PM Kisan ના 15માં હપ્તા પહેલા મોટા અપડેટ! આ ખેડૂતો પાસેથી પૈસા પાછા લઈ લેશે સરકાર
PM Kisan Nidhi 15th Instalment: પીએમ કિસાન સન્માન નિધિના કરોડો લાભાર્થી હાલ તો 15માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ હપ્તાની રાહ જોતા હોવ તો પહેલા આ યોજના વિશે આવેલા એક મોટા અપડેટ અંગે જાણી લેજો.
Trending Photos
PM Kisan Nidhi 15th Instalment: પીએમ કિસાન સન્માન નિધિના કરોડો લાભાર્થી હાલ તો 15માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ હપ્તાની રાહ જોતા હોવ તો પહેલા આ યોજના વિશે આવેલા એક મોટા અપડેટ અંગે જાણી લેજો. સરકાર તરફથી નોકરીયાતો અને આવકવેરો ભરતા ખેડૂતો પાસેથી વસૂલીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો આવામાં કોઈ પણ ખેડૂતે નિર્ધારિત સમયમર્યાદાની અંદર પૈસા પાછા ન આપ્યા તો આવા ખેડૂતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. યોજના હઠળ એક ખેડૂતને 3 હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે.
31 માર્ચથી વસૂલી અભિયાન
હકીકતમાં સરકારે હાલમાં ઓડિટ કરાવ્યું હતું. તેમાં સામે આવ્યું હતું કે દેશભરમાં પીએમ કિસાનના કરોડો લાભાર્થીઓ ખોટી રીતે યોજનાનો ફાયદો લઈ રહ્યા છે. તેમાંથી અનેક ખેડૂતો સરકારી નોકરી કરતા કરે છે કે પછી આવકવેરો ચૂકવે છે. સરકારી નોકરી કરતા ખેડૂતો પાસેથી 31 માર્ચ 2023થી વસૂલીનું અભિયાન ચાલુ છે. આ ઉપરાંત લાભાર્થીઓને વધુમાં વધુ યોજના સાથે જોડવા માટે પંચાયત સ્તર પર ઈ કેવાયસી થઈ રહ્યું છે.
તમારું ઈ કેવાયસી હોવું જરૂરી
અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર લોકસભાની ચૂંટણીને જોતા ખેડૂતોને વાર્ષિક 8000 રૂપિયા પીએમ કિસાન નિધિ હેઠળ આપવાનું શરૂ કરશે. જો કે તેના પર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની અધિકૃત જાણકારી સામે આવી નથી. પીએમ કિસાન નિધિ હેઠળ 27 જુલાઈના રોજ ખાતાધારકોને 14મો હપ્તો ચૂકવાઈ ચૂક્યો છે. 15માં હપ્તા માટે કેટલીક જરૂરી પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. આ માટે તમારું ઈ કેવાયસી હોવું જરૂરી છે.
15માં હપ્તા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
1. સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
2.ત્યારબાદ 'New Farmer Registration' પર ક્લિક કરવાનું રહેશે.
3. અહીં તમે પેજ પર તમારી ભાષાની પસંદગી કરી શકો છો.
4. ત્યારબાદ Rular અને Urban Farmer Registration માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
5. હવે આધાર કાર્ડનો નંબર લખો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો.
6. અહીં તમારે તમારા રાજ્યની પસંદગી કરવાની રહેશે.
7. તમારા મોબાઈલ પર ઓટીપી આવશે. જેને ફોર્મમાં ભરવાનો રહેશે. ઓટીપી ન મળતા resend otp કરો.
8. ત્યારબાદ કેપ્ચા કોડ લખીને સબમિટના બટન પર ક્લિક કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે