જસદણ જીતવા કોંગ્રેસે ખડકી ધારાસભ્યો અને હોદ્દેદારોની ફોજ

કોંગ્રેસના સિનિયર આગેવાનો પૂર્વ સાંસદ અને 32 ધારાસભ્યોની ફોજ જસદણ માટે ઉતારી ગામ અને વોર્ડ પ્રમાણે પ્રભારીની નિમણુંક કોંગ્રેસે કરવી જોઇએ.

જસદણ જીતવા કોંગ્રેસે ખડકી ધારાસભ્યો અને હોદ્દેદારોની ફોજ

ગૌરવ પટેલ, અમદાવાદ: જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા માઇક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના સિનિયર આગેવાનો પૂર્વ સાંસદ અને 32 ધારાસભ્યોની ફોજ જસદણ માટે ઉતારી ગામ અને વોર્ડ પ્રમાણે પ્રભારીની નિમણુંક કોંગ્રેસે કરવી જોઇએ. આ વિશેષ અહેવાલમાં છેલ્લા વીસ વર્ષથી જસદણમાં અજય રહેલી કોંગ્રેસ વિધાનસભાની આ પેટા ચૂંટણી પણ હારવા માંગતી નથી. વર્ષ 2009ની જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. જોકે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ ક્યારે હારી નથી એટલે જસદણની પેટા ચૂંટણીનો ઇતિહાસ કોંગ્રેસ માટે સારો નથી. ત્યારે આ વખતની પેટા ચૂંટણીમાં હાર ન થાય તે માટે કોંગ્રેસ ગામડાના બુથથી લઇ નગર પાલીકાના વોર્ડ અને જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે પ્રભારીની નિમણુંક કરી છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા જસદણ વિધાનસભા બેઠતના મુખ્ય ઇન્ચાર્જ તરીકે ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશને જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા ઇન્ચાર્જ તરીકે મનિશ દોશી અને પ્રવક્તા તરીકે હેમાંગ વસાવડાને જવાબદારી સોંપાવમાં આવી છે. તો ચૂંટણીના મુખ્ય પ્રચારક તરીકે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ તથા અર્જુન મોઢવાડીયા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને જવાબદારી સોંપાવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકરોની ફોજ જસદણમાં ઉતારવા અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મિનષ દોશીએ કહ્યું કે જસદણની પેટા ચૂંટણી હોવાથી સત્તાધારી ભાજપ દ્વારા મંત્રીથી લઇને સંત્રીને કામે લગાડવામાં આવ્યા છે. કરોડોની રેલમ છેલ થઇ રહી છે. ભાજપના ધનબલ અને બાહુબલ સામે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો થકી લડવાનું છે. ભાજપ તોડફોડ અને પક્ષપલટો કરી પોતાનો સરવાળો કરે છે. ત્યારે કોંગ્રેસે જે જસદણની જનતાને ન્યાય આપવવાનો છે તેના માટે કોંગ્રેસ કમર કસી રહી છે.

જસદણ નગરપાલીકા વિસ્તારની જવાબદારી પૂર્વ સાંસદ રાજુભાઇ પરમાર, મંત્રી જસવંત સિંહ ભટ્ટી અને સ્થાનિક આગેવાન દીલિપ રામાણીને સોંપવામાં આવી છે.

- નગર પાલીકાના વોર્ડ 1 માટે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા
- વોર્ડ 2 માટે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા
- વોર્ડ 3 માટે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને રોહીભાઇ મરકાણા
- વોર્ડ 4 માટે વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદા અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
- વોર્ડ 5 માટે બાપુનગરના ધારાસભ્ય હિમતસિંહ પટેલ
- વોર્ડ 6 માટે જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી
- વોર્ડ 7 માટે જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને આદમ ચાકીને જવાબદારી સોંપવામાં આવી છે.

ભાલડા જિલ્લા પંચાયતની જવાબદારી ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ અને તેમની સાથે પુર્વ ધારાસભ્ય રણછોડ મેર અને ધીરૂભાઇ દુધવાળાને સોંપવામાં આવી છે, તો આ બેઠકમાં આવતી ચાર તાલુકા પંચાયત બેઠક વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, સંજયસિંહ સરવૈયા, હિંમતભાઇ કાતરીયા અને વિજયભાઇ બારીયાને જવાબદારી સોંપવામાં આવી છે.

ભાડલી જિલ્લા પંચાયત બેઠકની જવાબદારી લીમડીના ધારાસભ્ય સોમાભાઇ પટેલ અને તેમની સાથે પાલભાઇ આંબલીયા અને કરસનભાઇ વેગડને સોંપવામાં આવી છે, તો આ બેઠકમાં આવતી 6 તાલુકા પંચાયતની બેઠકની જવાબદારી ગુજરાત કાંગ્રેસ અને જિલ્લા તથા તાલુકા કાંગ્રેસના નેતાઓ અને પુર્વ ધારાસભ્ય પ્રવિણ રાઠોડને સોંપવામાં આવી છે.

કમાલપુર જિલ્લા પંચાયત બેઠકની જવાબદારી મોરબીના ધારાસભ્ય બ્રીજેશ મેરજા અને તેમની સાથે તલાલાના ધારાસભ્ય ભગવાન ભાઇ બારડ જામખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમ તથા મુળુ ભાઇ કંડોરીયાને સોંપવામાં આવી છે, તો આ જિલ્લા પંચાયતમાં આવતી તાલુકા પંચાયતની 4 બેઠકોની જવાબદારી રાજુલના ધારાસભ્ય અમરીશ ડેર ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ અને દેવેન્દ્ર દામીને સોંપવામાં આવી છે.

આટકોટ જિલ્લા પંચાયત બેઠકની જવાબદારી વિસાવદના ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને તેમની સાથે ધર્મભાઇ કાંબલીયા તથા ભીખા ભાઇ જીજડીયાને સોંપવામાં આવી છે. તો આ જિલ્લા પંચાયતમાં આવતી તાલુકા પંચાયતની 5 બેઠકો માટે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, કોડીનારના ધારાસભ્ય મોહનભાઇ વાળા સહિત પ્રદેશ કક્ષાના મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

પીપારડી જિલ્લા પંચાયત બેઠકની જવાબદારી ઝવેરભાઇ ભાલીયા, ઘનશ્યામ ગઢવી અને પુર્વ મંત્રી મોહમ્મદ હુસેન બ્લોચશીરને સોંપવામાં આવી છે, તો આ બેઠકમાં આવતી 6 તાલુકા પંચાયતની બેઠકની જવાબદારી સોજીત્રાના ધારાસભ્ય પુનમભાઇ પરમાર, મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર અને આણંદના ધારાસભ્ય કાન્તીભાઇ સોઢા પરમાર સહિત પ્રદેશના હોદ્દેદારોને સોંપવામાં આવી છે.

સાંથલી જિલ્લા પંચાયત બેઠકની જવાબદારી લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમર સાથે ઠાકરસિંહ મેતલીયા અને અર્જુન ખાટરીયાને સોંપવામાં આવી છે, તો આ બેઠકમાં આવતી તાલુકા પંચાયતની 4 બેઠકો માટે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત, ધારીના ધારાસભ્ય જે વી કાકડીયા, પુર્વ મંત્રી દિનેશ પરમાર અને જેની ઠુમ્મરને સોંપવામાં આવી છે.

વિંછીયા જિલ્લા પંચાયતની બેઠકની જવાબદારી પુર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણની સાથે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, વીવીરબારી તથા વાધજીભાઇ મેવાસીયાને સોંપવામાં આવી છે, તો બેઠકમાં આવતી તાલુકા પંચાયતની 7 બેઠક માટે રાજકોટના પુર્વ મેયર અશોક ડાંગર સહિત પ્રદેશ કાંગ્રેસના મંત્રી અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે.

શિવરાજપુર જિલ્લા પંચાયતની જવાબદારી ધારાસભ્ય લલિત વસોયા સાથે દિનેશભાઇ ડાંગર અને દિનેશ ભાઇ મકવાણાને સોંપવામાં આવી છે, તો આ બેઠકમાં રહેલી તાલુકા પંચાયતની 4 બેઠક માટે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ભાઇ ધારીયા, ચોટીલાના ધારાસભ્ય રૂત્વીક મકવાણા, તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારીયા અને રાજકોટના પુર્વ કોર્પોરેટરને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત લોકસભાની 26 બેઠકોની ચૂંટણીની સેમીફાઇનલ મેચ સમાન જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીતવા માટે કાંગ્રેસે નેતાઓની ફોજ ખડકી દેવામાં આવી છે. હેવ તે કેવી સફળતા અપાવા છે, તેના માટે ચુંટણીના પરિણામોની રાહ જોવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news