રેલ્વેમંત્રીએ પત્ની સાથે ઉજવી મેરેજ મેરેજએનિવર્સરી, કેકની ડિઝાઇન જોઇ તમે કહેશો 'વાહ'
પીયૂષ ગોયલ અને સીમા 1 ડિસેમ્બર, 1991નાં રોજ લગ્નનાં બંધનમાં બંધાયા હતા, સીમા એક સોશ્યલ વર્કર છે
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીની સરકારમાં કોલસા અને રેલમંત્રી પીયૂષ ગોયલે શનિવારે પત્ની સીમા ગોયલ સાથે લગ્નની 27મી વર્ષગાંઠ ઉજવી હતી. આ દરમિયાન રેલવેમંત્રીએ ટ્રેનના આકારની એક કેક પણ કાપી હતી. આ ખાસ પ્રસંગે રેલમંત્રીએ પત્નીની સાથે પોતાની તસ્વીર શેર કરતા લખ્યું કે, અમે વધારે એક વર્ષ સાથે સાથે ઉજવીશું. મારા જીવનનો હિસ્સો બનવા અને દરેક પગલે મારો સાભ નિભાવવા માટે હું આભાર વ્યક્ત કરી શકું તેમ નથી.
આ સાથે જ પીયૂષ ગોયલે પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેકની તસ્વીર પણ શેર કરી છે. ચોકલેટથી બનેલ કેકને ટ્રેનનાં આકારમાં બનાવવામાં આવી છે. જેમાં એક એન્જિન સહિત બે ડબ્બા પણ લગાવવામાં આવ્યા છે. જેથી સ્પષ્ટ થાય છે કે રેલ્વે મંત્રી પોતાનાં કામ મુદ્દે કેટલા સીરિયસ છે. આ જ કારણ છે કે તેમણે પોતાના અંગત પળોની ખુશીમાં પણ ટ્રેનને પોતાનો હિસ્સો બનાવ્યો હતો.
પીયૂષ ગોયલ અને સીમા 1 ડિસેમ્બર, 1991નાં રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. સીમા એખ સોશ્યલ વર્કર છે. બંન્નેનો એક પુત્ર ધ્રુવ ગોયલ છે જે હાલનાં દિવસોમાં ન્યૂયોર્કમાં રહે છે. જ્યારે પુત્રી રાધિકા ગોયલ હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે.
વડાપ્રધાનનાં ભરોસાપાત્ર વ્યક્તિ
વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ (CA) પીયૂષ ગોયલ (53) અનેક વર્ષો સુધી ભાજપના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ રહી ચુક્યા છે. હાલનાં સમયમાં રાજ્યસભા સાંસદ ગોયલના ખભે રેલ્વે, કોલસા અને આર્થીક મુદ્દાનાં મંત્રાયલનો ભાર છે. નાણામંત્રી અરૂણ જેટલીના બિમાર થવા સમયે વડાપ્રધાને ગોયલને નાણામંત્રાલયનો વધારાનો પ્રભાર આપીને ભરોસો વ્યક્ત કર્યો હતો.
પિતા પણ રહી ચુક્યા છે મંત્રી
પીયૂષ ગોયલનાં દિવંગત પિતા વેદ પ્રકાશ ગોયલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં જહાજરાની મંત્રી રહી ચુક્યા હતા. તેમનાં માં ચંદ્રકાંતા ગોયલ પણ ત્રણ વખત ધારાસભ્ય રહીને મહારાષ્ટ્ર વિધાનસભામાં જઇ ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે