021
પ્રધાનમંત્રીની ટ્વિટર પર આ સક્રિયતા એવા સમયે જોવા મળી કે જ્યારે બુધવારે કેબિનેટ વિસ્તરણ થઈ રહ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ પહેલું મંત્રીમંડળ વિસ્તરણ હશે. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 2019ના મે મહિનામાં 57 મંત્રીઓ સાથે બીજો કાર્યકાળ શરૂ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે